SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યા છે. ઠાકર દુખી હોય છે. કોઈને એક પ્રકારનું સુખ હોય છે તે બીજા પ્રકારનું દુખ હોય છે, અને બીજાને વળી તેથી ઊલટું જ હોય છે ! તેને થયું આટલી બધી વિષમતા કેમ હશે ? અને મૃત્યુ તે બધાંને જ વળગેલું છે ! શું આ જગતમાં કોઈ જ સર્વથા સુખી નહિ હોય ? શું આ દુઃખ માત્રને દૂર કરવાને કોઈ જ ઉપાય નહિ હોય ? અને મૃત્યુના ભયને ટાળી શકાય એવી કોઈ જ યુક્તિ નહિ હોય? ૨ ઊકલની શોધ : માણસ પ્રકૃતિથી આશાવાદી છે, નિરાશાવાદી નથી. તેથી તેણે આ અને આવા અન્ય અનેક પ્રશ્નોના ઉકેલ શોધવા પ્રયત્ન આદર્યા. ભારત જેવા દેશમાં હવા-પાણી-ખોરાક-નિવાસ જેવી જીવનની જરૂરિયાતે સરળતાથી મળી શકતી હોવાથી ચિન્તનશીલ ઋષિમુનિઓ એકાન્તમાં બેસીને લાંબા સમય સુધી વિચારમાં ડૂબી જઈ આ રહસ્યને ઉકેલ શોધવા મથી રહ્યા. એક તે તેમને આ જગતના મૂળમાં રહેલી વ્યવસ્થાનું કારણ શોધી કાઢવું હતું, અને વળી તેમને સવિશેષ પ્રયત્ન દુખમાંથી તેમ જ મૃત્યુના ભયમાંથી કાયમને માટે છૂટવાને ઉપાય શોધવા માટે હતે. “વેદ” એ જગતનું પ્રાચીનતમ ઉપલબ્ધ સાહિત્ય ગણાય છે. વૈદિક સંહિતાઓમાં આવાં ચિન્તનેના પુષ્કળ નિદેશે પ્રાપ્ત થાય છે. આ ચિન્તને, “ બ્રાહ્મણ” તેમ જ “આરણ્યક' પ્રન્થમાં થઈને, વૈદિક સાહિત્યના અન્તભાગમાં આવેલાં હાઈ તથા સમસ્ત વેદના હાર્દને પ્રકટ કરતાં હાઈ વેદાન્ત' એવા યથાર્થ નામથી ઓળખાતાં ઉપનિષદમાં પૂર્ણતયા વિકસિત થયેલાં જોવા મળે છે. આ ઉપનિષદના ઋષિઓએ આપેલાં આલેખનેની તલસ્પશિતા, રોચકતા તથા સરળતા ઉપરથી સમજાય છે કે આ મહાન ઋષિઓએ આ સમસ્ત સૃષ્ટિની પાછળ સંતાઈને વિલસી રહેલા પરમ તત્વને સાક્ષાત્કાર અનુભવ્યો હશે જ. ઉપનિષદેના અમુક અંશે તે જગતના શ્રેષ્ઠ સાહિત્યમાં સ્થાન પામ્યા છે. શહેનશાહ શાહજહાનના જયેષ્ઠ પુત્ર દારા સુકેછે ૪૦ જેટલાં ઉપનિષદોને ફારસીમાં અનુવાદ કરેલે, જેના જર્મન ભાષાન્તરથી પ્રભાવિત થઈ ખ્યાતનામ જર્મન ફિલસૂફ રોપેનહેવર (૧૭૪૮–૧૮૬૦) ઉપનિષદના અનુવાદના તે ગ્રન્થને માથે મુકીને નાચતાં નાચતાં પુલકિત બનીને બોલી શકે છે-“It is the solace of my life, the solace of my death !–તે તે મારા જીવનની પરમ શાંતિ છે, મારા મૃત્યુની પરમ શાંતિ છે. ' ૩ અતઃ વૈદિક ઋષિઓએ પ્રકૃતિમાં વ્યાપી રહેલી ઉપર વર્ણવી તેવી અપરિવર્તનશીલ નિતિક વ્યવસ્થાને “ઋત” એવું નામ આપ્યું છે. આ સંજ્ઞાને મૂળ અર્થ “સીધી લીટી”, “નિયમ એ થાય છે. તે ઉપરથી આ વિશ્વમાં જે અબાધ્ય નિયમ પ્રવર્તે છે તેને માટે આ મહર્ષિઓએ એ સંજ્ઞા આપી છે. આ ઋત' કેવળ બાહ્ય સૃષ્ટિના નિયમને જ નહિ પણ નીતિ તથા ધર્મના For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy