________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બૃહદારણ્યક ઉપનિષદ્ ઃ શુક્લ યજુર્વેદ કાÇશાખા અને માથંદિન શાખા વચ્ચે પાઠભેદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાસ્તાવિક :
એક સમયે ભારતમાં ઋગ્વેદની ૨૧ શાખાઓ, યજુર્વેદની ૧૦૧, સામવેદની ૧૦૦૦ અને અથર્વવેદની ૯ શાખાઓ અસ્તિત્વમાં હતી.
પ્રા. અલકેશ વી. દવે
બ્રાહ્મણગ્રન્થોમાં વેદના અધ્યયનનું ફળ અપ્રમેય દર્શાવાયું છે. કોઈ વ્યક્તિ ધનથી પરિપૂર્ણ આખી પૃથ્વીનું દાન કરીને જે લોકને મેળવે છે તે જ લોક વેદના અધ્યયનથી વ્યક્તિ મેળવે છે, તેટલું જ નહિ તેનાથી વધીને અક્ષય લોકને પ્રાપ્ત કરે છે, માટે આમ જાણીને વિદ્વાન દરરોજ વેદનું અધ્યયન કરે છે. તેથી દરેકે વેદનું અધ્યયન કરવું જોઈએ.
યજુર્વેદ બે પરમ્પરામાં મળી આવે છે : (૧) શુક્લ યજુર્વેદ અને (૨) કૃષ્ણ યજુર્વેદ, શુક્લ યજુર્વેદની ૧૫ શાખાઓ અને કૃષ્ણયજુર્વેદની ૮૬ શાખાઓ છે. શુક્લયજુર્વેદની બે શાખાઓ વર્તમાન સમયમાં ઉપલબ્ધ થાય છે : (૧) માધ્યદિન અને (૨) કાવ્.
મહર્ષિ યાજ્ઞવલ્કયે અશ્વ (નિર્)નું રૂપ ધારણ કરી, ભગવાન સૂર્યને ગુરુ બનાવી તેમની પાસેથી જે વિદ્યા મેળવી તે વિદ્યા તેમના મધ્યદિન નામના શિષ્યએ પ્રાપ્ત કરી હોવાથી તેનું નામ ‘વાજસનેયી’ અથવા ‘માધ્યુંદિન’ પડ્યું અને ભગવાન આદિત્યના સન્દર્ભે ‘શુક્લ' વિશેષણ પણ સાથે જોડાઈ ગયું. આ રીતે શુક્લયજુર્વેદની ‘માધ્યદિન સંહિતા' અસ્તિત્વમાં આવી.
શુક્લયજુર્વેદના (૧) કાÇશતપથબ્રાહ્મણ અને (૨) માધ્યદિન શતપથ બ્રાહ્મણ મળી આવે છે. શતં પાનો યત્ર શતપથ: તનુલ્ય: શતપથ: । તેનું નામ જ સૂચવે છે કે તેમાં સો અધ્યાય છે. શુક્લયજુર્વેદની માધ્યદિનશાખાના ‘શતપથ બ્રાહ્મણ’માં કુલ ૧૪ કાંડ, ૧૦૦ અધ્યાય, ૬૮ પ્રપાઠક, ૪૩૮ બ્રાહ્મણ અને ૭૬૨૪ કંડિકાઓ છે. આ બ્રાહ્મણના સંકલનકર્તા મહર્ષિ યાજ્ઞવલ્ક્ય મનાય છે. શતપથ બ્રાહ્મણનું બીજું નામ ‘વાજસનેય બ્રાહ્મણ' પણ છે. આ ગ્રન્થના અન્તિમ ચૌદમાકાંડના ચોથા અધ્યાયથી નવમા અધ્યાય સુધીને ‘બૃહદારણ્યક ઉપનિષદ' કહેવામાં આવે છે.
ભારતીય પરમ્પરા કુલ ૧૦૮ ઉપનિષદો ગણાવે છે. ‘મુક્તિકોપનિષદ’ સર્વ ઉપનિષદોમાં ૧૦૮ ઉપનિષદો સારરૂપ છે તેમ કહે છે.
* વ્યાખ્યાતા, સંસ્કૃત વિભાગ, ગુજરાત આર્ટ્સ કૉલેજ, અમદાવાદ-૬ બૃહદારણ્યક ઉપનિષદ્ ઃ શુક્લ યજુર્વેદ કાવશાખા અને માધ્યદિન શાખા વચ્ચે પાઠભેદ
બૃહદારણ્યક ઉપનિષદ શુક્લયજુર્વેદની કાÇશાખાનું શતપથ બ્રાહ્મણ અન્તર્ગત છે. એમાં બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિના અંતરંગ અને બહિરંગ ઘણાં હેતુઓનો ઉપદેશ કરેલો છે તેથી એનું વિશાળપણું છે, અર્થની દૃષ્ટિએ પણ એ બૃહદ્ છે અને ગ્રન્થના માપની દૃષ્ટિએ પણ એ બૃહદ્ છે. આ ઉપનિષદનું ઉચ્ચારણ અરણ્યમાં ગુરુને અનુસરીને કરવામાં આવતું હોવાથી તેને ‘આરણ્યક’ કહેવામાં આવે છે.૪ આથી એનું નામ ‘બૃહદારણ્યકોપનિષદ્' પડ્યું છે. આ ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય એક મહાન દાર્શનિક તરીકે આપણી સમક્ષ આવે છે.
કાÇશાખાના બૃહદારણ્યકથી માધ્યદિનશાખાના બૃહદારણ્યકનો ભેદ થોડોઘણો પાઠમાં અને ક્યાંક
For Private and Personal Use Only
૫૧