SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ નરેશ વેદ અન્ય સાહિત્યસ્વરૂપથી લઘુનવલનું સ્વરૂપ તેની એક વ્યાવર્તક લાક્ષણિક્તાને કારણે જુદુ પડી આવે છે, એ લાક્ષણિકતા છે તેની દાર્શનિકતા. લઘુનવલ વિશ્વ ( universe ) ને નહીં, માણસ (man)ને, સમાજ (society)ને નહીં, પણ વ્યક્તિ (person), પર (other ) ને નહીં, સ્વ (self )ને, તેના બાહ્ય જીવન (outer life)ને નહીં, આંતર મને ગત (inner psyche)ને આલેખતું સ્વરૂપ છે. એમાં મનુષ્યના અંગત અને વ્યક્તિગત રૂપના પ્રશ્નો વિષયવસ્તુઓ (themes) તરીકે સ્થાન પામે છે. વધારે સ્પષ્ટતાપૂર્વક કહીએ તો લઘુનવલ HQ Hot Hea (boing ), 2412de ( existence ) 24a osa4 ( purpose of life )a લગતા બુનિયાદી પ્રશ્નો (radical problems)ને વિષયવસ્તુઓ તરીકે લે છે. મનુષ્યના રવ અને આત્માને લગતા પ્રશ્નો હકીકતે દર્શનશાસ્ત્રના ઈલાકાના છે. લઘુનવલ પણ આવા પ્રશ્નોને લય કરતાં વિષયવસ્તુઓ લે છે એટલે આપણે એની પ્રકૃતિ દાર્શનિક છે એમ કહીએ છીએ. આ સ્વરૂપની દુનિયાભરની ઉત્તમ રચનાઓ ઉપર દૃષ્ટિપાત કરતાં ખ્યાલમાં આવે છે કે એનું મુખ્ય વિષયવસ્તુ છે મનુષ્યના સ્વરૂપની, આત્મસંજ્ઞાની ઓળખનું. લઘુનવલનું આ સનાતન અને તેથી તેમાં પુનરાવૃત્ત થતું વિષયવસ્તુ છે. કહેવાને આશય એ છે કે આ વિષયનાં અને તેની નજીકના વિષયનાં દાં જુદાં પાસાંઓને લય કરી લઘુનવલમાં વિષયવસ્તુઓ લેવાતાં રહે છે. આવા વિષયો છે: આત્મઅભિજ્ઞાન, અત્મજાગૃતિ, આમપ્રસ્થાપના, આત્મસ્નેહ, આત્મસમાન, આત્મદયા, આત્મવંચના, આત્મણા, આત્મવિડંબના, આત્મઘાત, અનાત્મીકરણ વગેરે. લઘુનવલ ચરિત્રપ્રધાન સ્વરૂપ છે અને તેનું મુખ્ય ચરિત્ર સમાજનિરપેક્ષ રહેતું હોય છે. એટલે કે સમાજાભિમુખ રહેવાને બદલે આત્માભિમુખ થતું હોય છે. વ્યક્તિ, સ્વભાવની બહિર્મુખતા કેળવી બહારને સમાજમાં પ્રવૃત્ત થાય તો તેનું સામાજિક વ્યક્તત્વ વિકસે, પરંતુ અંતમુર્ખતા કેળવી પિતાના મનહદયમાં, પિતાની જાતમાં કેન્દ્રિત થાય ત્યારે તેને અન્ય કોઈની નહીં પણ ખુદ પિતાની જે સમસ્યાઓ હોય છે તેની સન્મુખ થવાનું બને છે. માણસ જ્યારે જાતસમુખ થઈ નિજી સમસ્યાઓને મોઢામોઢ થાય ત્યારે તેને પોતાના સ્વને લગતી એવી સમસ્યા ઓને સામને કરવાનું આવે, જે પૂરેપૂરી દાર્શનિક હોય સ્વાધ્યાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઑગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૨-. ડી-૬૭ યુનિવર્સિટી સ્ટાફ કોલેની, વલ્લભવિદ્યાનગર, ૩૮૮૧૨૦ For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy