SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિ.સં. ૧૯૪૯ (અર્થાત્ ઈ.સ. ૧૮૯૨)માં પૂર્ણ થયેલું. આ હસ્તપ્રતનું લખાણ પડીમાત્રાવાળી જૈનનાગરીલિપિમાં છે. માપ ૩૦.૩ x ૧૨.૬ સે.મી. છે. પૃષ્ઠની બંને બાજુ હાંસિયો છે અને હાંસિયામાં લાલ ત્રિગુણી ઊભી રેખાઓ દોરી છે. પુષ્પિકા અનુસાર આ હસ્તપ્રતનું લેખનકાર્ય જયપુરમાં સવાઈ માધવરાવ સિંધિયા રાજાના રાજ્યમાં જોશી દેવકૃષ્ણે કર્યું હતું. Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમજ વડોદરા પાસેના છાણી ગામમાં ત્રણ જેટલાં હસ્તપ્રત સંગ્રહો છે. અહીંના વીરવિજયજી સંગ્રહમાં ‘ઓધનિર્યુક્તિ’ ગ્રંથની ઈ.સ. ૧૧૬૧ ની પ્રત છે. જેમાં ૧૬ વિદ્યાદેવીઓ, સરસ્વતી, લક્ષ્મી, અંબિકા, અને બ્રહ્મશાંતિયજ્ઞ મળીને કુલ ૨૧ ચિત્રો છે. જે જૈન મૂર્તિવિધાનની દૃષ્ટિએ મહત્ત્વના છે. જૈનધર્મની સચિત્ર હસ્તપ્રતોમાંથી સામાજિક, ધાર્મિક, ઇતિહાસ, પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતની સંસ્કારસાહિત્ય પ્રવૃત્તિઓ વિષે ઉપયોગી માહિતી મળે છે. વડોદરાનું મુખ્ય સંગ્રહાલય બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગૅલેરી તેમાં સંગ્રહાયેલ ઘણા દુર્લભ નમૂનાઓને લીધે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. બૌદ્ધદેવોનું નિરૂપણ કરતાં લઘુચિત્રો સાથેની તાડપત્ર ઉપર લખાયેલી “પ્રજ્ઞતા પારમિતા’ની હસ્તપ્રત તથા વિભિન્ન મુદ્રાઓ દર્શાવતી બુદ્ધની આકૃતિઓવાળી નેવારી હસ્તપ્રત ખાસ નોંધનીય છે. પર્શિયામાંથી મળી આવેલા ૧૫ થી ૧૭ મી સદી સુધીના શાહનામાં, ઉઝુફ-ઉ-ઝુલેખા વગેરેનાં લઘુચિત્રો અને પર્શિયન અને ઇન્ડો-પર્શિયન સચિત્ર હસ્તપ્રતોનો સંગ્રહ પ્રદર્શિત કર્યો છે. આ ઉપરાંત જૈન અને હિંદુ હસ્તપ્રતોના ખાસ પસંદ કરેલા સચિત્ર પત્રો, ૧૪ મી સદીની કલ્પસૂત્રની તાડપત્રની હસ્તપ્રત જે સુવર્ણાક્ષરી છે. તેમજ ૧૭મી સદીની કાગળની ‘સંગ્રહણિસૂત્ર’ તેમજ ‘બાલગોપાલ સ્મ્રુતિ’ ખાસ મહત્ત્વના છે. તદુપરાંત કેટલાંક જૈન સચિત્ર ભૌગોલિક પદ્યચિત્ર, વિજ્ઞપ્તિપત્ર વગેરે પણ પ્રદર્શિત કરાયેલાં છે. પુરાતન ઇતિહાસની દૃષ્ટિએ તાડપત્ર અને કાગળની હસ્તપ્રતોનું ખૂબ મહત્ત્વ છે. ચિત્રકલા તેમજ સાંસ્કૃતિક ઉપાદાનની દૃષ્ટિએ પણ તેનું આકર્ષણ અને મહત્ત્વ છે. તાડપત્રની હસ્તપ્રતોમાં ધાર્મિક, ધર્મોપદેશક અવસ્થામાં આચાર્યો આલેખાયેલા છે. વિવિધ રંગોથી શોભતી આ પ્રાચીન હસ્તપ્રતોમાં નાનાં ચિત્રો ખૂબ સરસ રીતે જળવાયાં છે. આ રીતે ચિત્રકલાના ઇતિહાસ અને અધ્યયનની દૃષ્ટિથી તાડપત્રીય તેમજ પ્રાચીન કાગળની હસ્તપ્રતોમાં સચવાયેલાં ચિત્રો ખૂબ જ મૂલ્યવાન અને આકર્ષક છે. હસ્તલિખિત ગ્રંથોના અંતમાં રહેલી પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓનું મૂલ્ય ઘણું છે. તેમાં મોટા રાજાઓ, અમાત્ય તેમજ મોટાં ગામ, નગર, દેશ વિશેની ઉપયોગી માહિતી પ્રાપ્ત થાય છે. આમ ગુજરાતના આ હસ્તપ્રત-ભંડારો ભારતીયસંસ્કૃતિના ભવ્ય વારસા સમાન છે. વર્તમાન યુગના અને ભાવિ પેઢીના વિદ્યાના ઉપાસકોને માટે મહામૂલી મૂડી છે. આ અમૂલ્ય હસ્તપ્રતોની જાળવણી ખૂબ કાળજી માગી લે છે. તેની કાળજી લેવાય તો જ કલા અને સંસ્કૃતિના આ વારસાને જીવંત રાખી શકાય. આ હસ્તલિખિત પ્રતોનો વારંવાર ઉપયોગ કરવાથી એને નુકસાન થવા સંભવ છે. માટે તેની યોગ્ય જાળવણી અનિવાર્ય રીતે આવશ્યક છે. જેમને આ હસ્તપ્રત ભંડારોમાં જળવાયેલ જ્ઞાનસંપત્તિની પરિભાષા, લિપિ તથા અન્ય સંકેતોનું જ્ઞાન છે તેમને માટે આ જ્ઞાનભંડારો દિવ્ય ખજાનારૂપ છે. સંદર્ભનોંધ ૧. ‘ભારતીય પરંપરામાં ગંજીફો’, વાકણકર સિદ્ધાર્થ, ‘સ્વાધ્યાય’, વસંતપંચમી, પુસ્તક ૨૦, અંક ૨, પૃ. ૧૭૬, ૧૯૮૨. ૨. વોરા નિરંજના, “હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન”, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, પહેલી આવૃત્તિ, ૨૦૦૧, પૃષ્ઠ નં. ૧૨૪. ૩. પથિક, દીપોત્સવાંક, ઑક્ટો. નવે. ડિસે., ૨૦૦૧, પૃષ્ઠ નં. ૩૮, ૧૧૯-૧૨૦. સાંસ્કૃતિકનગરી વડોદરાનો ક્લાવારસો ઃ કેટલીક સચિત્ર હસ્તપ્રતો For Private and Personal Use Only ૧૦૯
SR No.535843
Book TitleSamipya 2007 Vol 24 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2007
Total Pages125
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy