SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇન્દ્રિયોનો સંયમ કરી મનુષ્યો દેહમાં જ આત્માને જુવે છે. દેહ નાશ પામે તો બુધ્ધિ ક્યાંથી સંભવે ? અને બુદ્ધિનો નાશ થાય તો જ્ઞાનીપણું ક્યાંથી સંભવે ? (ઉત્તરગીતા ૧/૫૪). ઉત્તરગીતામાં અપરોક્ષાનુભવ, દેહેન્દ્રિયોનો સંયમ વગેરે બાબતો જ્ઞાનના સંદર્ભમાં સમજાવી છે. કર્મ કે ભક્તિની વાતો એમાં ખાસ જોવા મળતી નથી. કર્મ અંગે ઉત્તરગીતા કહે છે કે, अनन्तकर्म शौचं च जपो यज्ञस्तथवैच । तीर्थयात्रादिगमनं यावतत्त्वं न विन्दति ॥ સર્વ કર્મો, અંદર અને બહારની શૌચક્રિયાઓ, મંત્રજાપ, યજ્ઞો અને તીર્થયાત્રાએ જવું વગેરે જ્યાં સુધી (પુરુષ) આત્મતત્ત્વ જાણતો નથી ત્યાં સુધી જ જરૂરી છે. (ઉ.ગી. ૨/૪૩) ટૂંકમાં ઉત્તરગીતામાં જ્ઞાનમાર્ગ પરની જ વિસ્તૃત ચર્ચા જોવા મળે છે. અલબત્ત, ઉત્તરગીતાએ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે દેહને ખૂબ જ મહત્ત્વનો ગણ્યો છે. તે જણાવે છે કે દેહમાં જુદી જુદી નાડીઓ છે જે પવિત્ર કર્મોથી પામી શકાય છે. दक्षिणे पिंडला नाडी वह्निमंण्डलगोचरा । देवयानमिति ज्ञेया पुण्यकर्मानुसारिभिः ॥ જમણા ભાગમાં અગ્નિમંડળ સુધી ગયેલી, પવિત્ર કર્મોથી પામી શકાય તેવી fપંપાના નામની નાડી છે. તે નાડી દેવયાન અથવા અર્ચિરાદિમાર્ગ કહેવાય છે. (ઉ.ગી. ૨/૧૧). બધી નાડીઓ પૈકી સૌથી મહત્ત્વની સુષુમ્મા અથવા બ્રહ્મનાડી છે. આ નાડીના આગળના ભાગમાં બ્રહ્મજયોતિ છે. આ સુષુમ્મા (કુંડલિની શક્તિ)ની અંદર જ સમગ્ર જગત સમાયેલ છે. तस्यान्ते सुषिरं सूक्ष्मं ब्रह्मनाडीति सुरभिः ॥ इडा पिङ्गलोयोर्मध्ये सुषुम्णा सूक्ष्मरूपिणी । तस्याग्रे सर्वगं सर्वं यस्मिन् सर्व प्रतिष्ठितम् ॥ તે બ્રહ્માંડના છેડે એક સૂક્ષ્મ છિદ્ર છે તેમાં ગયેલી નાડીને વિવેકી પુરુષે બ્રહ્મનાડી અથવા સુષુમ્માનાડી કહી છે, તે સુષુમ્માનાડી ઈડા ને પિંગલાની વચ્ચે અત્યંત સૂક્ષ્મરૂપે રહી છે. તેના અગ્રભાગે સર્વાત્મક, વિશ્વતોમુખ અને સર્વવ્યાપ્ત બ્રહ્મજયોતિ રહેલ છે. (ઉ.ગી. ૨/૧૪, ૧૫) सुषुम्णान्तर्गतं विश्वं तस्मिन् सर्व प्रतिष्ठितम् ॥ એમ સમગ્ર જગત તે સુષુમ્મા(કુંડલિની શક્તિ)ની અંદર તેમાં સમાઈને રહેલ છે. (ઉ.ગી. ૨/૧૮) વળી, દેહમાં જ તેના સાત અવયવોમાં સાત પાતાળલોક તથા દેહમાં જ સર્વ બ્રહ્માંડ રહેલા છે તેમ કહ્યું છે. अधः पदोऽतलं विधात्पादं च वितलं विदुः । नितलं पादसंधिं च सतुलं खङ्गमुच्यते ॥ महातलं च जानु स्यादुरुदेशे रसातलम् । कटिस्तलातलं प्रोक्तं सप्तपातालसंज्ञया । પગની નીચે અતલ લોક જાણવો; પગને વિતલ લોક કહે છે. પગની ઘૂંટી એ નિતલલોક છે. જાંઘ સુતલ' લોક કહેવાય છે, ગોઠણ મહાતલ છે. સાથળમાં રસાતલ કહેવાય છે અને કેડ તલાતલ કહેવાય છે. આ સાત અવયવો સાત પાતાળના નામે ઓળખાય છે. (ઉ.ગી. ૨૨૮, ૨૯) હું દિશિતઃ | સર્વ બ્રહ્માંડ દેહમાં જ છે. (ઉ.ગી, ૨/૨૬). ઉત્તરગીતા-જ્ઞાન દ્વારા બ્રહ્મપ્રાપ્તિ For Private and Personal Use Only
SR No.535841
Book TitleSamipya 2006 Vol 23 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy