________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકલ યજુર્વેદમાં પિંડપિતૃયજ્ઞ
શુકલ યજુર્વેદ સંહિતાના બીજા અધ્યાયના ૨૮થી ૩૪ છ મંત્રો “પિંડપિતયજ્ઞ” વિષે છે." પિત શબ્દ “પિતા”ના અર્થમાં વપરાય છે. તેમજ દિવંગત, અદશ્ય, માયાળુ, સ્વર્ગીય આત્માઓ માટે પણ વપરાય છે.
પૂર્વજો પ્રત્યે સમ્માનની ભાવના કેળવવી, સમયે સમયે ભાવથી તેમનું સ્મરણ કરી અંજલિ આપવી તે પ્રત્યેક ભારતીય સંતાનની ફરજ છે. ભારતીય સંસ્કૃતિમાં ‘કર્મને સિદ્ધાન્ત', “પુનર્જન્મવાદ” તેમજ પિતૃઓનું અસ્તિત્વ સાર્વત્રિક રીતે સ્વીકારાયેલું તથ્ય છે. તેથી ધર્મકાર્યોમાં-લગ્નાદિ શુભ પ્રસંગે પર “નાન્દીમાહ” કરીને પિતૃઓને યાદ કરાય છે. તદુપરાંત શ્રાદ્ધમાં પણ તેમને યાદ કરવાની પ્રથા છે.
જાપાન, ચીન જેવા બીજા દેશોમાં પણ મૃતાત્માઓને અંજલિ આપવાની પ્રથા એક યા બીજી રીતે પ્રચલિત છે.
શુભ પ્રસંગે પિતૃઓને માનપૂર્વક બોલાવવામાં આવે છે. તેનાં પ્રમાણે શુકલ યજુર્વેદમાં મળે છે. જેમ કે હે સેમપાન કરનારા પિતૃઓ! તમે શ્રૌત-સ્માર્ત કર્માનુષ્ઠાન કરનારા અમારા યજ્ઞ વિષે પધારો અને સ્વધા નામના અન્નથી તૃપ્ત થઈ અમારા પર આશિષ વરસાવી અમારું રક્ષણ કરો.
સામાન્ય રીતે પિતૃઓની ત્રણ પેઢીને આપણે યાદ કરીએ છીએ; પિતા, પિતામહ અને પ્રપિતામહ. પિતા જીવિત હોય તે પિતામહ, પ્રપિતામહ અને વૃદ્ધમપિતામહ એમ ત્રણ પેઢી.
“સ્વાધ્યાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતીતયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૧-૨૨૦.
મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી, ૩. બહાઈલેન્ડ પાર્ક, પોલીટેનિક પાછળ, અમદાવાદ, ૩૮૦૦૧૫ , ॐ अहनये कव्यवाहनाय स्वाहा...वेदिषदेः ॥ २ ॐ ये रुपाणि प्रतिमुञ्चाना ...त्यस्मात् ॥ ३ ॐ अत्र पितरो मादयध्वं...मावृषायिषत ॥ ४ ॐ नमो वः पितरो रसाय...आधेम ॥ ५ ॐ आत्त पितरो गर्भ कुमार...ऽसत् ॥ ६ ॐ ऊर्ज वहन्तीरमृतं કૃતં વચઃ.વિરૃર છે.
(શુકલ યજુર્વેદ સંહિતા અધ્યાય-ર-મંત્રસંખ્યા-રથી ૩૪) ૨ ભાતુ ના વિસ્તારમાના (શ. યજ. ૧૯.૫૮)
For Private and Personal Use Only