________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથ-સમીક્ષા
‘અભિનીત’, પ્રકાશક : ડૉ. કૃષ્ણકાંત કડકિયા ટ્રસ્ટ, એમ. ૮૨/૩૮૫, ‘સ્વરૂપ’, સરસ્વતીનગર, આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૧૫, બીજી આવૃત્તિ - ૨૦૦૧, કિં. રૂા. ૯૦-૦૦,
વિવેચનસિદ્ધાંત કે વિવેચનની દાર્શનિકપીઠિકાની ચર્વિત ચર્વણામાં પડ્યા વગર નાટક અને રંગભૂમિ વિશે પોતાના દૃષ્ટિકોણથી લખનાર ડૉ. કૃષ્ણકાંત કડકિયા આ ગ્રંથમાં રંગભૂમિની ભાષા, નાટ્યસાહિત્યમાં કે.કા.શાસ્ત્રીનું પ્રદાન, રાસગરબા અને થિયેટર, બાપુલાલ નાયક, ભવાઈ, થોડાં આંસુ થોડાં ફૂલ જેવા વૈવિધ્યસભર વિષયો પર પૂરેપૂરી સક્રિયતાથી અવલોકન કરો છે. એમણે પસંદ કરેલા વિષયના બે પ્રકાર છે. એક તે નાટ્ય ઘટક કે અંગ અને તે અંગેની વિસ્તૃત છણાવટ અને બીજો તે અભિનેતા કે દિગ્દર્શકનું થિયેટરના સંદર્ભે કર્તૃત્વ અને તે અંગેનું મૂલ્યાંકન લક્ષી અધ્યયન.
તેમની પાસે સભાન વિવેચકની ન્યાયપૂર્ણ દૃષ્ટિ છે. પસંદ કરેલા વિષયોને તેઓ પ્રામાણિકતાથી તપાસે છે. તેમણે કંઈક અંશે જૂદી રીતે ખેડાયેલા વિષયોની ઝીણાવટપૂર્વક અવલોકના કરતાં પોતાની આગવી મુદ્રા અંકિત કરી છે. આ આગવી મુદ્રા એટલે જે તે વિષયનો જ્યાં બની શકે ત્યાં પ્રત્યક્ષ અનુભવ લઈ વિષયમાં પ્રવેશ કરવો. માત્ર માહિતીનો ખજાનો ખોલવો નહિ, પરંતુ માહિતીમૂલક સામગ્રીનો સર્વાંશે અભ્યાસ કરવો. રંગભૂમિની આસપાસ એક વર્તુળ રચી, રસજ્ઞોને એમાં સાથે જોડવા. સંશોધકનું ધૈર્ય એમને દુર્લભ સામગ્રી મેળવી આપે છે. આ સામગ્રી તેમને રંગભૂમિને વિવિધ પરિપ્રેક્ષ્યમાં જોવામાં મદદ કરે છે. તેમની વિષય અંગેની સજ્જતા પ્રશંસનીય છે. તેઓ ભજવણી અંગે પૂરી ઘનતા ધરાવતા નાટ્યવિવેચક છે.
આપણી રંગભૂમિનું ગૌરવ આપણું છે. એ ગૌરવ ગુજરાતીઓનું છે. જેમાં આપણું પોતીકાપણું પ્રગટ થાય તે આપણી રંગભૂમિ. આપણા મલકના માનવીઓએ નાટ્યક્ષેત્રે જે કંઈ ઉપજાવ્યું તે આપણો કલાવૈભવ, તે આપણો સમૃદ્ધ વારસો. અહીં કડકિયાએ ગુજરાતની ‘અસ્મિતા'ને કેન્દ્રમાં રાખી છે. આપણે જન્મે ગુજરાતી છીએ. અને જે ભાષા બોલીએ છીએ તે પણ ગુજરાતી છે. આપણા સંસ્કાર પણ ગુજરાતી છે. ‘અસ્મિતા' શબ્દ આપણી મનોદશાનો સૂચક છે. ગુજરાતી રંગભૂમિના ઘડતર પરિબળ તરીકે જે ભાષા પ્રગટી તે લોકનાટ્યમાંથી, પછી રંગભૂમિના નાટકોમાંથી, રાસ-ગરબાને પણ પોતીકું લયબદ્ધ ભાષા સ્વરૂપ છે.
શ્રી કૃષ્ણકાંત કડકિયાએ રંગભૂમિની ભાષાની ચર્ચા કરતાં ઝીણવટભર્યો અભ્યાસ, એનું પૃથક્કરણ સર્દષ્ટાંત રજૂ કર્યાં છે. ભજવણીકલા દરમિયાન નાટકની ભાષા માત્ર સંવાદો દ્વારા પ્રગટ થાય છે એમ નથી. પરંતુ નાટકમાં ઘણીવાર સૂચકૌન પણ ભાષા બનીને આવે છે. નટની વેશભૂષા કે રંગ સજની પણ ભાષા છે. રંગમંચ પર નટની પ્રત્યેક ક્રિયા એનું નાટકને આનુષંગિક વર્તન અને સાંકેતિક અવાજો પણ ભાષા છે.
પશ્ચિમના નાટ્યવિચારકો અને ભરતના નાટ્યશાસ્ત્રનો પણ તેમણે યોગ્ય જગાએ સંદર્ભ આપ્યો છે. આંગિક ચેષ્ટાઓના સ્વરૂપમાં ભાષાનો ઉપયોગ ભાસના નાટકોથી માંડી આદિન સુધીના નાટકોમાં જૂદી જૂદી રીતે થતો આવ્યો છે. ભરતે જેને વિવિધ મુદ્રાઓ કહી છે, તે નટનો આંગિક અભિનય દ્વારા ઊભો થતો ચિત્રાત્મક ક્રિયાકલાપ એ પણ ભાષા છે. નૃત્ત-નૃત્યની અંગભંગીઓ પર આપણે ત્યાં થોડા માન્ય ગ્રંથો છે; પણ જે મળે છે તેમાં મુદ્રાઓ વિશે સ્પષ્ટ સમજણ છે. પ્રત્યેક મુદ્રાઓ વખતે વાચિક અભિનય હોવો જ જોઈએ એમ નથી. વાચિક વગર પણ સારો અભિનેતા ભાવને પ્રગટ કરી આપતો હોય છે. મૂક બોલપટ, ચાર્લી ચેપ્લીનનું ‘ધી ગ્રેટ ડિક્ટેટર' ભાષા વગર પણ હિટલરના વ્યક્તિત્વ, તત્કાલીન પરિસ્થિતિ અને બનાવોને પ્રભાવક પણે ઊભો કરી આપે છે.
લોકનાટ્ય ભવાઈ, જૂની રંગભૂમિ, નવી રંગભૂમિ, આધુનિક નાટકોમાં વત્તે ઓછે અંશે ઘણી જગાએ ભાષા કૃતક બને છે. એક સમયના નાટકોની ભાષા કૃતક, આજે નથી એમ કહેવું ન્યાયપૂર્ણ નથી. બધું જે તે સમયનું સર્જન
૭૦]
[સામીપ્સ : ઑકટોબર, ૨૦૦૦-માર્ચ, ૨૦૦૧
For Private and Personal Use Only