________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગ દ્વારા ‘સંસ્કૃત અને આધુનિક વિજ્ઞાન' રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદના તૃતીય સત્રના અધ્યક્ષ સ્થાને તથા સમાપન સમારંભના અતિથિ વિશેષ તરીકે નિયામકશ્રી, ડૉ. આર.પી. મહેતા રહ્યા હતા.
• સંસ્થામાં આવેલ બ્રહ્મચારી વાડી સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ તા. ૧૦-૧-૨૦૦૭ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદના હૉલમાં ગુજરાત સંસ્કૃત પરિષદ દ્વારા યોજાયેલ ‘સંસ્કૃત ભાષાના નાટકોની સ્પર્ધા અને સંસ્કૃત ગરબાની સ્પર્ધા'માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન પાઠશાળાના મા. આચાર્ય શ્રીધરભાઈ વ્યાસે સંભાળ્યું હતું.
• શ્રી બ્રહ્મચારી વાડી સંસ્કૃત પાઠશાળા તથા શ્રી બૃહદ્ગુજરાત સંસ્કૃત પરિષદના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪-૧૨-૨૦૦૬, શનિવારે સંસ્કૃત મંડલગાન સ્પર્ધાનું આયોજન થયું હતું. શાળાઓ માટેની આ સ્પર્ધા શ્રી હ.કા.કૉલેજ હૉલમાં યોજાઈ હતી. જેમાં પ્રથમ ત્રણ ઈનામ ઉપરાંત આશ્વાસન ઇનામ પણ આપવામાં આવ્યા
હતા.
• શ્રી બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદની ૨૦૦૭ થી ૨૦૦૯ ના વર્ષો માટે નિર્વાચિત થયેલી વ્યવસ્થાપક સમિતિએ શ્રી બ્રહ્મચારીવાડી સંસ્કૃત પાઠશાળાના માનાર્હ આચાર્ય શ્રીધરભાઈ વ્યાસની સાંસ્કૃતિક સમિતિ તથા કર્મકાંડ પરીક્ષા સમિતિમાં સદસ્ય તરીકે પસંદગી કરી છે. અભિનંદન.
For Private and Personal Use Only
સામીપ્ટ : ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭