SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દર્શન જયન્ત પ્રે, ઠાકર ૧ સમસ્યા : - વિજ્ઞાન કહે છે કે ૪.૫ અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનું સર્જન થયું. તે પછી તેમાં અસંખ્ય જાતિનાં નાનાં-મોટાં પ્રાણીઓ ઉત્પન્ન થયાં. આ પ્રાણીઓને પરસ્પરને જીવનસંઘર્ષ નિવારવા માટે દરેકને માટે અલગ પર્યાવરણને ગોખલે રખાય. પછી તે ૧૪૦ લાખ વર્ષ પહેલાં મનુષ્યજાતિ નિર્માણ થઈ. આ બેપગું પ્રાણી વિચિત્ર નીકળ્યું. પર્યાવરણના ગોખલાની મર્યાદા તેને અસ્વીકાર્ય હતી. તેનું અસ્તિત્વ સર્વત્ર પ્રસરી રહ્યું અને પોતાના સ્વાર્થમાં નડતરરૂ૫ થતાં પ્રાણીઓને તે રહેંસી નાખવા લાગે. જયારે માણસે પોતાની આસપાસની જડચેતન સૃષ્ટિ નીરખી હશે, ત્યારે તેના ચિત્તમાં અદ્દભુત-રસ રેલાયે હશે. મનુષ્ય જન્મે છે, ઊછરે છે, વધે છે, હસે છે, ઝઘડે છે અને અને મરણને શરણ થઈ જાય છે. ગણ્યા ગણાય નહિ એટલા પ્રકારનાં અન્ય પ્રાણીઓમાં પણ આ જ ક્રમ છે. વનસ્પતિમાં પણ આવું જોવાય છે. પર્વતે સ્થિર છે તે ઝરણાં વહે છે અને તેમાંથી નદીઓ બને છે. આ સરિતાએ સરતી સરતી સાગરમાં સમાય છે. અને છતાં તેનાં ઊછળતાં જળ મર્યાદા મૂકતાં નથી. દિવસ અને રાત નિયમિત રીતે થાય છે. સૂર્ય સવારમાં ઊગે છે અને સાંજે આથમી જતાં અંધકાર છવાય છે, ત્યારે આકાશમાં અગણિત તારા ચમકી ઊઠે છે! રાત્રે દર્શન દેતે ચન્દ્ર રોજ નિયમિત રીતે વધતે અને ઘટતું રહે છે. વાદળાં ચઢી આવી વરસી જાય છે અને પૃવી લીલેરીની સોહામણી ચાદર ઓઢી લે છે. વૃક્ષો તથા વેલાઓ ફળફૂલ આપે છે, માણસનું આવું નિરીક્ષણ સમસ્યારૂપ બની ગયું! તેના મનમાં અનેક પ્રશ્નો ઉભા થયા હશે. શું આ બધું અનાદિ કાળથી આમ જ ચાલતું હશે ? કોઈક વખતે તે તે ઉદ્દભવ્યું હશે ને? તો તે આપોઆપ ઊભું થયું હશે કે કોઈ દ્વારા સર્જાયું હશે ? સૂર્ય વગેરે પ્રાકૃતિક પરિબળોની નિયમિતતા કોઈ અગમ્ય નિયામકના નિયમનને આભારી તે નહિ હોય ? અને જે ખરેખર એમ ન જ હોય, તો તે કોણ હશે, કે હશે, કયાં રહેતા હશે? . વળી તેણે એ પણ જોયું કે બધા મનુષ્યો સરખા સુખી કે સરખા દુઃખી નથી હોતા. કોઈ ખૂબ સુખી હોય છે, કોઈ સાધારણ સુખી હોય છે, કોઈ દુઃખી હોય છે, તે કોઈ વળી અત્યન્ત સ્વાધ્યાય', પૃ. ૨૪, અંક ૩-૪, અક્ષયતૃતીયા -જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦આગસ્ટ ૧૯૯૦, ૫. ૨૩૫-૨૪૬ For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy