________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તરગીતા-જ્ઞાન દ્વારા બ્રહ્મપ્રાપ્તિ
પ્રા. જ્યોસ્નાબહેન શાહ* ઉત્તરગીતા-પરિચય
ઉત્તરગીતા માત્ર ત્રણ અધ્યાયમાં રચાયેલી છે. ઉત્તરગીતાના સંપાદકો જણાવે છે તેમ ઉત્તરગીતા વિષે એવી માન્યતા પ્રવર્તે છે કે યુધ્ધ સમયે સાંભળેલ ગીતાજ્ઞાનની વિસ્મૃતિ થઈ જતાં અર્જુન આગળ જતાં તે જ્ઞાન ફરી સાંભળવાની ઇચ્છા શ્રી કૃષ્ણ પાસે દર્શાવે છે ત્યારે શ્રીકૃષ્ણ તેને ફરીથી સંક્ષેપમાં જે ઉપદેશ કહ્યો તે ઉત્તરગીતા છે. પરંતુ આ ગીતા મહાભારતના કોઈ પર્વમાં સમાવેશ પામી નથી, આથી ઉત્તરગીતાની રચના સ્વતંત્ર કૃતિ તરીકે હોવાનું સ્પષ્ટ થાય છે.
ભગવદ્ગીતાની જેમ ઉત્તરગીતા શ્રીકૃષ્ણ-અર્જુન સંવાદરૂપે રચાયેલી છે અને એ પ્રાય: અનુપ અને કવચિત્ ઉપજાતિ છંદના શ્લોકોમાં રચાયેલી છે. એના અધ્યાયોની પુષ્પિકાઓમાં અધ્યાયના અંતે માત્ર “ઉત્તરગીતામાં” તેમ લખેલું છે. વળી એમાં શ્રીકૃષ્ણની ઉક્તિના આરંભે ભગવદ્ગીતાની જેમ હંમેશાં “શ્રી ભગવાનુવાચ” એવો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. ઉત્તરગીતા જ્ઞાનયોગ અને બ્રહ્મપ્રાપ્તિ :
ઉત્તરગીતા ખૂબ જ નાનો ગ્રંથ હોવા છતાં તેમાં ભગવદ્ગીતાનો તાત્ત્વિક સાર સમાયેલો છે. માત્ર ત્રણ જ અધ્યાયમાં રજૂ થતી ઉત્તરગીતા આત્મા-પરમાત્મા તત્ત્વના સ્વરૂપને સ્પષ્ટ કરી બંને વચ્ચેના સંબંધનું નિરૂપણ બહુ સુંદર રીતે કરે છે. ભગવદ્ગીતામાં રજૂ થયેલો જ્ઞાનયોગ આપણને અહીં પણ જોવા મળે છે. ઉત્તરગીતા કહે છે :
घटाकाशमिवात्त्मानं विलयं वेत्ति तत्त्वतः ।
स गच्छति निरालं वं ज्ञानालोक्यं न संशयः ॥ જે જ્ઞાની મહાકાશમાં ઘટાકાશની પેઠે પોતાનો પરમાત્મામાં જ લય થયો છે, એમ યથાર્થ રીતે અનુભવે છે, તે જ્ઞાન વડે દર્શન કરવા યોગ્ય નિઃસંગ બ્રહ્મને અવશ્ય પામે છે (ઉત્તરગીતા ૨/૩૯)
ઉત્તરગીતામાં ભક્તિમાર્ગ કે કર્મમાર્ગ વિશે વધારે વિસ્તૃત ખ્યાલો જોવા મળતા નથી. અધ્યાય ૩, શ્લોક ૧૫ માં”પરમાત્મામાં (કેશવમાં) અચળભક્તિ” એવો ઉલ્લેખ છે. પરંતુ તે શ્લોકની વિગત જોતાં ત્યાં મુખ્ય ભાવ ધ્યાનયોગનો છે. ભક્તિનો નહિ.
निमिषं निमिषार्धं वा शीता शीतनिवारणम् ।
अचला केशवे भक्तिविभवै कि प्रयोजनम् ॥ ટાઢ, તડકો વગેરે દ્વન્દ્રો સહન કરીને એક ક્ષણ કે અર્ધી ક્ષણ પણ જો પરમાત્મામાં અચળ ભક્તિ રહે તો તેને વૈભવનું શું કામ છે ? અચલ ભક્તિ, પૂજા વગેરે બ્રહ્મ પ્રત્યે ધ્યાન કેળવવાના અર્થમાં વપરાયેલ છે. ઉત્તરગીતા તાત્વિકતા પર ભાર મૂકતી હોઈ અવ્યક્ત-નિર્ગુણ સ્વરૂપ પર વધારે ભાર મૂકે છે. અહીં કૃષ્ણ પહેલા પુરુષમાં પોતાનું વક્તવ્ય રજૂ કરતા નથી. પણ પરબ્રહ્મ કેવું છે? તેનો આત્મા સાથે કેવો સંબંધ છે ? પરબ્રહ્મને કેવી રીતે પામી શકાય ? વગેરે બાબતો ત્રીજા પુરુષમાં સમજાવે છે અને બ્રહ્મને પામવા માટે તત્ત્વજ્ઞાન પર ભાર મૂકે છે.
इन्द्रियाणां निरोधेन देहे पश्यन्ति मानवाः ।
देहे नष्टे कुत बुद्धिर्बुद्धिनाशे कुतो ज्ञता ।। * એફ-૪૨, સ્ટર્લિંગ સિટી, બોપલ, જિ. અમદાવાદ ૭૬
સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬-માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only