________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારત માર્તડ શીઘ્રકવિ પંડિત શ્રી ગઢુલાલજી ઘનશ્યામજી મહારાજનું સંસ્કૃત સાહિત્યમાં પ્રદાન
ડૉ. હિના એમ. કીકાણી* પુરાણ પ્રસિદ્ધ ગિરિનગર કે જે જીર્ણદુર્ગ, જૂનાગઢ એવા વિવિધ નામે સુપ્રસિદ્ધ છે. તેના નામ માટે એક શ્લોક પ્રખ્યાત છે.
आदौ मणिपुरं नाम चन्द्रकेतुपुरं स्मृतम् । तुतियं रैवतं नाम कलौ पौरातनं पुरम् ॥
આવી પુરાતનપુરીમાં પ્રાચીન સમયથી સરસ્વતીની ઉપાસના થતી આવી છે. જે આધુનિક સમયે પણ દષ્ટિગોચર થાય છે. મહાકવિ માઘે જે ગિરિનગરીના રૈવતકને જોઈને વિશાળ હાથીની બન્ને બાજુ લટકતા ઘંટની વિલક્ષણ કલ્પના કરેલી જે રૈવતક એટલે કે ગિરનારની ગોદમાં શિલાલિખિત ઇતિહાસ ૭૦૦ વર્ષની વિકાસયાત્રાની સાક્ષી પૂરતો ઊભો છે તે નગરીમાં આધુનિક યુગમાં સંસ્કૃત સાહિત્યનું સર્જન થતું રહ્યું છે. તેનું જ્વલંત દૃષ્ટાંત એટલે ભારત માર્તડ, શીઘ્રકવિભાનુદત અર્થાત્ ગફૂલાલજી ભટ્ટ છે.
ભારત વર્ષમાં ધર્મ રક્ષણાર્થે અવતરેલા ઈશ્વરાવતારરૂપ આ અદ્વિતીય મહાત્મા વિક્રમ સવંત ૧૯૦૧ (ઈ.સ. ૧૮૫૭) પોષ વદી બારસને દિવસે જન્મ્યા. તેમના માતાનું નામ લાડુબેટીજી અને પિતા પંચનદી કુળના ઘનશ્યામ ભટ્ટ હતા. પંડિતજીના પિતાશ્રી વેદશાસ્ત્ર સંપન્ન પ્રૌઢ વૈયાકરણ વિદ્વાન હતા અને બીજા શાસ્ત્રોની સાથે વેદાન્ત સંબંધી ગ્રંથોમાં પણ પૂરી વિદ્વત્તા મેળવી હતી. તેમના માતુશ્રી જૂનાગઢ નિવાસી ગોસ્વામી શ્રી વ્રજવલ્લભજી પ્રસિદ્ધ નામ મગનલાલજી મહારાજનાં પુત્રી હતા. પંડિતજીનું નામ પિતાએ જન્મનક્ષત્રને અનુકૂળ મનુવા પાડ્યું હતું. જો કે આ નામ અદ્યાપિ અપ્રસિદ્ધ જેવું લાગ્યું છે. તો પણ મહાત્માઓનાં વચન નિરર્થક હોય નહિ તે નિયમાનુસાર પિતાએ પાડેલું માન = સૂર્ય એ નામ ભારતમાઃ પદવી મળવાથી અપ્રસિદ્ધ છતાં સ્વત: પ્રસિદ્ધ પામી અન્વર્ય થયું. માતાએ વાત્સલ્યથી લાડનું નામ ગણ્ રાખેલું તે જ ખરા નામરૂપે વ્યવહારમાં લાવી વિદ્યમાન યશ શરીર સાથે માતૃભક્ત આ નરમાર્તડ હંમેશા માટે સુસ્થિર રાખ્યું. તેમજ માતામહ કુટુંબ તરફથી ગોવર્ધનની એ નામ રખાયેલું તે નામ પરથી ગોવર્ધનો વાનિવધા વેલાન્ત વિનામfજમતતિ ઇત્યાદિ સ્થળોમાં ગ્રંથનિર્માણ પ્રસંગે પંડિતશ્રીએ વ્યવહાર કર્યો છે. “ભવિષ્યમાં આ પ્રતાપી પંડિતજી ભારતવર્ષમાં અદ્વિતીય પુરુષ તરીકે પ્રસિદ્ધિ પામશે' એવું તેની અપૂર્વ ચમત્કારયુક્ત અનુભવાતી બાળ લીલાથી સ્પષ્ટ સૂચિત થતું હતું. અત્યલ્પ વયમાં પંડિતજી અનીર્વચનીય સ્મરણ શક્તિ તેમજ સમજ શક્તિ ધરાવતા હતા. તેમને પોતાના સાક્ષરોત્તમ પિતાના સહવાસમાં વિદ્યાભ્યાસનો ક્રમ અતિ સરળ થતો ગયો. શબ્દાલંકાર પંડિતજીના સાધારણ શબ્દોમાં તે વખતે પણ સ્વાભાવિક જ હતો. ચાર પાંચ વર્ષની ઉંમરે પંડિતશ્રીના મુખમાંથી નીકળેલી
“થાળી પાળી ઘંટી બંટી તથૈવ ખાંડણિયું” એ આર્યા તેમની અલ્પવયમાં અનુભવાયેલી દીવ્ય શક્તિના દૃષ્ટાંતરૂપે સહ્યદયનોને ખાતરી માટે પર્યાપ્ત છે. જગતના આશ્રયરૂપ જન ઉપકારક આ મહાત્માની અધ્યયન પદ્ધતિ સામાન્ય શિક્ષણ પદ્ધતિથી વિલક્ષણ જ હોય તેમાં શું આશ્ચર્ય ? જ્યારે છ સાતમી વર્ષની વયે બાલ સામાન્ય શિક્ષણ પદ્ધતિનો બારાખડીથી પ્રારંભ થયો હતો.
* વ્યાખ્યાતા, સંસ્કૃત વિભાગ, બહાઉદ્દીન વિનયન કોલેજ, જૂનાગઢ.
સામીપ્યઃ પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ - સપ્ટે., ૨૦૦૭
૮૮
For Private and Personal Use Only