SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૈત્રક વંશમાં એકંદરે ૧૯ રાજા થયા. ત્રીજા રાજા દ્રોણસિંહે પરમભટ્ટારકના અનુમોદનથી ‘મહારાજ’ એવી રાજપદવી ધારણ કરી. પાંચમાં રાજા ગુહસેનના સમય લગભગ (ઈ.સ. ૫૫૫-૫૭૦)થી મૈત્રક રાજ્યનો અભ્યુદય થયો. આઠમા રાજા શીલાદિત્ય ૧લો-ધર્મદિત્યે પશ્ચિમ માળવા પર સત્તા પ્રસારી. અગિયારમો રાજા ધ્રુવસેન ૨ જો બાલાદિત્ય ઉત્તર ભારતના ચક્રવર્તી સમ્રાટ હર્ષથી પરાજિત થયો, પરંતુ પછી એને એ ચક્રવર્તીના જમાઈ થવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. એના પુત્ર ધરસેન ૪ થા (લગભગ ઈ.સ. ૬૪૩-૬૫૦) એ ‘૫૨મભટ્ટારકમહારાજાધિરાજ-૫૨મેશ્વર'ના પ્રચલિત મહાનું તેમજ એ ઉપરાંત ‘ચક્રવર્તી'નું બિરુદ ધારણ કર્યું. પંદરમા રાજાના સમયથી આ વંશના દરેક રાજા ‘શીલાદિત્ય' નામ ધારણ કરતા. આ રાજા શીલાદિત્ય ૩ જાએ ઈ.સ. ૬૭૬ માં ભરૂચ સુધી વિજયકૂચ કરેલી, પરંતુ બીજે વર્ષે એ પ્રદેશ નાંદીપુરી (નાંદોદ)ના ગુર્જરરાજવંશની સત્તા નીચે જતો રહ્યો. હવે મૈત્રક વંશની રાજસત્તાની પડતી થવા લાગી. સિંધના અરબી સૂબા-તરફથી સૌરાષ્ટ્ર પર આક્રમણ થયાં. આખરે ઈ.સ. ૭૮૮માં અરબી ફોજે વલભી પર દરિયાઈ હુમલો કરી રાજધાની વલભીનો તથા એના રાજવંશનો વિનાશ કર્યો. છતાં કહેવું જોઈએ કે મૈત્રક વંશે લગભગ ઈ.સ. ૫૭૦ થી ૭૮૮ સુધી અર્થાત્ ૩૦૦ થી વધુ વર્ષ સુધી પશ્ચિમ ભારતના ઘણા પ્રદેશ પર પોતાનું પ્રબળ શાસન પ્રવર્તાવેલું. સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં મૈત્રક રાજવીઓના આધિપત્ય નીચે ‘ગારુલક’ નામે વંશના રાજાઓએ લગભગ ઈ.સ. ૪૮૧ થી ૫૭૫ સુધી રાજ્ય કરેલું. આ પ્રદેશમાં ઈસ્વી ૮મી સદીના પહેલા ચરણમાં પુષ્યણ નામે સૈન્ધવ રાજાના કુલની સત્તા પ્રવર્તી. એ વંશની સત્તા ત્યાં અનુ-મૈત્રક કાલ દરમ્યાન પણ ચાલુ રહી. એની રાજધાની ધૂમલીમાં હતી. મૈત્રક કાલ દરમ્યાન ચીની મહાશ્રમણ યુ-આન-શ્વાંગે ઈ.સ. ૬૪૦ ના અરસામાં ગુજરાતમાં વલભી વગેરે સ્થળોની મુલાકાત લીધેલી. ત્યારે વલભી પાસેની દરિયાઈ ખાડી અંદર છેક વલભી સુધી વિસ્તરેલી હતી ને વલભીના બજા૨માં દેશવિદેશની વિરલ અમૂલ્ય ચીજો ઉપલબ્ધ હતી. એ પછી પચીસેક વર્ષે ભારત આવેલા ચીની પ્રવાસી ઇ-ન્સિંગે નોંધ્યું છે કે ચીનનાં નામાંકિત વિદ્યાપીઠો સાથે સરખાવી શકાય એવાં બે વિદ્યાપીઠ ભારતમાં છે-એક,મગધમાં રાજગૃહ પાસે નાલંદાનું અને બીજું સૌરાષ્ટ્રમાં વલભીમાં. આમ વલભી મૈત્રક કાલમા વેપાર વણજનું તેમજ ઉચ્ચ શિક્ષણનું નામાંકિત કેન્દ્ર હતું. મૈત્રક કાલ દરમ્યાન અહીં શૈવ ધર્મ તથા બૌદ્ધ ધર્મ ઘણા લોકપ્રિય હતા. ઉપરાંત ભાગવત, શાક્ત અને સૌર સંપ્રદાય પણ પ્રચલિત હતા. જૈન પ્રબંધોમાં જણાવ્યા પ્રમાણે વલભીમાં જૈન ધર્મ પણ લોકપ્રિય હતો. વલભીમાં ટ્ટિ નામે કવિએ એક બાજુ રામચરિતનું કથાકાવ્ય અને બીજી બાજુ શબ્દશાસ્ત્ર તથા કાવ્યશાસ્ત્રને લગતાં ઉદાહરણો આપતું શાસ્ત્ર કાવ્ય—એ બેના તાણાવાણાને વણી લઈ રચાતા દ્વિસંધાન મહાકાવ્યનો અવનવો પ્રકાર રચ્યો. સમસ્ત ભારતમાં રચાયેલાં આ પ્રકારનાં મહાકાવ્યોનો પ્રથમ નમૂનો આ કાવ્ય છે. કવિએ તો પોતાના કાવ્યનું નામ ‘રાવણવધ' રાખેલું, પરંતુ લોકોમાં એ ‘મટ્ટિાવ્ય’ તરીકે પ્રસિદ્ધ છે. આ મહાકાવ્ય વલભીમાં ધરસેન (૨જા કે ૩જો)ના સમયમાં અર્થાત્ ઈ.સ. ૫૭૮-૬૨૮ દરમ્યાન રચાયું હતું. મૈત્રકકાલમાં ગુજરાતમાં રચાયેલું બીજું મહાકાવ્ય છે. હરિવંશપુરાળ, જે દિગંબર આચાર્ય જિનસેન સૂરિએ વઢવાણમાં શક સંવત ૭૮૫ (ઈ.સ. ૭૮૩-૭૮૮)માં રચેલું. એમાં ૬૬ સર્ગોમાં યદુકુલના હિરના વંશમાં થયેલા અનેક મહાપુરુષોનાં ચરિત નિરૂપાયાં છે. મૈત્રક રાજ્યની રાજધાની વલભી સુરાષ્ટ્રના પૂર્વતટ પર વસેલી પ્રાચીન નગરી હતી. રાજ્ય તંત્રમાં રાજાનો અમાત્ય, મહાસામંત, મહાપ્રતી હાર, મહાદંડનાયક વગેરે. ઉચ્ચ અધિકારીઓ મદદ કરતા. રાજ્યના વહીવટી વિભાગોમાં આહાર, વિષય, પથક, સ્થલી વગેરે મોટા નાના વિભાગ હતા. જમીનની માપણી ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ : મૈત્રક અને અનુ-મૈત્રક કાલ For Private and Personal Use Only ૭૩
SR No.535841
Book TitleSamipya 2006 Vol 23 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy