SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઐતિહાસિક ઉપક્રમ નોંધનીય છે. કોઈ એક વ્યક્તિના જીવનચરિતને ઇતિહાસના સાધન તરીકે ગણીને સમગ્ર તથા અધ્યયન-સંશોધનની કપરી કામગીરી પૂર્ણ કરી, ગ્રંથ સ્વરૂપે પ્રગટ કરવાનું ભગીરથ કાર્ય રસિલાબહેન કડિયાએ કર્યું છે. એમનો એ સ્વાધ્યાય નિચોડરૂપે આ ગ્રંથમાં પ્રસિદ્ધ થયો છે. કુલ ૬ પ્રકરણ અને ૧૧ પરિશિષ્ટો ધરાવતા આ ગ્રંથમાં ઈ.સ. ૨૦૦૧ થી ઈ.સ. ૨૦૦૫ દરમિયાન લેખિકા સાથે શ્રી લક્ષ્મણભાઈ ભોજકના થયેલા વાર્તાલાપનું દસ્તાવેજીકરણ થયેલું છે. જેમાં દર્શાવેલ તારીખવાર ઘટનાક્રમનું વિગતપૂર્ણ અવલોકન, વિશ્લેષણ અને વિવરણ લેખિકાના હસ્તપ્રત વિદ્યાના ઊંડા અભ્યાસની છાપ ઉપસાવે છે. અહીં શ્રી લક્ષ્મણભાઈના જીવન-કાર્યના નિરૂપણમાં ઉપલબ્ધ મહત્ત્વની તમામ ઘટના-પ્રસંગોનું વિગતપૂર્ણ વ્રણન આપ્યું છે. અને જે તે પ્રવૃત્તિઓની વિશેષતાઓ મુદ્દાસર નિરૂપી છે. પરિશિષ્ટોમાં શ્રીલક્ષ્મણભાઈની કોઠાસૂઝ અને અધ્યયન-સંશોધનના નિચોડરૂપ કાર્યોની વિગતો પ્રગટ કરીને ગ્રંથને વિશદ્ બનાવ્યો છે. ભારત અને ગુજરાતની હસ્તપ્રત વિદ્યાના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનાર શ્રી લક્ષ્મણભાઈ ભોજકને લગતો આ ગ્રંથ આ વિષયમાં પ્રથમ પ્રસ્થાન છે. આવા એક પ્રેરક પ્રસ્થાન માટે હું આ ગ્રંથના લેખિકા શ્રીમતી રસિલાબહેન કડિયાને હાર્દિક અભિનંદન આપું છું. ને આ દિશામાં તેઓ ઉત્તરોત્તર આવા અન્ય ઉપયોગી પ્રદાન કરતા રહે એવી આશા રાખું છું. ડૉ. આર.ટી.સાવલિયા વરિષ્ઠ અધ્યાપક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ વિને શ્યન્ત (સંસ્કૃત અભ્યાસલેખોનો સંગ્રહ), લેખક : ડૉ. રવીન્દ્ર ખાંડવાળા, પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, પ્રથમવૃત્તિ - ઈ.સ. ૨૦૦૫, મૂલ્ય : રૂા. ૬૦-૦૦. ‘ત્તેિ શ્યન્ત’ એ ડૉ. રવીન્દ્ર ખાંડવાળાના સંશોધન લેખોનો સંગ્રહ છે. ઈ.સ. ૧૯૯૮ થી શરુ થયેલ સંશોધનયાત્રાનું આ એક ફળ છે. આ ગ્રંથનું શીર્ષક જ લેખકની બહુશ્રુતતા પ્રતિપાદિત કરે છે. ડૉ. રવીન્દ્રએ અહીં વેદકાળથી આરંભીને આધુનિક સમય સુધીની સંસ્કૃત સાહિત્યની સિદ્ધિઓ વૈદૂષ્યપૂર્ણ તયા રજૂ કરી છે. અત્યાર સુધી વણખેડાયેલા એવા તત્રશાસ્ત્રના માર્ગમાં ડૉ. રવીન્દ્રએ પ્રશંસાપાત્ર કાર્ય કર્યું છે. શ્રુતિમાં શાક્તતત્રના મૂળ શોધતો એમનો અભ્યાસ લેખ “શાક્તતત્રોને શ્રુતિનું સમર્થન'ના શીર્ષકથી તૈયાર થયેલ છે. જે ઓરિએન્ટલ કોન્ફરન્સ, ૨૦૦૪, વૈદિક વિભાગમાં પ્રસ્તુત થયો હતો, તે આ ગ્રંથનું પ્રથમ પુષ્પ છે. ત્યારબાદ શાક્તતત્રોના પરિપ્રેક્ષ્યમાં ‘બિંદુ' (શૂન્ય)નું પણ અધ્યયન કરેલ છે. ઉપરાંત સ્વધર્મના પાલનના નવા સિધ્ધાન્તના રૂપમાં ગીતાની પ્રણાલિકાભંજકતાનો લેખ, વૈદિક વાક ની ઉત્પત્તિ, તેનો મહિમા અને તેનું તાત્રિક અર્થઘટન, જોઈ શકાય છે. વળી, શ્રીમદ્ ભગવદ્ગીતાના પ્રાપ્ય એવા ગુજરાતી સમશ્લોકી અનુવાદો ઉપરના અભ્યાસલેખમાં તેમણે વીસ જેટલાં અનુવાદકો નોંધ્યા છે. અહીં ઉદાહરણ માટે એક જ શ્લોકના દરેક અનુવાદકે કરેલ અનુવાદ પણ દર્શાવ્યા છે. મળ વેદાન્ત વિષયના અભ્યાસ એવા ડૉ, રવિન્દ્ર અધ્યાસવાદ અથવા “ખ્યાતિપંચક કઈ રીતે વિર શકે ? અધ્યાસનું લક્ષણ, શંકરાચાર્યએ દર્શાવેલા અન્ય દાર્શનિકોના અધ્યાસ વિશેના મત, પંચખ્યાતિ વગેરે ૧૦૨ સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬ માર્ચ, ૨૦૦૭ For Private and Personal Use Only
SR No.535841
Book TitleSamipya 2006 Vol 23 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy