________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३२
વિશ્વનાથ છે. શાસ્ત્રી દાહ તેમજ ભૂપ્રવેશ ( દાટવાના) બનેમાં માને છે. છતાં પણ વૈદિક સંસ્કારોમાં અગ્નિદાહ સંસ્કાર વિશેષ પ્રયલિત હતો. ભૂપ્રવેશ સંસારી, સંન્યાસી તેમજ નવજાત શિશુઓ માટે જ ઉચિત મનાતે હતા. આજે પણ આ જ પ્રથા પ્રચલિત છે.
કેટલાક વિવેચકોનું માનવું છે કે અત્યેષ્ટિ સંસ્કાર સમયે મૃત પુરુષની પત્ની પતિની સાથે જ સતી થાય એવું વિધાન ઋગવેદમાં અને અથર્વવેદમાં મળે છે. આ અંગે ઋગવેદના ૧૦મા મંડળનાં ૮૫-૮૬-૮૭ સૂકતો જોઈ જવા વિનંતી છે. સતી થવાની પ્રથા ભારોપીય યુગથી પ્રચલિત હશે એવી માન્યતા પ્રવર્તે છે પરંતુ આથી વિશેષ પતિ મૃત્યુના કારણે શેક કરતી સ્ત્રીને ઋગવેદ (૧૦/૧૮/૮)માં–
"उदीचं नार्याभिजीवलोक गतासुमेतमुपशेष एहि । हस्तग्रामस्य दिधिषोस्तवेदं पत्युर्जवित्वमभिसम्बभूय ।
હે નારી! ઊભી થા અને સાંસારિક જીવનને ફરીથી સ્વીકાર કર. તું બેટી રીતે મૃત વ્યક્તિના શબ પાસે શોક કરી રહી છે. આવો અને અહીં પાસે ઊભેલા નવા પતિનું પત્નીત્વ સ્વીકાર કર, જે તારે હાથ પકડીને ઊભો છે, જે તને સ્નેહ કરે છે. આ રીતે આ મંત્ર વિધવાવિવાહ જે ક્રાંતિકારી વિચારધારા છે તેને સ્વીકાર તેમ જ સતીપ્રથાને વિરોધ કરે છે. (અમારી માન્યતા પ્રમાણે કદાચ સતી પ્રથા જે અસ્તિત્વમાં હશે તે તે ક્ષત્રિયવર્ણ પૂરતી જ હશે.)
આ જ રીતે યત્રમત્નની ચર્ચાનો વિષય અથર્વવેદનો છે. છતાં પણ અવેદમાં ૧૦-૧૨ એવા મંત્રો છે જેમાં યંત્ર સંબંધી વિષયની ચર્ચા કરવામાં આવી છે. વેદ મંડળ ૨ સૂકત ૪૨ માં
कनिक्रदज्जनुषं प्रवाण पर्ति बाचमरितेव नावम् । सुमालश्च शकुने भवासि मा त्वा काचिदभि मा विश्व्याविदत् ॥
આ મંત્રમાં શુભ શુકન માટે પક્ષીઓને મંગળ સ્વર નિનાદિત કરવા માટે વિનંતી કરવામાં આવી છે. આવી જ રીતે અવેદ ૧/૧૯૧મું સૂક્ત જે “મધુવિદ્યા "ના નામથી પ્રસિદ્ધ સૂક્ત છે તેમાં વિષ ઉતારવા સંબંધી મંત્ર આપેલા છે.
રોગી મૃત્યુશગ્યા ઉપર પડેલ હેય, બચવાની કોઈ આશા ન હોય, તેવા સમયે તેના સગાસંબંધીઓ તેની ઝવનરક્ષા માટે પ્રાર્થના કરતા હોય એવા મંત્રો (ઋ. ૧૦/૬૦/૮) સુક્તમાં આપવામાં આવેલ છે. મંત્રને ભાવાર્થ કંઈક આ પ્રમાણે છે
" જેવી રીતે રથમાં ઘોડાને તરવા માટે સારથિ પટ્ટાથી તેને બાંધી દે છે, તેવી જ રીતે મે તમારા પ્રાણને બાંધી રાખ્યા છે જેથી તમે જીવતા રહો. તમારા શરીરનું અવસાન ન થાય અને તમે સદા સ્વસ્થ અને દીર્ધાયુ રહે,
For Private and Personal Use Only