________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં શિવલિંગની પુન:પ્રતિષ્ઠા કરી.
ત્રિવેણી સંગમની ભેખડ પર આવેલું “પ્રભાસ પાટણનું પૂર્વાભિમુખ સૂર્યમંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણા-પથ, અંતરાલ, ગૂઢમંડપ અને શૃંગારચોકી ધરાવે છે. આ મંદિર ૧૪ મી સદીમાં બંધાયું લાગે છે. પ્રભાસ પાસે હિરણ નદીના કાંઠે આવેલા નગરના પ્રાચીન ટીંબાના પૂર્વ છેડે પણ એક સૂર્યમંદિર આવેલું કે એ મંદિર પશ્ચિમભિમુખ છે ને ગર્ભગૃહ, પ્રદક્ષિણાત્પથ, ગૂઢમંડપ અને મુખમંડપ ધરાવે છે. આ મંદિર પણ લગભગ એ સમયનું લાગે છે.
“મિરાતે અહમદી'ની પુરવણીમાં જણાવેલાં ગુજરાતનાં પ્રસિદ્ધ મંદિરોમાં સોમનાથ મંદિર અગ્રિમ સ્થાન ધરાવે છે. એના શિવલિંગની ગણના ભારતનાં દ્વાદશ જ્યોતિલિંગોમાં થતી. મુઘલ કાલનાં આ મંદિરનો ભારે ધ્વંસ કરાયો ને એ ખંડર હાલતમાં રહ્યું. એમાંના શિવલિંગને નગર બહાર સરસ્વતી નદીના કાંઠે આવેલા કોઈ નાના મંદિરમાં સ્થાપી એનાં દર્શન-અર્ચન થતાં, મરાઠા કાલમાં ઇન્દોરના મહારાણી અહલ્યા બાઈએ ઈ.સ. ૧૭૮૩ માં સોમનાથ મંદિરના ખંડેરથી થોડે દૂર નવું મંદિર બંધાવ્યું. ભાવિક જનો હવે આ નવા સોમનાથનાં દર્શન કરવા જતા.
૧૯૪૭ ના નવેંબરમાં જૂનાગઢમાં ભારત સરકારની હકુમત ધનીધોયણા થઈ ને સરદાર પટેલે પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરનો પુનરુદ્ધાર કરવાની ઘોષણા કરી. જામસાહેબના અધ્યક્ષપદે સોમનાથ ટ્રસ્ટ રચાયું ને સોમનાથ મંદિરોનું નવનિર્માણ કરી એમાં જ્યોતિર્લિંગની સ્થાપના કરવાનો સંકલ્પ કરાયો. તા. ૧૧-૫-૧૯૫૧ ના શુભ દિને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુના શુભહસ્તે એમાં જયોતિર્લિંગની સ્થાપના કરાઈ. ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ અને શૃંગાર ચોકી એવી રચના થઈ હતી. ગર્ભગૃહની ટોચે ૧૭૫ ફૂટ ઉત્તુંગ શિખર બંધાયું હતું, આમ સ્વાતંત્ર્યોત્તર કાલમાં પ્રભાસ પાટણનું સોમનાથ મંદિર પુનઃ પ્રતિષ્ઠા પામ્યું.
પ્રભાસ પાટણે ભાગવત સંપ્રદાયના દેહોત્સર્ગ તીર્થની તેમજ પાશુપત-માહેશ્વર સંપ્રદાયના સોમનાથ મંદિરની દેશવ્યાપી પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી.
ભાલકા તીર્થની તથા સોમનાથ મંદિરની આ સર્વ વિગતો પ્રાયઃ સર્વને સુવિદિત છે. આથી અહીં એ વિગતો તાજી કરી આપણે ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવ તથા સૃષ્ટિનું શિવ (કલ્યાણ) કરનાર ભગવાન શંકરના માહાભ્યનું સ્મરણ કરી કૃતાર્થ થઈએ
કુરુક્ષેત્રમાં સ્વજનો સામે યુદ્ધ કરતાં અર્જુનને વિવાદ થયો ત્યારે શ્રીકૃષ્ણ એમને અનેક પ્રકારે પોતાનું કર્તત્વ સમજાવ્યું. ભગવદ્ગીતા ઉપનિષદમાં નિરૂપ્યા મુજબ #ષ્યવધક્કારતે મને પ્રત્યેષુ દ્ીવન | અને તક્ષતિસ: સતર્ત કાર્ય માં સમસ૨ | દ્વારા નિષ્કામ કર્મયોગનો, કન્મના મવ મwો માની માં નમસ્કૂરું ! અને સર્વધર્મ પરિત્યન્ય મને પર ત્રણ I દ્વારા ભક્તિયોગનો, અને ના જ્ઞાનેન સદશ વર્નાદિ વિદ્યતે અને પ્રિય દિ જ્ઞાનિનોલ્યર્થ મદ સ વ મમ પ્રિય: I દ્વારા જ્ઞાનયોગનો મહિમા દર્શાવી, વિવિધ દૃષ્ટિએ એનું મન સ્વસ્થ કરી એને પોતાના કર્તવ્યનું ભાન કરાવ્યું. ભારતના આ મહાન ઉપદેશને શ્રીકૃષ્ણ વાસુદેવે પોતાનો દેહોત્સર્ગ આ પાવન તીર્થમાં કર્યો.
એવો જ મહિમા અહીં ભગવાન શિવ-શંકર મહાદેવનો પ્રવર્તે છે. ભારતનાં દ્વાદશ જ્યોતિર્લિંગો ગણાવતા સ્તોત્રનો આરંભ સૌરાષ્ટ્ર સોમનાથ ૧ એ શબ્દોથી થાય છે. બ્રહ્મા-વિષ્ણુ-મહેશે સૃષ્ટિના સર્જન-સંરક્ષણસંહારમાં સંહારનું કર્તવ્ય ભલે દ્રરૂપ મહાદેવને સોંપાયું, પરંતુ વસ્તુતઃ મહાદેવ તો સર્વનું શિવ (કલ્યાણ) કરનાર શંકર છે. કવિ પુષ્પદન્ત ભગવાન શિવનો મહિમા શિવહિનઃ સ્તોત્રમાં સુપેરે ગાયો છે. ભગવાન શિવનો
પાવનતીર્થ પ્રભાસ
૧૦૧
For Private and Personal Use Only