SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 ,,,, પડે. એ નવરાશ માટેની જરૂરી પાર્શ્વભૂમિકા પણ આ પથ્થરનાં ઓજારો સૂચવી જાય છે. આમ પથ્થરનાં ઓજારોની બનાવટ, ઉપયોગ ઇત્યાદિની પ્રક્રિયાનો વિચાર કરતાં તેના ઘડતર પરથી પથ્થરો મેળવવામાં રાખવામાં આવતી સાવધાની તથા કુદરતી પરિસ્થિતિમાં ઓજારો બનાવવા માટે મળતા પથ્થરોનો કરકસરભર્યો ઉપયોગ કરવાની કુશળતા વધતી જતી નજરે પડે છે. તેથી સમજાય છે કે પોતાની જરૂર પ્રમાણે માણસો ઓજારો બનાવતા અને વાપરતા. હાડકાંનાં વિવિધ સાધનો પૈકી અણી, ભાલોડ, અંજનશલાકા જેવાં સાધનો તથા સોય, કોતરણી માટેનાં સાધનોથી મનુષ્યની કેટલીક કારીગરીનો ખ્યાલ આવે છે. તેમાં સોય-સાદી અને નાકાવાળી મળતાં તેની મદદથી થતાં સિવણકામ, ભરતકામ વગેરેનો ખ્યાલ આવે છે. આ સાધનોથી મનુષ્યો માત્ર ઉપયોગી વસ્તુઓ ઉપરાંત કલાનાં તત્ત્વોવાળી વસ્તુઓ પણ બનાવતા હોવાના પુરાવા પ્રાપ્ત થાય છે. આમ પથ્થર અને હાડકાંનાં ઓજારો મનુષ્યની બુદ્ધિ દ્વારા કુદરતમાં મળતી વસ્તુઓનો પોતાના ઉપયોગ માટે જરૂરી ફેરફાર કરવાની શક્તિ દર્શાવે છે અને તેમાં કારીગરીની વિવિધ શક્તિઓ દર્શાવે છે. પરંતુ તે કારીગરીનો વધુ વિકાસ અગ્નિના ઉપયોગથી કૃત્રિમ પદાર્થો બનાવવાથી થતો નિહાળાય છે. અગ્નિનો ઉપયોગ મનુષ્યો રાંધવામાં લાંબા વખતથી કરતા હોય એમ બળેલાં હાડકાંઓ પરથી દેખાય છે. સીનથ્રોપસ નામની મનુષ્ય જેવાં પ્રાણીઓની જાતિ હતી. ચીનમાં પેકિંગ નજીક ચાઉકાઉ-ટખની ગુફામાં રહેતી. આ ગુફામાંથી બનેલાં હાડકાં મળી આવવાને કારણે અનુમાન કરવામાં આવે છે કે તે અગ્નિનો ઉપયોગ કરતી હશે. આમ આદિ માનવ કુદરત આપે તેવો શિકાર કરીને ખોરાક પ્રાપ્ત કરતો અને સંગ્રહ કરતો. ઉપલા પ્રાચીન પાષાણયુગમાં આશરે ૨૫,૦૦૦ વર્ષો પૂર્વે ક્રોમેગનન, રોડેસિયન અને નિએન્ડરથલ નામની મનુષ્ય જાતિઓ પૃથ્વી પર હતી. નીચલા પાષાણયુગના હિમયુગોમાં ૪,૦૦,૦૦૦ વર્ષો પૂર્વે પિથેકેથ્રોપસ, હેઈડલબર્ગ વગેરે નામની માનવજાતિઓ પૃથ્વી પર હતી. નિએન્ડરથલ નામની વિચિત્ર મનુષ્યજાતિ આધુનિક મનુષ્ય કરતાં જુદી હતી. માનવ સંસ્કૃતિમાં આ જાતિએ પણ ફાળો આપ્યો છે. આ જાતિ ફળાં જેવાં હથિયારો તથા પથ્થરના કડા કરીને કે છોલીને જુદી જાતનો ઓજારો બનાવતી. આ જાતિના માણસો એકત્રિત થઈને વ્યવસ્થિત સમૂહોમાં શિકાર કરતા. આમાંથી સામાજિક સંગઠન થયું હશે. પ્રાચીન પાષાણયુગમાં મુડદાંને કબરોમાં દાટવામાં આવતાં. તે કબરો ઘર તરીકે ઉપયોગમાં લેવાતી. ગુફાઓમાં પણ કબરો કરવામાં આવતી. કબરમાં શબ પાસે માંસ તથા ઓજારો રાખવામાં આવતાં, કારણ કે એવી માન્યતા પ્રચલિત હતી કે મૃતઆત્માઓને પણ વસ્તુઓની જરૂર પડે છે. આ યુગનાં ઓજારો સીરિયા, ભારત, ચીન, સાઈબિરિયા વગેરેમાંથી મળી આવ્યાં છે. • પ્રાચીનાશ્મ યુગના મનુષ્યોના જીવનનિર્વાહમાં બારેમાસ પાણી મળી રહે તેવા વિસ્તારો અને તેની સાથે તેમનાં સાધનો બનાવવા માટે જ્યાં પથ્થરો મળતા હોય તેવાં સ્થળોએથી તેમના વસવાટનાં એંધાણ મળે છે. ભારતમાં મળેલા પ્રાચીનામ યુગનાં ઓજારોનાં સ્થળો તપાસતાં સમજાય છે કે આ યુગના લોકો નદીકિનારે અથવા તેનાથી થોડે દૂર, મોટે ભાગે રહેતા હતા. સમગ્ર દષ્ટિએ વિચાર કરતાં સમજાય છે કે જ્યાં કુદરતી ગુફાઓ કે નાના ડુંગરોની આડમાં પ્રાચીનાશ્મ યુગથી મનુષ્યો રહેતા જયાં આવી પરિસ્થિતિ ન હોય ત્યાં ઝાડને આશ્રયે કે ખુલ્લામાં તેઓ રહેતા. પ્રાચીનામ યુગથી અંત્યામ યુગ સુધીના અવશેષો આવી પરિસ્થિતિમાં મળે છે. પ્રાચીનામ યુગના અવશેષો તપાસતાં એક હકીકત સ્પષ્ટ થાય છે કે તે યુગના પદાર્થોમાં સ્થાનિક પદાર્થો વપરાયેલા હોય છે. આ પરથી જણાય છે કે પ્રાચીનાશ્મ યુગમાં સામાન્યતઃ મનુષ્યને બીજા પ્રદેશો પર પોતાના યોગક્ષેમ માટે આધાર રાખવો પડતો ન હતો, તેથી આ યુગમાં જ્યારે મનુષ્યો સ્થળાંતર કરીને બીજા પ્રદેશમાં જતા પુરામ, મધ્યમ અને નવામકાલીન સંસ્કૃતિના મુખ્ય લક્ષણો ૪૭ For Private and Personal Use Only
SR No.535841
Book TitleSamipya 2006 Vol 23 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy