SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્યાણવીકૃત સાશવલીના પરિમાળામાં વૈદકીય વિચાર ૨૨ - જ્યતિપદીય વિવેચનની સાથેસાથ લેખકે આયુર્વેદિક વિચારોનું રોગો અને તેના ઉપચાર સાથે રિસપ્રદ વર્ણન કર્યું છે. જન્મના ચંદ્રગથી કયારે અરિષ્ટને ભંગ કે નાશ થાય છે તેના એક એક ગની સાથે લેખકે રોગ અને ઉપચારના ઉદાહરણ દ્વારા વૈદકીય વિચાર રજૂ કરેલ છે. જાતકની જન્મકુંડળીમાં ચંદ્રના વિવિધ વેગથી જેમ અરિષ્ટને ભંગ કે નાશ થાય છે તેમ વૈદકીય વિવિધ ઉપચારથી કે પ્રગોથી વિવિધ રોગોને નાશ થાય છે તેવું સમુચિત દર્શન કરાવ્યું છે. સારાવલીના ૧૧મા અધ્યાયમાં કુલ સત્તર શ્લોકો જોવા મળે છે. કેટલીક આવૃત્તિમાં અઢાર કો જોવા મળે છે.૧ ગ્લૅકોમાં કેટલીક જગ્યામાં પાઠભેદ પણ જોવા મળે છે. આમ છતાં રોગ અને ઉપચારમાં કંઈ ખાસ તફાવત જણાતું નથી. પ્રથમ બે કોમાં બાળારિષ્ટગ અને તેની નિષ્ફળતાની પ્રસ્તાવના કર્યા બાદ ત્રીજા કથી લેખક જન્મસમયના ચંદ્રની સ્થિતિને આધારે બાલારિષ્ટયાગના નાશનું વર્ણન કરે છે. જેમ રાજ ન્યાયભંગ કરનારને નાશ કરે તેમ સંપૂર્ણ ચંદ્ર જે જન્મસમયે બધા પ્રહથી દુષ્ટ હોય તે અરિષ્ટને નાશ કરે છે. અહીં દંડવિષયક રાજનૈતિક વિચારથી બાલારિષ્ટ ભંગની ચર્ચાને પ્રારંભ થાય છે. તેવી જ રીતે છેલ્લા અઢારમા શ્લોકમાં જેમ પિતા પોતાના પુત્રને મારતું નથી, પરંતુ રક્ષણ કરે છે તેમ જાતકની જન્મકુંડળીમાં છઠ્ઠા કે આઠમા ભાવમાં રહેલ ચંદ્ર શુભાશુભ પ્રહથી દુષ્ટ હોવા છતાં જે જાતકને જન્મ શુકલ પક્ષમાં રાત્રે થયો હોય અથવા કૃષ્ણ પક્ષમાં દિવસે થયેલો હોય તે ચંદ્ર પ્રયત્નપૂર્વક આપસમાં રક્ષણ કરે છે. આમ અહીં છેલ્લા શ્લોકોમાં કૌટુંબિક વિચાર રજૂ થયેલ છે. અન્ય લોકમાં લેખકે મહદ અંશે વૈદકીય વિચારો રજૂ કર્યા છે. કોઈ કોઈ વાર આ ચર્ચાની વચ્ચે (શ્લેક ૧૦, ૧૧, ૧૨, ૧૪, ૧૬ અને ૧૭મા) અન્ય (કુલાંગના, લેભી, ડરપેક, સૂર્ય, રાજની સેના, સૈનિક, વાલ, મૃગ વગેરેનાં) ઉદાહરણો દ્વારા બાલારિષ્ટભંગની તુલના કરીને વિવિધ વિચારો રજૂ કર્યા છે ૮ આમાં લેખકની વૈદકીય વિચારણા ઉપરાંત અન્ય સામાજિક, રાજકીય, બેધવિષયક વગેરે બાબતનું જ્ઞાન સમુલ્લસિત થાય છે. હવે આ સારાવલીના અગિયારમા અધ્યાયમાં વૈદકીય વિચારોનું અનુશીલન કરતાં જણાય છે કે અહીં લગભગ દશેક રોગો અને તેના ઉપચારો કે તે રોગને નાશ કરવા માટેના પ્રયોગોનું નિરૂપણ થયું છે. આ રોગ અને ઉપચાર લેખકના સમયના પ્રચલિત અને જાણીતા હોવા 8 R. Santhanam, Saravali of Kalyana Varma, Vol 1, Ranjan Publications, 16, Ansari Road, Daryaganj, New Delhi 110002, First Edition. 1983, Page-142. ५ चतुर्वेदी ( डॉ). मुरलीधर, श्रीमत् कल्याणवर्म-विरचिता सारावली - कान्तिमती" हिन्दी व्याख्या सहिता, मोतीलाल बनारसीदास, वाराणसी, १९८६, तृतीय संशोषित હેરા , ૧૦ ૮૨. - ૬ એજત, પૃ. ૭૯, ૧૧/૩ (૧૧ મો અધ્યાય - ૫). ૭ એજન, પૂ. ૮૧, ૧/૧૮, ' ' 1" by : ૮ એજન, ૫. ૮૦-૮૧, ૧૧, ૧૨, ૧૪, ૧૧, ૧૭, ૨, ૨૧, , ' '' : ૬ વા ૪ For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy