________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પભ્યાવલોકન
સહી શકતું નથી, દલિત થાય છે અને તરંગના દોર પર ઝૂલવા લાગે છે. પિતાનું ઘર, દીવાનખાનું, છત, બાગનો પથ્થર, દીવાલને રંગ, આંગણાના કુલછોડ–સૌ સાથે ચિત્ત સંવાદ સાધે છે. એમને સંવેદે છે અને શબ્દબદ્ધ કરવા મથે છે. રોજિંદા જીવનની વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવેશેલી સંવેદનજડતા-રેઢિયાળતાને ડંખ અનેક રચનાઓમાં વ્યક્ત થાય છે. “યાદ પણ નથી ', “વૃક્ષોપનિષદ', 'હવે ' જેવી કૃતિઓ પ્રકૃતિ પ્રત્યેની પ્રગાઢ સંવેદનશીલતા પ્રગટ કરે છે.
અહીં અમુક ચેકસ રીતે જગતને-જીવનને અનુભવવાની–આલેખવાની વૃત્તિ-પ્રવૃત્તિ એકવિધ અને કાવ્યાભાસી રચનાઓમાં રાચવા પ્રેરે તેવું બને છે. ગદ્યનું માધ્યમ અનુકૂળ હોવા છતાં પ્રસ્તાર, શિથિલતા, સપાટતા, મુખરતા જેવાં ભયસ્થાને ઓળંગી શકાયાં નથી. સંવેદનભાવ-વિચાર કે ઊર્મિ અત્યંત સ્પર્શક્ષમ હોય; પરંતુ તે અખિલાઈમાં એક જીવંત કલાકૃતિનું નિર્માણ ન કરતાં હોય એવું બનતું રહે છે. “આંખની નાનકડી હથેલી ', “ હાથીદાંતની બંગડી જેવી મારી નિદ્રા '-માં જોવા મળે છે તેમ કહ૫ના બહુ પ્રભાવક કે રોચક રૂપે ઊઘડતી ન હોય, પ્રત્યક્ષીકરણની ક્ષમતા ન ધરાવતી હોય તેવું બને છે. આમ છતાં “શન્ય મને ', ' વૃક્ષે પનિષદ', શબ્દના આકાશમાં ', “યાદ પણ નથી ', “ સાચું કહું તો 'જેવી કૃતિઓ સ્પર્શી જાય છે. કવયિત્રીને ગદ્યમક્તકાની સારી ફાવટ છે. “મીણબત્તી 'માં હાઈકનું સૌદર્ય કેવું નિખરી આવે છે !
અંધારાની સારવાર કરતી સફેદ વસ્ત્રોમાં સજજ મૂગી પરિચારિકા (૮૬ )
સાદગીને પણ સૌંદર્ય હોય છે. સીધી-સરળ અભિવ્યતિમાં રાચતી કલમ સહેજમાં આવું નાજુક કલ્પન રચી લે છે !
આકાશ તે
કોઈનાં પગલાં સાચવતું નથી. (૧૩૪)
કવિતાની “ આકાશમાં પગલાં મૂકી જવાની” આ મથામણું આવાં સ્થાનોને લીધે જ સાર્થક બને છે.
આર્ટ્સ ઍન્ડ કૅમર્સ કોલેજ, વ્યારા, જિ. સૂરત, ૩૯૪૬૫૦,
દક્ષા વ્યાસ
For Private and Personal Use Only