________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ. બ. જોશી
અંતમાં, શ્રી હર્ષદેવ માધવના આ પ્રથમ પ્રયાસરૂપે પ્રકાશિત થયેલ પ્રથમ આધુનિક સંસ્કૃત-કાવ્ય-સંગ્રહને હું હાર્દિક આવકાર આપું છું અને સંસ્કૃતના સર્વે પ્રાધ્યાપકે તથા સંસ્કૃત-પ્રેમી સજજને અને સંસ્થાએ તેને સમુચિત પ્રોત્સાહન આપી શ્રીહર્ષદેવને આવા અનેક સંસ્કૃત કાવ્યસંગ્રહ પ્રકાશિત કરવા પ્રેરશે તેવી હાદિક અપીલ કરું છું.
સંસ્કૃત ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ-૩૬૦૦૦૫.
મ. વ. જોશી
ઈતિહાસરેખા: લેખકઃ ડે. મુગટલાલ બાવીસી પ્રકાશક : ડૉ. મુગટલાલ બાવીસી, ૪૧૪, શ્રી સાંઈ એપાર્ટમેન્ટ્સ, હવાડિયા ચકલા પાછળ, સુરત-૩૯૫ ૦૦૩, ઈ. સ. ૧૯૯૦, પાન ૮+૧૦૦ કિંમત :- રૂા. ૨૫=૦૦.
આ લઘુ પુસ્તકમાં અગિયાર લેખે અને ચાર અવકનો છે. લેખકે જુદા જુદા સમયે જદાં જુદાં માસિકે જેવા કે “પથિક ', “વિશ્વમાનવ' ઉપરાંત ગુજરાત રાજ્યના સંકલિત
ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં તેમણે લખેલાં પ્રકરણે વગેરેમાંથી આ લેખે લઈને અહીં પુસ્તક આકારે પ્રકાશિત કર્યા છે.
- આ ઉપરાંત તેમની વિષયપસંદગીમાં સૌરાષ્ટ્રનાં રિયાસતી રાજ્યો, તેમને ટકે ઇતિહાસ અને વહીવટની સાથે ભરૂચ અને રાજપીપળાની ઐતિહાસિકતાને ખ્યાલ આપ્યો છે. તેમની કલમે દયાનંદ સરસ્વતિ અને જવાહરલાલ નેહરૂ જેવાનાં રેખાચિત્રો રજુ થયાં છે. દક્ષિણ ગુજરાતનાં ઐતિહાસિક સ્થળોને પણ અહી ખ્યાલ અપાયો છે.
ઉપર નિર્દેશેલા વિષયે પરથી સહેજે ખ્યાલ આવે છે કે લેખક કોઈ એક સમય, પ્રદેશ કે બનાવને Micro level study કરવાને બદલે વિશાળ ફલકના Macro studyને સહારે લીધે છે.
એક રીતે જોવા જઈએ તો આ એક વાચકવર્ગને ખ્યાલમાં રાખીને તેમણે આ પુસ્તક પ્રગટ કર્યું છે. વિશાળ ફલક પરની આ લઘુ પુસ્તિકા હોવા છતાં લેખકને ઈતિહાસમાં જીવંત રસ છે તેની પ્રતીતિ કરાવે છે. તે
આ પુસ્તિકામાં રાજપીપળા અને ભરૂચ જેવા સામાન્ય રીતે અજાણ એવા પ્રદેશોનું ખેડાણ થયું છે. સ્વાતંત્ર્યસંગ્રામમાં ભરૂચ જેવાના ફાળાનું મૂલ્ય આના પરથી સમજાય છે. આ લેખ વાંચ્યા પછી સહેજે ખ્યાલ આવે કે આપણા સ્વાતંત્ર્યરૂપી મહાયજ્ઞમાં ભારતના પ્રત્યેક
For Private and Personal Use Only