SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવ્ય ભાસ્કર, રાજસ્થાન પત્રિકા (હિન્દી), ગાંધીનગર સમાચાર, ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના પત્રકારો અને તસ્વીરકારોનો સહયોગ સાંપડ્યો હતો. વળી હ.કા. આર્ટ્સ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શ્રી નરેશ દવે અને શ્રીમતી જયશ્રી શુક્લ દવેએ પોતાની પ્રોડક્શન કંપની. ‘અમદાવાદ ઈનસાઈડ' દ્વારા સમગ્ર પ્રદર્શન, ગ્રંથાલય અને સંગ્રહાલયની વિડિયોગ્રાફી કરીને ગુજરાતની વિવિધ ચેનલો દ્વારા જનસમાજની જાણકારી માટે પ્રસારિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સમગ્ર વર્ષ દરમ્યાન દર્શાવવામાં આવનાર છે. તે સર્વનો સંસ્થા આભાર વ્યક્ત કરે છે. સંસ્થા દ્વારા યોજવામાં આવતી વિવિધ વિષયોની વ્યાખ્યાન શ્રેણીઓના ઉપક્રમે શ્રી અરૂણ મિલ્સ ચેરિટી ટ્રસ્ટના અનુદાનથી પ્રેરિત ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળા અન્વયે તા. ૧, ૨ અને ૩ ફેબ્રુ. ૨૦૦૭ના રોજ ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનના નિયામક ડૉ. વસંતકુમાર ભટ્ટ દ્વારા ભારતીય પુરાકલ્પન (Myth) : વિભાવના અને વ્યાપ' વિષય પર ત્રણ વ્યાખ્યાન આપ્યા હતા. આ પ્રસંગે સંસ્થાની પ્રકાશન પ્રવૃત્તિના ભાગરૂપ દી.બ્ર., પ્રો. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ સંશોધન ગ્રંથમાળા ગ્રંથ વસમો ‘મધ્યમ' ડૉ. રશ્મિકાન્ત મહેતા દ્વારા સંપાદિતનું ડૉ. વસન્તકુમાર ભટ્ટના હસ્તે તથા સંસ્થાશ્રિત જયેન્દ્ર નાણાવટી ફાઉન્ડેશન તરફથી પ્રકાશિત “પ્રભાસ' (પ્રભાસનાં જોવા યોગ્ય પ્રાચીન સ્થળો), શ્રી દિનકર મહેતા દ્વારા સંપાદિતનું ડૉ. રશ્મિકાન્ત મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. - સંસ્થાના નિયામક, ડૉ. આર.પી.મહેતા અતિથિ વિશેષ તરીકે તા. ૨૯-૧-૨૦૦૭ના રોજ હ. કા. કૉમર્સ કૉલેજના ૩૯મા વાર્ષિકોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. એમના હસ્તે વિવિધક્ષેત્રે સિદ્ધિ હાસલ કરનાર વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવ્યા હતા. • નિયામક, ડૉ. આર.પી.મહેતાના માર્ગદર્શન હેઠળ પંચાલ એકતા દિનેશચંદ્ર (હાલ લંડન)એ “શ્રી વિદ્યારણ્ય સ્વામી પ્રણીત શ્રી શંકર દિગ્વિજય એક સાહિત્ય અને દાર્શનિક અધ્યયન' વિષયમાં મહાનિબંધ તૈયાર કરી ગુજરાત યુનિવર્સિટીને સુપરત કરતાં તેઓને તા. ૧-૨-૨૦૦૭ના રોજ પીએચ.ડી.ની પદવી માટે માન્ય ગણવામાં આવેલ છે તે બદલ અભિનંદન. • તા. ૧૧-૨-૨૦૦૭ના રોજ બીએપીએસ, સ્વામિનારાયણ સંસ્થા, આણંદ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ નિયામકશ્રી, ડૉ. આર.પી. મહેતાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. • ‘શબ્દ સાધ' ૨૦૦૬, દુષ્યન્ત માર માર પડુતપિ સંગ્રહીન, મોપતિ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના ભારતીય ભાષાઓ અને સાહિત્યકારો અંગેનો પરિચય ગ્રંથ પ્રકાશિત કરવામાં આવેલ છે, જેમાં સંસ્થાના નિયામકશ્રી, ડો. આર.પી. મહેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. - સ્વાતંત્ર ભારતની આઝાદી માટેની પ્રથમ લડતની ૧૫૦મી જયંતિ વર્ષ-૨૦૦૭ની ઉજવણી માટે માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને મહાનુભાવોની રાજ્યકક્ષાની સમિતિની રચના કરવામાં આવેલ છે. સદર સમિતિના ' સદસ્ય તરીકે સંસ્થાના વરિષ્ઠ અધ્યાપક ડૉ. આર.ટી.સાવલિયાની નિયુક્તિ કરવામાં આવી છે. • ગુજરાત વિદ્યાસભા કારોબારી સમિતિની તા. ૧-૪-૨૦૦૭ થી ૩૧-૩-૨૦૦૯ સુધી બે વર્ષની મુદત માટે ડૉ. આર.ટી.સાવલિયાને કારોબારી સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. • તા. ૨૪-૨૫ ફેબ્રુ. ૨૦૦૭ના રોજ સરદાર પટેલ યુનિ. વલ્લભવિદ્યાનગર ખાતે અનુસ્નાતક સંસ્કૃત સંસ્થાવૃત્ત For Private and Personal Use Only
SR No.535841
Book TitleSamipya 2006 Vol 23 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy