SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હરરાજ—એક પરિચય –વિયા લેલે વડોદરાના પ્રાચ્યવિદ્યા મન્દિરના, હસ્તપ્રતોના સમૃદ્ધભંડારમાંથી અલંકારશાસ્ત્ર વિશેની મારા ર નામની થિીને હું અહીં આછો પરિચય આપવા માગું . પોથીને વિસ્તાર ઘણો મોટો છે તેથી અહીં ફક્ત એને સારાંશ જ રજૂ કરવા માંગું છું. અલંકારશાસ્ત્ર વિશે અત્યાર સુધી ધ ગ્રંથો લખાયા છે અને ભવિષ્યમાં પણ લખાશે. તેમાં Milestone કહી શકાય એવા અને-માન તરીક પુરવાર થયેલા ગ્રંથની સંખ્યા ઓછી હોય છે. ખરી રીતે આ વિષયને વિવિધ પાસાઓથી વિચાર થઈ ગયું છે તેથી કાંઈ નવું આપનારા ૨ થે બહુ જ વિરલ હોય છે. છતાં પણ હજી સુધી આ વિષય પ્રત્યે લોકોમાં ખૂબ આકર્ષણ છે અને આજે પણ કાવ્યશાસ્ત્રની ઝીણવટભરી ચર્ચા કરનારા ગ્રંથો લખાય છે. આ ગ્રંથની શરૂઆતમાં જ લેખક લખે છે કે અત્યારસુધી અલંકારશાસ્ત્ર વિશે ઘણુ ગ્રંથ લખાયા છે છતાં હું લખવા માટે ઉઘુક્ત થયે છું એનું કારણ મારા દપ નથી પણ એ શાસ્ત્ર વિશેની મારી આસક્તિ છે. મારા આ ચાપલ્ય માટે લેકે મને ક્ષમા કરે तत्सूनुः शङ्करोडहं कुलजनि फुलयुकद्रोत्सुको ग्रंथमेनं कत चाद्य प्रवृत्तो न हि खलु मदतः क्षम्यतां मेऽतिबाभ्यम् । आशामाशास्य गौर्वी हितमतशरणो राधिकेशस्य दासः शीघ्र जानन्तु लोके कविजनकविताऽलङकृति नैव गर्वात् ॥ ६ ॥ લેખકની માહિતી પોથીની શઆતમાં લેખક શ્રીરવાવમો ગતિ એવું લખે છે અને શરુઆતના બે શ્લોકોમાં રાધાવલ્લભની અતુતિ કરે છે. તે ઉપરથી લેખક વલ્લભસઅદાયના હોય એવું લાગે છે. ત્યારબાદ ૪-૫ કલેકોમાં લેખક પોતાના વંશની ઠીકઠીક માહિતી આપે છે. લેખકના પિતામહ અને પ્રપિતામહ સારા એવા વિદ્વાન હતા. એઓ શીઘ્રકવિ હતા. લેખકે એમની વંશાવલી નીચે પ્રમાણે આપી છે. आसीन्मत्ताततातस्य हि तनुजनको बह्मदत्तेति नामा स श्रुत्या श्लोकमानं रचयति सुतरां नागचन्द्रार्थयुक्तम् । तत्पुत्रः कृष्णदत्तः श्रुतिगतनिपुनो (णो) तत्सुतस्तादृगेव गौरीदत्तेतिनामाऽभवदिह विदितः के न जानन्ति तं वै ॥ ५ ॥ તરસૂનઃ જય શૂરો કહ્યું...... “સ્વાધ્યાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦-- આગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૦૩-૩૦૮. * વ્યાખ્યાના સંસ્કૃત, પાલિ અને પ્રાકૃત વિભાગ, કલા સંકાય, મ. સ. વિશ્વવિદ્યાલય, વડેદરા. ૧૪ સ્વા For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy