SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ પ્રજ્ઞા ઠાકરે જો કે અહીં મૃત ગાયને જીવંત કરી ? કે પછી મૃતઃપ્રાય થઈ ગયેલ ગાયની ચામડી છૂટી પાડી તેની ઉપર નવી ત્વચાનું આરોપણ કરી તેને જીવતદાન આપ્યું તે સ્પષ્ટ થતું નથી. પરંતુ નિરંનર્મળ: જામજરાત’ને અર્થ સાયણાચાર્ય એક કથા કહીને કરે છે. તે આ પ્રમાણે છે. પૂર્વે એક ઋષિની ગાય મૃત્યુ પામી હતી. ઋષિએ ગાયના વાછરડાને જોઈને ઋભુઓની સ્તુતિ કરી. ઋષિની પ્રાર્થના સાંભળી ઋભુએ તેના જેવી બીજી ગાય બનાવી, તેની ઉપર મૃતગાયના ચામડાને ઓઢાડીને તેને વાછરડા સાથે મેળવી આપી. વર્તમાન પ્લાસ્ટિક સર્જરીમાં પણ શરીરના એક ભાગની ચામડીને ત્રણ ઉપર મઢવાની જ પ્રક્રિયા કરાય છે. આ વિગતને પ્લાસ્ટિક સર્જરી કે ગ્રાફટીંગ (Plastic Surgery or grafting)ની પ્રક્રિયાને પુરાવો ગણી શકાય ! | ઋવેદમાં સૂચવેધ કે અંતઃક્ષેપ દ્વારા શરીરમાં ગયેલી દવા ક્ષય રોગ મટાડે છે એ નિર્દેશ પણ મળે છે. ૧૩ આ રીતે શરીરમાં દવા દાખલ કરવા માટેના સાધનને એમાં ઉલેખ ન હોવા છતાં આજના ઈજેકશનની જેમ દવા શરીરમાં દાખલ કરાતી હશે, એવું અનુમાન આ નિર્દેશ પરથી થઈ શકે છે. અથવવેદ: અથર્વવેદમાં વ્યભિચારી પુરુષને પુરુષત્વહીન બનાવવાનો ઉલ્લેખ છે. તેમાં વ્યભિચારી પુરુષના બન્ને અંડકોશેને નાશ કરવાનું જણાવ્યું છે. પ્રસ્તુત મંત્રમાં વૃષણ સુધી પહોંચતી નાડીઓને “રાખ્યા” ( હળને છેડે ધસરી બાંધવાને ખીલે) નામના સાધન વડે ભેદવાની વાત કરી છે. આધુનિક યુગમાં પુરષવંધ્યીકરણની ક્રિયા સાથે આને સરખાવી શકાય ! અન્ય એક સ્થળે ૧૫ ગાયના કાનને લોખંડના સાધન વડે (સ્વતિ વડે) ડામ દઈને રોગ મટાડવાની ભારતીય પશુપાલંકામાં આજે પણ પ્રચલિત અને પરંપરાગત ચાલી આવતી પધ્ધતિને નિર્દેશ મળે છે. ઋચામાં વપરાયેલ “સ્થતિ” શબ્દને અર્થ છેદન માટેની છરી (Operation Knife) એવો થાય છે. ૧૬ આમ આ મંત્રમાં શલ્યકર્મ માટેના સાધનને ઉલ્લેખ પણ દષ્ટિગોચર થાય છે. १३ यस्यौषधीः प्रसर्पथाङ्गमङ्गं परुष्परुः । ततो यक्ष्म वि बोधस्व उग्रो मध्यमशीरिवा ॥ ऋ. १०।९।१२ १४ ये नाड्यौऽदेवकृते ययोस्तिष्ठति वृष्ण्यम् । ते ते भिनद्मि शम्ययामुष्या अधि मुष्कयोः॥ यथो नडं कशिपुन स्त्रियो भिन्दन्त्यश्मना । gવા મિનહિ તે શેરોમુખ્ય અધિ મુક્યો -અથર્વ—દા૧૨૮૪१५ लोहितेन स्वधितिना मिथुनं कर्णयोः कृधि । અમીના સ્ત્ર તરન્નુ પ્રાયો વદુ છે અથર્વ-૧૪૧૨ 16 A Practical Vedic Dictionary-Dr. Suryakanta., Pub-Oxford University Press, Delhi, 1981. For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy