________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિષ્કર્ષ એ છે કે મહાભારત અને પુરાણોમાં નાગો (સર્પો) કહ્યા છે એ સર્પો નથી, કિંતુ માનવ છે અને ચંદ્રવંશી પૌરવ રાજા પરીક્ષિતનો ઘાતક તક્ષક નાગજાતિનો બલિષ્ઠ કોઈ નેતા યા રાજવી હતો, જેને હાથે રાજા પરીક્ષિતનો સંહાર થયો. આજથી સાડા ત્રણ હજારથી લઈ પાંચ હજાર વર્ષોના ગાળામાં પરીક્ષિત અને તક્ષક વચ્ચે યુદ્ધ થયું હશે એમાં પરીક્ષિત માર્યો ગયો હશે. આ પ્રસંગ વિશેની અનુશ્રુતિ-કિવદંતી-લોકવાયકા જુદાં જુદાં રૂપ લેતી લોકોમાં પ્રસરી. એને સર્જકોએ પોતપોતાને અભીષ્ટ એવાં સ્વરૂપ આપી રચનાઓ કરી.
પૌરવ-નાગ-વિગ્રહ : એક અભ્યાસ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક સ્પષ્ટતા કરવી જોઇયે કે પાર્જિટરે (બેન્ગાલ હાઈકૉર્ટના I.C.S. ન્યાયમૂર્તિએ) પુરાણોનો ઘનિષ્ઠ અભ્યાસ કરી ચંદ્રવંશ અને સૂર્યવંશની વંશાવલી સિદ્ધ કરી આપી છે એ મનુથી લીધી છે. ચંદ્રવંશમાં મનુની પુત્રી ઇલામાં ચંદ્રના પુત્ર બુધથી પુરૂરવાની ઉત્પત્તિ કહી છે, આ પુરૂરવા ઐતિહાસિક રાજવી એની માતા, ઈલા, માતાનો પિતા મનુ એનો પિતા બુધ અને પિતામહ ચંદ્ર આ વ્યક્તિઓને ઐતિહાસિક કહેતાં ખચકાટ અનુભવવો પડે છે, જેમાં રાજા ‘પુરૂરવા’ ને ઐતિહાસિક કહી શકાય. એ જ રીતે ઇક્ષ્વાકુના પિતા મનુ અને મનુનો પિતા વિવસ્વાન (સૂર્ય) એમાં ‘ઈશ્વાકુ' ઐતિહાસિક રાજવી છે, પરંતુ ‘મનુ' ‘બુધ' ‘ચંદ્ર' અને વિવસ્વાન(સૂર્ય)ને ઐતિહાસિક પુરુષ ન કહી શકાય. ઋગ્વેદમાં (૧૦-૬૦-૪) ઈક્ષ્વાકુનું નામ એક રાજવી તરીકે મળે છે, તો ૧૦-૯૫મા સૂક્તમાં એ પુરૂરવાનું નામ પણ એક રાજવી તરીકે મળે છે, મનુનું નામ (૧-૮૦-૧૦), પણ છે, પરંતુ એનો સંબંધ ઈક્ષ્વાકુ અને પુરૂરવા સાથે જોવા મળતો નથી. વંશાવલી પ્રમાણે ‘ઈશ્વાકુ’ અને પુરૂરવા (૨-૩૩-૧૩, ૮-૧૩-૧, ૧૦-૧૦૦પ વગેરે) મામો થાય છે કિંતુ ‘ઇલા’ માતા ખરી, પણ પિતા બુધ એ ઐતિહાસિક બની શક્તો નથી. વાસ્તવમાં ‘ઈશ્વાકુ’ અને ‘પુરૂરવા’ તો ભારતીય ઇતિહાસના અનુક્રમે સૂર્યવંશ અને ચંદ્રવંશના મથાળમાં ઐતિહાસિક રાજ્વીઓ હોય એમાં આજે શંકા રહી નથી.
For Private and Personal Use Only
[૬૯