________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભો.જે. વિદ્યાભવનમાં સંગૃહીત જોધપુર, ઉદયપુર અને જયપુરના સિક્કાઓ
નયના એન. અધ્વર્યું*
ઔરંગઝેબના અવસાન બાદ મુઘલ સામ્રાજ્યની ઇમારતના અવશેષોમાંનાં અનેક નાનાં મોટાં રાજયોએ મુઘલ બાદશાહો પાસેથી સિક્કા પાડવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો. આ સિક્કાઓ પર તેઓનાં સંકેત ચિહ્નો તથા મુઘલ બાદશાહનાં નામો જોવા મળે છે. પરંતુ તેઓએ સિક્કા પર ત્રિશૂળ, કટાર, ચંદ્ર, સૂર્ય, વૃક્ષની ડાળી વગેરે જેવા વિવિધ ચિહ્નો વાપરવાથી મુઘલોના સિક્કાથી તેમના સિક્કા ઘણા અલગ તરી આવે છે. પરંતુ આ પ્રકારના એટલે કે મુઘલ બાદશાહોના નામવાળા સિક્કાઓ ઈ.સ. ૧૮૫૮ સુધી જ જોવા મળે છે. ઈ.સ. ૧૮૫૮
સમગ્ર ભારતમાં બ્રિટિશ રાજસત્તાનો ઉદય થતાં અંગ્રેજોએ તેમની સાથે સહાયકારી યોજનાઓ અને સંધિ દ્વારા પોતાનું રાજકીય આધિપત્ય જમાવ્યું અને રજવાડાંઓએ પોતાના રાજ્યના સિક્કા પાડવાનું ચાલુ રાખ્યું. પરંતુ પાછળથી અંગ્રેજોથી પ્રભાવિત થઈને કેટલાંક રજવાડાંઓએ પોતાના સિક્કા પર મુઘલ બાદશાહના નામને બદલે બ્રિટિશ શહેનશાહનું નામ લખાવા માંડ્યું. પણ બીજાં ઘણાંએ એમ ન કરતાં સિક્કા પોતાના નામથી જ પાડવા ચાલુ રાખ્યા.
અંગ્રેજોએ અનેક રજવાડાં પૈકી ૩૪ રજવાડાના સિક્કા પાડવાના હક્ક માન્ય રાખ્યા હતા, જેમાં જયપુર, જોધપુરે પોતાના સિક્કા પડાવ્યા હતા. જ્યારે ઉદયપુરે બ્રિટિશ શહેનશાહનું નામ લખવાને બદલે તેના સિક્કા પર “રતિ નંધન' લખીને સિક્કા પડાવ્યા, જે બ્રિટિશરો સાથેની મૈત્રીનું સૂચન કરે છે.
જયપુર, જોધપુર અને ઉદયપુર રાજયો પ્રજાસત્તાક ભારતમાં એકીકરણ થતાં સુધી પોતાના સિક્કા નિયમિતપણે છપાવતાં રહ્યાં. જોધપુર :
જોધપુરના મહારાજાઓએ સોનામાં ૧, ૧/૨ તથા ૧/૪ મોહર, ચાંદીમાં ૧, ૧/૨, ૧/૪ તથા ૧/૮ રૂપિયા અને તાંબામાં ૧ પૈસાથી ૧/૪ આના, ૧/૨ આનાના સિક્કા પડાવેલા હોવાનું જણાય છે.
જોધપુરના મહારાજા વિજયસિંહે ઈ.સ. ૧૭૬૧માં જોધપુરની ટંકશાળ સ્થાપી હતી. ઉપરાંત સુજત, નાગોર અને પાલીની ટંકશાળામાં પણ સિક્કા પાડવામાં આવતા હતા, જેમાં ઝાડ, કટાર જેવાં વિશિષ્ટ ચિહ્નો, તથા અગ્રભાગ પર દેવનાગરી અક્ષર અને પૃષ્ઠભાગ પર જે તે ટંકશાળના દરોગાની ટૂંકી સહી જોવા મળે છે. સિક્કાની બંને બાજુ અરબી-ફારસી લિપિમાં લખાણ જોવા મળે છે.
ભો.જે. વિદ્યાભવનમાં સંગૃહીત જોધપુરના મહારાજાઓ પૈકી સુમેરસિંહ, સરદારસિંહ, જશવંતસિંહ અને ઉમેદસિંહના સિક્કા મળે છે. જેમાં ૧ પૈસો, ૧/૪ આના, ૧ રૂપિયો અને ૧/૨ આનાના મૂલ્યના સિક્કા સંગૃહીત છે.
જશવંતસિંહ (ઈ.સ. ૧૮૭૩ થી ૧૮૯૫)ના સિક્કાઓમાં પૈસા, ૧/૨ આનાના મૂલ્યના તાંબાના સિક્કા સંગૃહીત છે. ૧/૨ નાના સિક્કાઓ આશરે ૨૦.૩ થી ૨૦ mg. સુધીનું વજન ધરાવે છે. જયારે સિક્કાનો વ્યાસ આશરે ૨,૧ થી ૨.૩ જોવા મળે છે. સિક્કા આકારમાં ગોળ છે. આ સિક્કાઓમાં અગ્રભાગમાં અરબીફારસીમાં લખાણ તથા વૃત્તાકારે ગોળ લીટી તથા નાનાં ટપકાં જોવા મળે છે. તરંગાકારે રેખાનું આલેખન હોય છે, જયારે પૃષ્ઠભાગમાં પણ અરબી-ફારસી ભાષામાં લખાણ તથા અરબી અંકોમાં ઈ.સ.નું વર્ષ આપેલું જોવા
* મ્યુઝિયમ-ઇન-ચાર્જ, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ-૯
સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬– માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only