________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચ્ચે એક નસવાળી હોય છે. પરંતુ ગાભ નાનો થાય ત્યારે તેની પરથી બે નસવાળી પતરીઓ પણ નીકળે છે, તેથી પતરીઓ તપાસતાં તેની ઉપરથી નસો તથા તે ફોડવાની પદ્ધતિ બાબત અનુમાન થઈ શકે છે.
આમ, પથ્થરો ફોડવા માટે વપરાતી વિવિધ પદ્ધતિઓ જોતાં તેમાં પથ્થરમાંથી વધુ પતરીઓ કાઢવાની રીત વિકસતી ગઈ છે. તેની પરથી મનુષ્યની બુદ્ધિ માટે અનુમાન કરી શકાય કે શરૂઆતમાં મનુષ્યની તેની તાત્કાલિક જરૂર પૂરી પાડવા માટે ઓજારો ઘડવાની આવડત વિકસી છે, અર્થાત્ તેની કારીગરી અને વિચાર કરવાની શક્તિમાં સારો વિકાસ થયો હતો. આ પરિસ્થિતિનો ખ્યાલ ઓજારોના ઘાટ પરથી પણ આવી શકે છે.
અશ્મ ઓજારો પૈકી અશ્મભુરિકા, અશ્મકુઠાર લાંબો વખત વપરાયાં, પરંતુ તેની સાથે ચાલુ થયેલી પતરી વાપરવાની પરંપરામાં પતરીમાંથી જુદાં જુદાં સાધનો બનાવવાની પરંપરા વિકસતી ચાલે છે. આ પરંપરામાં મળી આવતાં સાધનોમાં જાતજાતની ખુરપી અથવા છોલવાનાં સાધનો ઘણાં મળે છે. આ સાધનો મોટે ભાગે એક બાજુ પર કે જુદી જુદી બાજુ પરની ધાર અને તેના ઉપયોગથી ઓળખાય છે. જેમ કે, પાર્શ્વખુરપી, અન્તઃખુરપી, અન્તર્ગોળ ખુરપી, બહિર્ગોળ ખુરપી વગેરે વિશિષ્ટ બનાવેલી હોય છે. ઘણીવાર જાતજાતના ગર્ભોનો પણ આ કામમાં ઉપયોગ થતો જોવા મળે છે. પ્રમાણમાં નાનાં ઓજારો વડે લાકડાં, વાંસ કે એવા પદાર્થો પર કામ થતું હોવાની કલ્પના છે.
આ ઓજારોના વિકાસ પછી પતરીઓ પરથી હાલનાં ચપ્પનાં પાનાં જેવાં ઓજારોના ભાગો ત્રિકોણ, અર્ધચંદ્ર, સમબાજુ, ચતુષ્કોણ વગેરે ઘાટનાં પથ્થરનાં સાધનો મળે છે. આ સાધનો પ્રમાણમાં ઘણાં નાનાં હોય છે તેથી તે હાથમાં પકડીને વાપરવાને બદલે કોઈ હાથા પર ચડાવીને વાપરતા હોવાનો અભિપ્રાય જોવામાં આવે છે. આ જાતનાં પથ્થરનાં ઓજારોની વપરાશ તાંબા અને કાંસાનાં ઓજારોની સાથે તથા પથ્થરને ઘસીને ધાર કાઢીને બનાવેલાં નવાશ્મ ઓજારો સાથે થતો નજરે પડે છે. - પથ્થરનાં ઓજારોની ધાર સખત અને લાંબો વખત ચાલે એવી બનાવવા માટે પથ્થરને ઘસીને આખી ધાર સીધી કરવામાં આવે છે. પથ્થરને બીજા પથ્થર પર જરૂર પડ્યે રેતીની મદદથી ઘસીને તેની ધાર વ્યવસ્થિત કરવામાં આવે છે. આ જાતનાં પથ્થરનાં ઓજારો ઉપરોક્ત ત્રિકોણ વગેરે કરતાં ઘણાં મોટાં હોય છે, અને તેથી તે જલદીથી મળી આવે છે. પથ્થરનાં ઓજારોના ઘડતરમાં ધાર કાઢવાની આ વિશિષ્ટ પદ્ધતિવાળાં ઓજારો લીસાં અને ચમકતાં હોય છે, તેથી તેને Polished Stone Tools (પોલીડ સ્ટોન ટુલ્સ) તરીકે ઓળખવામાં આવે છે. આ ઓજારોમાં કહાડી, વાંસલા, કોદાળી, છીણી, હથોડી જેવાં વિવિધ ઓજારો પ્રાપ્ત થયાં છે. આવાં ઓજારોની સાથે ક્યારેક તાંબા કે કાંસાનાં ઓજારો તેના ઉપલા થરમાંથી મળે છે.
ઓજારો ઉપરાંત પથ્થરનાં વાટવાનાં સાધનો નિશા, નિશાતરા વગેરે પણ પ્રાગૈતિહાસિક કાળમાં મળવાની શરૂઆત થાય છે. તેની વપરાયેલી ઉપરની સપાટીના ઘસારાને લીધે તે ઓળખાય છે.
પ્રાગિતિહાસમાં પથ્થરની આ વસ્તુઓ ઉપરાંત અસ્થિ અથવા હાડકાં મળે છે. તેમાં મોટે ભાગે મજબૂત અને લાંબો સમય ટકી શકે એવાં હાડકાં, છિપોલીઓ વગેરેનો સમાવેશ થાય છે. હાડકાંનો મોટો ભાગ મનુષ્યોએ મારેલાં અને ખાધેલાં જાનવરોના ભાગો હોય છે, જયારે મનુષ્યનાં હાડકાં ઘણાં ઓછા પ્રમાણમાં મળે છે.
હાડકાંમાંથી બનાવેલાં ઓજારો પણ મળી આવે છે. તેમાં નાની ખુરપી, ભાલોડા તથા સાબરશીંગની કોદાળીઓ જેવા ઘણાં ઓજારો હોય છે. આ ઓજારો અશ્મયુગોના ઉત્તરાર્ધમાં મળે છે અને તેના અધ્યયનથી તત્કાલીન કુદરતી પરિસ્થિતિ તેમજ મનુષ્યો અને પશુઓ તેમજ ઈતર જીવો સાથેના સંબંધો સમજવામાં ઘણી સહાય મળે છે.
- પથ્થરનાં આ ઓજારોની પ્રક્રિયા વધુ કરકસરયુક્ત છે, તેથી તેમાં સાધનોનો વધુ કુશળતાપૂર્વક ઉપયોગ થતો હોવાની માન્યતા સકારણ ગણાય. તદુપરાંત પથ્થરનાં ઓજારને ઘસીને ધાર કાઢવા માટે વધારે નવરાશની જરૂર
સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only