________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળે છે. સિક્કામાં વૃત્તાકારે બે લીટીની વચ્ચે ટપકાં તથા બહારની બાજુએ પર્વતાકારે ભૌમિતિક આકૃતિ કંડારેલી જોવા મળે છે તથા સિક્કામાં મધ્યમાં પાંચ ટપકાંવાળું વર્તુળ હોય છે.
૧ રૂપિયાના મૂલ્યના આ સિક્કાઓ ચાંદીના છે. તેમનો વ્યાસ ૧.૮ થી ૨ સે.મી. તથા ૧૧.૩ જેટલું આશરે વજન ધરાવે છે. આ સિક્કાઓમાં અગ્રભાગે રાણી વિકટોરિયાનું બિરુદ સહિત નામ અરબી-ફારસી ભાષામાં લખેલું છે તથા નાગરી અક્ષર ‘તુ' તથા ઝાડની ડાળીનું ચિહ્ન જોવા મળે છે, જ્યારે પૃષ્ઠભાગમાં જે તે મહારાજાનું અરબી-ફારસી ભાષામાં લખાણ તથા નાગરી લિપિમાં ‘શ્રી માતાની' એવું લખાણ જોવા મળે છે. તથા નીચે નાની કટારનું ચિહ્ન જોવા મળે છે.
આ ઉપરાંત જોધપુરની ટંકશાળમાંથી મુહમ્મદ અકબર II ના નામવાળા ૧ રૂપિયાનું મૂલ્ય ધરાવતા આ સિક્કાઓનું વજન આશરે ૧૦,૭ થી ૧૦.૮ મી. ગ્રામ છે તથા તેનો આકાર ગોળ છે, જે ૨.૧ થી ૨.૨ સે.મી.નો વ્યાસ ધરાવે છે. આ સિક્કા ચાંદીના છે. આ સિક્કાઓના અગ્રભાગે અરબી ફારસી લિપિમાં લખાણ છે તથા કટારનું ચિહ્ન છે; જ્યારે પૃષ્ઠભાગમાં અરબી-ફારસી લિપિમાં લખાણ તથા ટંકશાળનું ચિહ્ન જોવા મળે છે. શાહઆલમ બીજાના સમયમાં પાડેલા સિક્કાનું વજન આશરે ૧૬.૭ મી. ગ્રામ છે. આ સિક્કાનો વ્યાસ ૨.૨. સે.મી. છે અને વર્તુળાકાર ધરાવે છે. આ સિક્કા તાંબાના છે. સિક્કાના અગ્રભાગે અરબી-ફારસીમાં લખાણ જોવા મળે છે, તથા સાત ટપકાંનું વર્તુળ હોય છે. જ્યારે પૃષ્ઠભાગમાં અરબી-ફારસી લિપિમાં લખાણ જોવા મળે છે, અને સાત ટપકાંનું વર્તુળ જોવા મળે છે.
જશવંતસિંહ અને સરદારસિંહે રાણી વિકટોરિયાના નામવાળા સિક્કા પડાવેલા, સરદારસિંહે એડવર્ડ ૭માની આકૃતિ અને સમરસિંહે એડવર્ડ ૭ અને જ્યૉર્જ ૫માની અને ઉમેદસિંહે જ્યૉર્જ-૫માના અને એડવર્ડ આઠમાના અને જ્યૉર્જ છઠ્ઠાના નામના તથા હનુમંતસિંહે જ્યૉર્જ ૬ઠ્ઠાના નામ વાળા સિક્કા પડાવ્યા હતા. આમ જોધપુર રાજ્યના ત્રણેય ધાતુના સિક્કાઓ છેક ઈ.સ. ૧૯૪૭ સુધી પડતા રહ્યા હતાં.
ઉદયપુર :
ઉદયપુર રાજ્યના સિક્કા બ્રિટિશકાલના સિક્કાઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઉદયપુરના ભીમસિંહ મહારાજા(ઈ.સ. ૧૭૭૮-૧૮૨૮)એ જે સિક્કા બહાર પાડ્યા તે ‘ચાંદોરી રૂપિયા' તરીકે પ્રચલિત થયાં. આ પછી તેમના ઉત્તરાધિકારી જવાનસિંહ (ઈ.સ. ૧૮૨૮-૧૮૩૮) અને સરદારસિંહે (ઈ.સ. ૧૮૩૮-૧૮૪૨) સિક્કા પાડવાના ચાલુ રાખ્યા. મહારાજા સ્વરૂપસિંહે (ઈ.સ. ૧૮૪૨-૧૮૬૧) રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જૂના ચાંદોરી રૂપિયાને સ્થાને ‘નૂતન ચાંદોરી' સિક્કા પ્રચલિત કર્યા. ઉદયપુરના સિક્કાઓ પર ક્યાંય શાસકનું નામ તથા સમયનો નિર્દેશ જોવા મળતો નથી. ઉદયપુરના મહારાજાઓએ સોનામાં મહોર, ચાંદીમાં રૂપિયો, ૧/ ૨ રૂપિયો, ૧/૪ રૂપિયો, ૧/૮ રૂપિયો અને ૧/૧૬ ના વિભાજનમાં તથા તાંબામાં ૧પૈ, ૧/૪ આના, ૧/૨ આના, ૧ આનાના સિક્કા પડાવ્યા હતા.
ભો.જે. વિદ્યાભવનના સંગ્રહાલયમાં મહારાજા સ્વરૂપસિંહે (ઈ.સ. ૧૮૪૨-૧૮૬૧) પડાવેલા સિક્કાઓમાં ૧ રૂપિયો, ૧/૨ રૂપિયો, ૪ આના તથા ૧/૨ આના અને ૧ આના ના મૂલ્યના સિક્કાઓનો સમાવેશ થાય છે.
૧ રૂપિયાના મૂલ્યના સિક્કાઓમાં અગ્રભાગ પર વૃત્તાકારમાં ફૂલવેલની ભાત વચ્ચે દેવનાગરી લિપિમાં સીધી લીટીમાં ‘ચિત્રકૂટ દ્યપુરી' એવું લખાણ જોવા મળે છે. ઉપર તરફ ચિહ્ન જોવા મળે છે તથા નીચેની તરફ ટેકરીઓ (ચિત્રકૂટની) જોવા મળે છે, જ્યારે પૃષ્ઠભાગમાં ફૂલવેલની ભાત વચ્ચે આવેલા વૃત્તાકારમાં મધ્યમાં દેવનાગરી લિપિમાં ‘ડ્રોક્તિ સંધન' અને વિ.સં.નું વર્ષ આપેલું છે. આ સિક્કાઓનું વજન ૫.૩ થી ૫.૪ mg. તથા વ્યાસ ૨.૩ થી ૨.૪ છે. આ સિક્કા ચાંદીના અને વર્તુળાકાર છે. ભો.જે. વિદ્યાભવનમાં સંગૃહીત જોધપુર, ઉદયપુર અને જયપુરના સિક્કાઓ
For Private and Personal Use Only
૮૭