SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગતવની સમીક્ષિત વાચનાના છેલ્લા ૧૮માથી પહેલાંના ૧૭મા અધ્યાયમાં સંક્ષેપમાં આ કથા નિરૂપવામાં આવી છે. જ્યાં આંગિરસ ગોત્રના પિતાને ગળે રાજાએ મરેલો સર્પ વીંટાળ્યો છે એવું જાણતાં જ બ્રાહ્મણોનો દ્વારપાલ થવા પાત્ર રાજાએ આ અપત્ય માટે મિત્ર બાળકો સમક્ષ અત્યંત ગુસ્સે થઈને, આજથી સાતમે દિવસે તક્ષક એ રાજાનો જાન લેશે એવો શાપ જલની અંજલિપૂર્વક એ દ્રષિપુત્રે આપ્યો. એ પછી જ્યાં પિતા સમાધિદશામાં હતા ત્યાં એમને એવી સ્થિતિમાં હતા એ જોઈ ભારે વિલાપ કરવા લાગ્યો. પિતાએ એ વખતે સમાધિ છોડી અને પૂછવા લાગ્યા કે શા માટે રડે છે ? પુત્રે શાપ આપ્યો છે એ જાણી પિતા ખૂબ દુઃખી થયા અને થોડા વિસ્તારથી કહ્યું કે પુત્ર, તેં આ ભારે દુષ્કૃત્ય કર્યું છે. રાજાનું અનિષ્ટ ન થાય એવું પિતા વિચારવા લાગ્યા. ભાગવતમાં ઋષિ પિતા અને એ પુત્રનાં નામ આપવામાં આવ્યાં નથી તેમ રાજા પાસે કોઈને મોકલી શાપની વાત એને જણાવવાનું પણ કહ્યું નથી, તેમજ રાજા જળાશયના મધ્યભાગમાંના પ્રાસાદમાં ફરતે મજબૂત ચોકી પહેરા વચ્ચે જઈ રહ્યો છે એ પણ નિરૂપવામાં આવ્યું નથી. છેલ્લા અધ્યાયમાં પોતે કરેલા દુષ્કૃત્ય માટે પશ્ચાત્તાપ કરતાં અને ત્યાં તો ઋષિપુત્રે શાપ આપ્યો છે એ વાત જાણતાં બધું જ છોડી દઈ, ગંગાના કિનારે જઈ, અન્નજળનો ત્યાગ કરી ત્યાં બેસી ગયો એ રીતે નિરૂપણ થયેલું જોવા મળે છે. રાજા ગંગાના તીરે અન્નજળનો ત્યાગ કરીને બેઠો છે ત્યાં અત્રિથી લઈ વ્યાસસહિત અનેક ઋષિઓ આવી પહોંચ્યા. એ બધાને એણે વંદન કર્યું. સુખપૂર્વક બધા ઋષિઓ બેઠા પછી વિસ્તારથી પોતાના દુષ્કૃત્યનું અને હવે મરવા તૈયાર છું એવું જણાવી આપ સૌ ભાગવતની ગાથા ગાઈ સંભળાવો એવી વિનંતી કરી. કુતૂહલ ખાતર આવેલા પ્રજાજનો વિખેરાઈ ગયા છે. એ અરસામાં અચાનક વ્યાસપુત્ર શુકદેવ આવી ચડ્યા. એમનો વિધિપૂર્વક આદરસત્કાર કર્યા પછી રાજાએ શુકદેવને વિનંતિ કરી કે મરણાસન્ન માણસે શું કરવું જોઇયે ? શું સાંભળવું , શું જમવું, શાનું સ્મરણ કરવું અને શાનું ભજન કરવું? આ સાંભળી શુકદેવે ઉત્તર આપવાનો આરંભ કર્યો અને બીજા સ્કંધના આરંભથી ભાગવતકથાનું નિરૂપણ શરૂ કર્યું. આ પર્વે આપણે જોયું કે તક્ષક ફળમાં “કમિ' થઈને જાય છે અને રાજાને વીંટળાતાં એમાંથી સરજાયેલી આગમાં રાજા ભડથું થઈ જાય છે. ભાગવતમાં તો બારમા સ્કંધના પાંચમા અધ્યાયમાં શુકદેવ રાજાના હૃદયમાંના ભયને દૂર કરે છે એવું બતાવ્યું છે. છઠ્ઠા અધ્યાયમાં રાજા શુકદેવનો આભાર વ્યક્ત કરે છે અને પછી સંમાન પામી વિદાય લે છે. આદિપર્વ(પૂના વાચના)ના ૩૧ મા અધ્યાયમાં નાગોને વિશે કહેતાં શ્લોક ૫ થી જણાવવામાં આવ્યું છે કે સૌથી પ્રથમ શેષનો જન્મ થયો, પછી ક્રમે વાસુ ઐરાવત તક્ષક કર્કોટનંક ધજય કાલિય મણિનાગ આપૂરણ પંચશિરા એલાપુત્ર વામન નીલ અનીલ કલ્માષ શબલ આર્ય, અદ્રક હલપોતક સુમુખ દુર્મુખ વિમુખ અસિમુખ વગેરેથી મહોદર સુધીના મુખ્ય મુખ્ય નાગોનાં નામ જણાવવામાં આવ્યા છે (૧૫ મા શ્લોક સુધીમાં) અને બીજા અગણ્ય નાગો હતા એમ પછી (છેલ્લા ૧૮ મા સુધીમાં કહેવામાં આવ્યું છે. ધ્યાનમાં રાખવું કે આ બધા જ સર્પો છે. એ પણ સમઝવા જેવું છે કે આ અનુશ્રુતિ-કિવદંતી-લોકવાયકાના આધારે મહાભારત-રામાયણ-પુરાણો-ઉપપુરાણો-મહાકાવ્યો-કાવ્યો-નાટકો વગેરેમાં એકની એક વાત એકથી વધુ રૂપે આપવામાં આવી હોય છે. બેશક, એના મૂળમાં કોઈ એક સત્ય ઐતિહાસિક બીજ પડેલું હોય છે. અહીં એ વિશે પણ ખ્યાલ રાખવો જોઈએ કે ખુદ મહાભારતના છેલ્લા (૭૮૬૪૫ અંકિત શ્લોકો ધરાવતી વાચનાના) સ્વરૂપમાં પણ અનુશ્રુતિઓને આધારે જ કથાનકો ઉમેરવામાં આવ્યાં છે પણ ખરી રીતે પ્રથમ સ્વરૂપ માત્ર શ્લોકોનું, જય સંહિતા” છંદોબદ્ધ ઇતિહાસસ્વરૂપનું છે. એનો ૨૪,૦૦૦ શ્લોકોનો વિકાસ એ “ભારતસંહિતા' વ્યાસે રચેલી કહી છે (૧-૧૬૧)એ હવે ઐતિહાસિક કાવ્ય (epic) તરીકે કહી શકાય એવી રચના છે. આમાં કલ્પનાને અવકાશ છે, છતાં પ્રમાણમાં એ અનુશ્રુતિથી થોડે અંશે લિપ્ત લાગે, કારણ કે એમાં ચમત્કારોને સ્થાન જોવા ભાગ્યે જ મળે છે. હવે જે ત્રીજું સ્વરૂપ આવે છે તે “આખ્યાન' બને છે. આ નવો ભાગ પૌરાણિક પદ્ધતિનાં ઉપાખ્યાનોથી સમૃદ્ધ બને છે, વાસ્તવમાં એ પૌરાણિક કથા બની રહે છે. ૪ થો અવતાર શાંતિપર્વ-અનુશાસનપર્વ ઉમેરાતાં “ધર્મશાસ્ત્ર' બની રહે છે. પૌરવ-નાગ-વિગ્રહ: એક અભ્યાસ), For Private and Personal Use Only
SR No.535817
Book TitleSamipya 2000 Vol 17 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy