SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રુદ્રટને અભિમત કાવ્યપ્રયોજન ડો. જાગૃતિ પંડ્યા કાવ્યશાસ્ત્ર એ કાવ્યના અંગરૂપ જ હોઈ, કાવ્યનું પ્રયોજન અને કાવ્યશાસ્ત્રનું પ્રયોજન એક જ હોવાનાં, અને એ રીતે શાસ્ત્રારંભે અનુબન્ધચતુના નિર્દેશને નિમિત્તે કાવ્યપ્રયોજન વિષયક ચર્ચા પણ ઘણુંખરું કાવ્યશાસ્ત્રમાં નિરૂપાય છે. કાવ્યપ્રયોજનના નિરૂપણમાં આલંકારિકોએ પોતપોતાની રીતે વિગતો નિરૂપી છે. તેમાં ક્યાંક માત્ર કવિગત પ્રયોજનોની નોંધ લેવાઈ છે તો ક્યાંક કેવળ સહૃદયગત અને ક્યાંક કવિગત તથા સહૃદયગત એમ બન્ને પ્રકારે પ્રયોજનોનું નિરૂપણ થયું છે. અહીં, કાવ્યપ્રયોજન અંગે રુદ્રટનું મંતવ્ય શું છે, તે જોવાનો પ્રયાસ હાથ ધરાયો છે. રુદ્રટ પોતાના ‘કાવ્યાલંકાર'ના પ્રથમ અધ્યાયમાં જ કાવ્યપ્રયોજનનું નિરૂપણ કરતાં નોંધે છે કે, ज्वलदुज्ज्वलवाक्प्रसरः सरसं कुर्वन्महाकविः काव्यम् । स्फुटमाकल्पमनल्पं प्रतनोति यशः परस्यापि ॥ અર્થાતું, ચમકતી અને ઉજ્જવળ વાણીના રસયુક્ત પ્રસરણરૂપ કાવ્યની રચના કરતો મહાકવિ પોતાનો અને બીજાનો પણ ફુટ અને અનલ્પ કહેતાં અતિશય યશ કલ્પના અંત સુધી ફેલાવે છે. અહીં રુદ્રટ યશ એટલે કે કીર્તિને જ કાવ્યપ્રયોજન રૂપે નિર્દેશે છે. અલબત્ત, તેમાં ગર્ભિત રીતે સૂચવી દીધું છે કે, જે મહાકવિ છે અને જેનું કાવ્ય વિશેષ ગુણયુક્ત છે, તે જ યશરૂપી પ્રયોજન સિદ્ધ કરી શકે છે. ટીકાકાર નમિસાધુ આ કારિકાની સમજૂતી રૂપે જે નોંધ આપે છે તે દ્વારા કવિના કાવ્યગત આ વિશેષતાઓ સુસ્પષ્ટ થાય છે. તદનુસાર, અલંકારના યોગને કારણે દીપતી અર્થાતુ ચમકતી, દોષના અભાવ દ્વારા નિર્મળ એટલે કે ઉજ્જવળ એવી વાણીના પ્રસરણરૂપ કાવ્યપ્રબંધ શુંગારાદિરસથી યુક્ત હોય તે પણ જરૂરી છે, અને આવી રચના કરનાર કવિ જ મહાકવિ કહેવાય, જે યુગોના અંત સુધી ટકે તેવા યશને પામે છે. અહીં, બીજાનો યશ પણ ફેલાવે છે, એમ જે કહ્યું છે, તે દ્વારા કવિની કૃતિમાં વર્ણવાયેલ નાયકનો યશ સમજવાનો છે. પોતાના મતનું દેઢ રીતે સ્થાપન કરતાં, રુદ્રટ આ અંગે કેટલીક વિશેષ વિગતો પણ આપે છે. તે હવે જોઈએ. દેવાલય વગેરેના નિર્માણથી નાયક પોતે પોતાનો યશ ફેલાવી શકે છે. તે માટે કવિ દ્વારા કાવ્યરચનાની શી જરૂર ? એવી આશંકાને ધ્યાનમાં રાખી દ્વટ આગળ જણાવે છે કે, રાજાઓ વગેરે દ્વારા બનાવેલ દેવાલય વગેરે તો સમય જતાં નષ્ટ થાય છે અને તેથી જ જો સુકવિઓ ન હોય તો તે રાજાઓનાં નામ સુધ્ધાં બાકી ન રહે. ૩ કહેવાનું તાત્પર્ય એટલું જ કે, રાજાઓએ કરેલ પુણ્યકાર્યોને આધારે કવિઓ કાવ્યરચના કરે છે અને તે દ્વારા તે રાજાઓને યશભાગી બનાવે છે. હવે કદાચ પ્રશ્ન થાય કે, રાજાઓ યશ પામે તે માટે કાવ્યરચનામાં પ્રવૃત્ત થતા કવિઓને શું લાભ ? તો તેનો ઉત્તર એ છે કે, સ્થિર, શ્રેષ્ઠ, અત્યંત નિર્મળ અને બધા જ લોકોને માટે રમણીય એવા જેના યશને જે * એચ. કે. આર્ટ્સ કૉલેજ, આશ્રમ રોડ, અમદાવાદ સામીપ્ય: પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે., ૨૦૦૭ ૬૮ For Private and Personal Use Only
SR No.535843
Book TitleSamipya 2007 Vol 24 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2007
Total Pages125
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy