________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી પુસ્તક ભંડાર દ્વારા પ્રકાશિત અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટેનું આ પુસ્તક સંસ્કૃતપ્રેમીઓ સંસ્કૃત અભ્યાસુઓ,વિદ્વાનો, તેમજ સંશોધકને ખૂબ ઉપયોગી થશે.
ડૉ. નિહારિકા કે. પટેલ
વ્યાખ્યાત્રી, સંસ્કૃતવિભાગ, એસ.વી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ
ભાવાભિવ્યક્તિ, લે. ડૉ. કૃષ્ણકાન્ત કડકિયા, પ્રકાશક : લેખક પોતે, પ્રાપ્તિ સ્થાન, ડૉ. કૃષ્ણકાન્ત કડકિયા, એમ. ૮૨-૩૮૫, “સ્વરૂપ” સરસ્વતી નગર, અમદાવાદ-૩૮૦૦૧૫. પ્રથમ આવૃત્તિ : ૨૦૦૬ કિંમત રૂ. ૧૪૦.૦), પૃષ્ઠ સંખ્યા – ૨૫૬
ડૉ. કૃષ્ણકાન્ત કડકિયા પૂર્વે ગુજરાતી અધ્યાપન કાર્યની સાથોસાથ સંપૂર્ણ રીતે પોતાનાં મનથી સંશોધનમાં રત રહ્યાં છે.
તેઓ શાળા કૉલેજમાં અભ્યાસ કરતાં અધ્યાપક તરીકે સેવા આપતા અને પછી નિવૃત્ત થયા. તે સમયને આવરી લઈને તેમણે જે અભ્યાસ લેખો લખ્યાં હતાં, તેમાંથી અપ્રકાશિત હતાં, તેમને ગ્રંથસ્થ કરવાનો ડૉ. કડકિયાએ પ્રયાસ કર્યો છે. એમનો આ પ્રયાસ સફળ રહ્યો છે.
આ સંગ્રહમાં સાહિત્ય, ઇતિહાસ, ધર્મ, અર્થકારણ અને કલા એમ અનેકવિધ દૃષ્ટિને ધ્યાનમાં રાખી થયેલું લખાણ છે; તે લેખકની બહુશ્રુતતા દર્શાવે છે.
કુલ ૩૫ જેટલાં નાનાં મોટાં લેખોનો આ સંગ્રહ ૨. છો. પરીખ, હિંદુ ધર્મ, કે.કા.શાસ્ત્રી, ભવાઈ, પ્રાચીન કલા વગેરેને લગતાં આસ્વાદ મૂલક લેખો છે. લેખકને આ પ્રકાશન માટે અભિનંદન ઘટે છે.
નયના અધ્વર્યુ
મ્યુઝિયમ સહાયક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ-૯
૧૧૮
સામીપ્ય: પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સહે., ૨૦૦૭
For Private and Personal Use Only