SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. નાટકમાં એક ભાષા તે લેખકની, બીજી ભાષા તે દિગ્દર્શકની અને મંચન સમયે નટ-નટીઓની શરીર ચેષ્ટા ભાષાનું નવું પરિમાણ ઊભું કરે છે અને એ રીતે નાટકના અર્થને પ્રેક્ષકો સુધી વિશિષ્ટ રીતે પહોંચાડે છે. ડૉ. કડકિયાએ આ પ્રકારના રંગભૂમિ માટેના અત્યંત મહત્ત્વના મુદ્રાની છણાવટ કરતાં ભાષાવિજ્ઞાન, ધ્વનિ સંકેતોનો અભ્યાસ કરી ઓછી ભાષા, ઓછા સંવાદો, ઓછા શબ્દોથી પણ નાટકની ઘટના કે પ્રસંગ ઉપસી શકે છેએ વાત બરોબર ઘૂંટીને, સમજીને, પ્રીછીને, તાવીતાવીને કરી છે. મૂક અભિનય એ પણ થિયેટરનું જ એક અંગ છે. એક ઘટક છે. થિયેટરને શબ્દ સિવાય પણ અલગ અને આગવી ભાષા છે એ મુદો ચર્ચતાં તેઓ પશ્ચિમના વિદ્વાનો સાથે ગુજરાતના આ દિશાના તજજ્ઞોને પણ નોંધે છે. એમનો અભ્યાસ કરે છે. એમણે અદ્યતન નાટકોની રગ પણ બરોબર પકડી છે. નાટકના રચનાકર્મને પણ ભાષાના દૃષ્ટિકોણથી તપાસ્યો છે. ભાષાનો વિષય ચર્ચતાં, એને હાથ પર લેતાં વિવેચક કડકિયાની હાજરી સતત વર્તાય છે. તેઓ છટકી જતા નથી. પોતાના વિચારોને પુષ્ટ કરવા, તાજગી અર્પવા તેઓ સંદર્ભોનો સંતર્પક ઉપયોગ કરી ચર્ચાને રસપ્રદ બનાવે છે. પશ્ચિમના કે આપણા નાટકો કે એકાંકીના પરિશીલનને અંતે તેઓ આ પ્રમાણે નોંધે છે. આપણું સદભાગ્ય છે કે આપણને નાટકમાં ભાષા સિદ્ધ થતી જોવા મળે છે. ભાષા નાટકોનો ટેકો છે. ટેકો કાઢી નાખવામાં આવે તો પણ ટેકા વગરની ક્રિયામાં શક્તિ છે. એક મૂંગા માણસનું જ્ઞાન-વિજ્ઞાન ભાષા પર અવલંબતું નથી. મૂળમાં પરંપરિત રીતે આપણે સબળપણે ભાષાથી ટેવાયા છીએ; એટલે ભાષા વગર વાટક થાય જ નહીં એવી ધારણામાં વિહરીએ છીએ.” એક સહૃદય ભાવક અને વિવેચક તરીકે તેઓ ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ વિદ્વાન કે.કા.શાસ્ત્રીને પૂરી અદબ અને આદરથી એમના નાટ્યક્ષેત્રના કર્તુત્વનું સભર આલેખન કરે છે. સને ૧૯૩૭-૩૯માં ગુજરાત સાહિત્યસભાએ રંગભૂમિ પરિષદ-પહેલું અધિવેશન ભર્યું હતું. આ અધિવેશનને વિદ્વાનવર્ય શાસ્ત્રીજીનો સક્રિય સહકાર હતો. તેઓ નાટકના ઉત્તમ અભ્યાસી હોવા ઉપરાંત સહૃદય પ્રેક્ષક પણ છે. શાસ્ત્રીજીએ નાટક ભજવ્યું નથી પરંતુ એક જાણીતા નટના ઉચિત કાકુઓનું પ્રેરક પૃથક્કરણ કરી બતાવી ભજવાતા નાટક, અભિનયવ્યાપાર સાથે પોતાની નાટ્યવિદ્યાની વિરલ જાણકારીનો પરિચય એક અભ્યાસલેખમાં કરાવ્યો છે. સંસ્કૃત નાટકોના અનુવાદક તરીકે શાસ્ત્રીજી હંમેશાં મૂળ ગ્રંથને પૂરેપૂરા વફાદાર રહે છે. સળંગ અંકોને પ્રવેશો-દશ્યોમાં વિભક્ત કરવાનો તેમજ શ્લોકોને સરળ ગદ્યમાં ઢાળવાનો પણ પ્રયત્ન કરે છે. એમનું ભાષા જ્ઞાન પણ એમને ઉપકારક રહે છે. અનુવાદ કરતાં ગુજરાતી ભાષામાં ઉતરી આવેલા તત્સમ તળપદા તેમજ અન્ય ભાષાના સંપર્ક આવેલા શબ્દો તેમજ તેની વિશિષ્ટ લઢણો તેઓ કુશળતાથી વાપરે છે. એમના અનુવાદો સરળ છે. સંસ્કૃત જેવા અઘરા નથી. એમના અનુવાદોની બીજી વિશેષતા તે તેમના અનુવાદો કોઈ પણ બોલી અથવા ભાષાનું એના ગ્રામીણ તત્ત્વોમાંથી ઊર્વીકરણ કઈ રીતે શક્ય છે એના બોલતાં ઉદાહરણ છે. શાસ્ત્રીજી વિવિધ ભાષાઓના અભ્યાસી છે; એટલે એમણે કરેલા અનુવાદ સ્વર-વ્યંજનના ભેદને અને શબ્દરચનામાં એના ઉચિત સ્થાને ગોઠવાય છે. નટ સહેલાઈથી પામી શકે, ઉચ્ચારી શકે, પ્રેક્ષક સુધી એનો અભિપ્રેત અર્થ પહોંચે એવી રજૂઆતની શૈલીને કારણે એમના અનુવાદો આપણી રંગભૂમિનું ગરવું પ્રકરણ છે. શાસ્ત્રીજી મૂળે આપણી પ્રાચીન નાટ્ય પરંપરાના બહુશ્રુત અભ્યાસી છે. એમણે પૌરાણિક અને પુરાણભાસી લઘુનાટિકાઓ તેમજ સામાજિક અને ઐતિહાસિક લઘુનાટિકાઓ પણ આપી છે. નાટક વિશે એમણે અધિકૃતપણે શાસ્ત્રીય ચર્ચાઓ પણ કરી છે. શાસ્ત્રીજીની નાટ્યગૃહ વિશેની શાસ્ત્રીય મીમાંસામાં પણ આપણે એમના ધીર-લલિત અને મૌલિક અભ્યાસીનું જ સ્વરૂપ જોઈ શકીએ છીએ. કદાચ શાસ્ત્રીજીની આવી બહુમુખી વિશિષ્ટ નાટ્યપ્રતિભાનું આ પ્રકારનું આલેખન અહીં પ્રથમવાર જોવા મળે છે. અનુવાદક, મૌલિક નાટ્યકાર અને ખાસ કરીને સંસ્કૃત નાટ્યના ગૂઢાશયને સંજ્ઞા દ્વારા પ્રગટ કરવાની એમની મૌલિક પદ્ધતિને સમીક્ષકે યથાશક્ય પ્રગટાવવાનો સ્તુત્ય પ્રયત્ન કર્યો છે. સર્વસામાન્ય રીતે ગુજરાત શાસ્ત્રીજીને એક વિરલ અભ્યાસી, ગંભીર પ્રશાંત સુકોમળ ચિત્ત અવસ્થાવાળા વિદ્વાન તરીકે સ્વીકારે છે. નાટ્યક્ષેત્રે પણ તેમનું વિશિષ્ટ પ્રદાન છે. એ ઘટના સંસ્કૃત નાટકનું પૂર્વરંગ હોય એ રીતે શ્રી કડકિયાએ આલેખી છે. રાસ-ગરબા અને થિયેટર-આ લેખ થિયેટરના ઉત્કર્ષને જ કેન્દ્રમાં રાખી લખાયેલા સ્વાધ્યાય છે. ગુજરાતના ગ્રંથ-સમીક્ષા) [૭૧ For Private and Personal Use Only
SR No.535817
Book TitleSamipya 2000 Vol 17 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy