SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાલ્મીકીય રામાયણ તો ઐતિહાસિક મહાકાવ્ય જ છે. પ્રાચીન અનુશ્રુતિઓને સ્વીકારીને ક્લ્પનાસમૃદ્ધ રચના બને છે. એમાં મહાભારતના નાગો-રાક્ષસો-યક્ષો-ગંધર્વો-વિદ્યાધરો વગેરેની જેમ વાનરો-રીંછો-રાક્ષસોનાં કથાનકોથી પ્રશિષ્ટકાલનાં વૃત્તો(છંદો)થી સંબદ્ધ સમૃદ્ધ મહાકાવ્ય બને છે અને એ પણ ઈ.પૂ. બીજી-ત્રીજી સદીથી એનું વર્તમાન સ્વરૂપ જૂનું ન પણ હોય, મહાભારતના આરણ્યક પર્વ'માં ‘રામોપાખ્યાન' કથાનક પછી રામાયણ રચાયેલું હોય એમ મને લાગ્યું છે. ભાગવત તો મહાપુરાણ છે અને અનુશ્રુતિઓના આધારે રચાયેલું છે. કારણ સ્પષ્ટ છે. મહાભારતમાંની પરીક્ષિત રાજા વિશેની કથા અને ભાગવતની તદ્વિષયક કથામાં તફાવત સ્પષ્ટ છે, આ પહેલાં સ્પષ્ટ રીતે કહેવાયું છે જ. બંને અનુશ્રુતિમૂલક કથાનક હોઈ ભિન્ન ભિન્ન અનુશ્રુતિના સહારે તફાવત અનુભવાય. સંભવ છે કે કવિની કલ્પનાઓ પણ મૂળ ઐતિહાસિક મૂલ બીજની આસપાસ વિકસાવવામાં આવી હોય. હવે આપણે અહીં ‘પરીક્ષિત’ અને ‘નાગો’ વિશે જ વિચારવા ચાહિયે છિયે. પરીક્ષિત એ ચંદ્રવંશી પુરૂરવાના વંશમાં પુરૂરવા એ શુદ્ધ ઐતિહાસિક રાજ્વી હોઈ એને એક અંક આપિયે તો એની વંશાવલીમાં ૯૪મો અંક આવે છે. એફ.ઈ. પાર્જિટરે વાયુ- બ્રહ્માંડ - વિષ્ણુ - ભાગવત વગેરે પુરાણોની વંશાવલીઓનો ખાસ અભ્યાસ કરી ઐતિહાસિક તથ્ય તરીકે વંશાવલી સિદ્ધ કરી આપી છે (એશિયન્ટ ઈન્ડિયન હિસ્ટોરિકલ ટ્રેડિશન, ૧૯૨૨, પૃ. ૧૪૪-૧૪૯) એટલે ઘણી સરળતા થઈ છે. એનો જીવ તક્ષકે લીધો છે એટલે તક્ષક એનો સમકાલીન છે એ પણ ઐતિહાસિક કોટિનું તથ્ય છે. પરીક્ષિત આમ માનવ છે, આપણી સામે ‘નાગ’ એ સર્પજાતિ છે કે ‘માનવ' છે એ પ્રશ્ન ખડો થાય છે. મહાભારત અને ભાગવતમાંનું એનું ચિત્ર એને ‘સર્પજાતિનો હોય એમ લાગે છે, કિંતુ એ ‘સર્પજાતિ'નો નહિ પણ ‘માનવજાતિનો હતો એમ સ્વીકારિયે તો જ એ ઇતિહાસ થવા પાત્ર બને. તક્ષક ‘માનવ’ હોય અને ‘નાગ’ હોય તો એ ‘નાગ' સંજ્ઞક માનવજાતિનો કહી શકાય. અહીં આપણે વધારે ઊંડું ઊતરવું પડે છે. માનવ વિકસ્યો ત્યારે એના વિકાસમાં નૃવંશશાસ્ત્રીઓએ એના પૂર્વ સ્વરૂપના મળેલા અશ્મીભૂત અવશેષોના બળ ઉપર હિમાલય નજીકની શિવાલિક ડુંગરમાળામાંથી મળેલા એવા અવશેષોને ‘સિવાપિથેકસ' ચીનમાંના એવા અવશેષોને ‘સિનો પિથકસ' અને જાવા તથા નજીકના પ્રદેશમાંથી મળેલા અવશેષોને જાવા પિથેક્સ' અને ‘ઑસ્રાલો પિથેસ' કહ્યા છે. આ વાનર નહિ, પણ વાનરસદેશ માનવજાતિઓ હતી. સિવાપિથેક્સ'માંથી વિકસેલ ચંદ્રવંશી-ગૌરાંગ, ‘સિવાપિથેક્સ’માંથી સૂર્યવંશી પીતાંગ’ અને ‘જાવાપિથેક્સ'માંથી દનુવંશીશ્યામાંગ, વર્તમાન પરિભાષામાં ચંદ્રવંશી-ગૌરાંગો એ કૉકેસોઇડ, સૂર્યવંશી-પીતાંગો એ ‘મૉન્ગોલોઇડ' અને દનુવંશીશ્યામાંગો એ ‘ઓસાલોઇડ' કહેવાય છે. આ ત્રણે પ્રજાઓનો વિકાસ પૂર્વ એશિયામાંથી થયો છે. હિમાલયના પશ્ચિમ અર્ધા ભાગથી મધ્ય એશિયાના કૉકેસસ ગિરિમાળા સુધીના વિસ્તારમાં વિકસેલી પ્રજાને કૉકેસોઈડ, એનું અસલ સ્થાન પાર્જિટર મધ્ય હિમાલયનો પ્રદેશ કહે છે.,જે વાસ્તવમાં ‘કાશ્મીર’ છે. ૧૮૦૬ માં જેનું અવસાન થયેલું તે તુલનાત્મક ભાષાશાસ્ત્રનો પહેલો જર્મન વિદ્વાન ‘ઍડેલુન્ગ’ કાશ્મીર જ રહી ગયો છે, એના પ્રમાણે કાશ્મીર બાજુથી પહેલા યુરોપમાં આવ્યા એ ‘આલ્બેનિયન' અને ‘કેલ્ટ'. પાર્જિટર અહીંથી યુરોપ તરફ પહેલા ગયા એ ‘બ્રુહ્યુ’વંશના ઐલો (પુરૂરવાના વંશજો)માંના કેટલાક. આ બધા ચંદ્રવંશી-ગૌરાંગોમાંના પશ્ચિમના યુરોપમાં પથરાયા. હિમાલયના પૂર્વાર્ધથી એશિયાના પ્રશાંત મહાસાગરના કાંઠા સુધીમાં વિકસ્યા એ સૂર્યવંશી-પીતાંગ ‘મૉન્ગોલાઇડ’ પ્રશાંત મહાસાગરના’ અને હિંદી મહાસાગરમાં પસાર થતી વિષુવવૃત્ત રેખાની બે બાજુના દ્વીપોમાં વિકસેલા એ દનુવંશીશ્યામાંગ ‘ઓસ્રાલોઇડ' ‘જાવાપિથેક્સ'માંથી વિકસેલાની સંજ્ઞા જાણવામાં નથી આવી, પરંતુ ‘દાનવ’ની માફક ‘દૈત્ય’ સંજ્ઞા પણ વ્યાપક છે. આ ‘જાવાપિથેક્સ'ના વિકાસમાં હોવાની શકયતા છે. એ પણ શ્યામાંગ જ. બ્રહ્મદેશના ઉપરના ભાગમાં આવેલા આસામના નાગાલૅન્ડની પ્રજા એ દાનવ દૈત્યોના વિકાસમાં આગળ જતાં પથરાયેલી પ્રજા હોવાની પૂરી શક્યતા છે. ‘રાક્ષસ’ પણ ‘દાનવદૈત્ય’માંના જ છે. દાનવોના ગુરુ શુક્રાચાર્ય અને રાવણ વગેરે ભાઈઓના પિતા પુલસ્ત્ય એ ઋષિઓ હતા, બ્રાહ્મણો હતા. ૬૮] [સામીપ્ય ઃ ઑકટોબર, ૨૦૦૦-માર્ચ, ૨૦૦૧ For Private and Personal Use Only
SR No.535817
Book TitleSamipya 2000 Vol 17 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy