________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહિમા અપાર છે, આથી એ સ્તોત્રમાં અંતે કહેવાયું છે તે
असिनगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरजरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि जव गुणानामीश पारं न याजि ॥
કૃષ્ણગિરિ જેટલું કાજળ હોય, સાગર જેટલું વિશાળ પાત્ર હોય, કલ્પતરુની શાખા જેવડી લેખની હોય ને વિદ્યાદેવી શારદા સર્વકાલ એ સાધનો વડે લખ્યા કરે, તો પણ કે ઈશ તારા ગુણોનો પાર ન પામે. આવા શંકર ભગવાન સોમનાથ સ્વરૂપે આ પાવન તીર્થમાં બિરાજે છે. વળી શિવલિંગના નીચલા ભાગમાં બ્રહ્મા, વચલા ભાગમાં વિષ્ણુ ને ઉપલા ભાગમાં શિવ વસે છે.
૧૦૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિર અને હર એ બંને મહાન દેવોની ઉપસ્થિતિની પાવન થયેલા આ પ્રવાસ તીર્થ સૌરાષ્ટ્રનું જ નહિ, ભારતભરનું સુપ્રસિદ્ધ તીર્થ છે. સરદાર પટેલ, જામ સાહેબ અને શ્રી કનૈયાલાલ મુનશીના પુરુષાર્થથી અહીં સ્થપાયેલા નવા જ્યોતિર્લિંગને સર્વ ભાવકો પ્રણામ કરે છે. શ્રી લાલકૃષ્ણ અડવાણી અને શ્રી કેશુભાઈ પટેલ જેવા મહાનુભાવોના માર્ગદર્શન નીચે સોમનાથ ટ્રસ્ટ અહીં અનેકવિધ ઉપોગી પ્રવૃત્તિઓ આદરે છે.
સામીપ્ય : પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે., ૨૦૦૭
For Private and Personal Use Only