________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
nominative), અથવા પ્રથમ વિભક્તિમાં કર્તા (પાણિનિ ૨,૩.૪૬ પા. ૫૧૨) તરીકે યોજાયેલા પદનાં (subject nominative), અથવા સંગતિ દર્શાવતા પદનાં (appositive) જે “વચન” અને “જાતિ” હોય છે તે જ વચનનો અને જાતિનો સ્વીકાર કરી લે છે. ટૂંકમાં, દર્શક સર્વનામ જે શબ્દની સાથે હોય તે શબ્દનાં જાતિ અને વચન સ્વીકારી લે છે. આને “જતિ-વચન-સ્વીકારનો નિયમ” કહે છે. (સરખાવો સ્પાયર ૧૮૮૬; ૬. ૨૭.૧ પા. ૧૮; ૧૮૯૬: ૭ ૯૫ 6 પા. ૩૦; દેબૂક ૬૨૭૯ =પા. પ૬૫; રણ્ ૧૯૬૧ : ૩૬૯, પા. ૫૦૦; ઈક્વેર =પાનાં ૪.....) આ જાતિ વચન-સ્વીકારનો નિયમ તત્ત્વમસિ ના વિવરણ માટે પણ આવશ્યક થઈ પડે છે. સામાન્ય રીતે આ નિયમ અને તેના અનુસંધાનમાં તત્વમસિ નું વિવરણ કરવા પ્રત્યે અનુવાદ કરનારા લોકોનું ધ્યાન ખેંચાતું નથી. આ જાતિ-વચન-સ્વીકારના નિયમનું ઉદાહરણો સાથે વિશદ વિવરણ કરતાં પહેલાં અહીં સર્વનામ માટે કાંઈક સામાન્ય વિવરણ કરવાનું યથાર્થ લાગે છે. (પાણિનિ કે પતંજલિએ વિધેય પ્રથમ વિભક્તિ વિશે કોઈ વિવેચન કે સંજ્ઞા આપ્યાં નથી !).
સંસ્કૃતમાં અને ખાસ તો વૈદિક ગ્રંથોમાં સર્વનામ અને નામનો એક સાથે થતો પ્રયોગ ગ્રીક ભાષાના નિશ્ચયાત્મક આર્ટિક્લના (article = પદનો અર્થનિર્ણય કરનારો અવ્યય-શબ્દ; જેમ કે, અંગ્રેજીમાં the, વગેરે) જેવો હોય છે. જેમ કે તે ટુવા: (કthe gods) આવો પ્રયોગ ઋગ્વદમાં નથી. આ પ્રયોગ કુરુ-પંચાલ કેન્દ્રમાં પ્રચલિત મૈત્રાયણીય-સંહિતા, કાઠક સંહિતા, તૈત્તિરીય-સંહિતા વગેરેમાંથી બધે (વૈદિકગ્રંથોમાં) ફેલાયો. પ્રાચીન વૈદિક કથાનકો સાધારણ રીતે સેવા વૈ થી શરૂ થાય છે, પંરતુ ઐતરેય - બ્રાહ્મણમાં તેવાં કથાનકો તે ટેવા:=થી શરૂ થાય છે. આ રીતે વૈદિક સોડમ, સ ત્વનું વગેરે પાલિભાષામાં સં. સોડમ > પાલિ સોડમ અને સં. (વૈદિક) તં ત્વમ્ > પાલિ. તું તે થયાં. આમ સામાન્ય રીતે વૈદિક શરૂઆત થ થી થતી ત્યાં ઉત્તરકાલીન વૈદિક ગ્રંથોમાં વાક્યની શરૂઆત સ થી થવા માડી (સરખાવો =
વિલ $ ૯.૨ પા. ૨૧૩ અને ૬ ૯-૧૦ પા. ૨૨૧).
આથી, તે- સર્વનામ સાધારણ રીતે વિશેષણાત્મક (abjectival) નથી હોતું, પરંતુ ત- સર્વનામ વિશેષણાત્મક હોઈ શકે (જુઓ ઈક્વેર પા. ૧૦....) આ ઉપરાંત તેનું સર્વનામ (નપું.) ક્રિયાવિશેષણ તરીકે અનેક અર્થમાં વપરાય છે. (જુઓ હ ૧૨).
હવે વૈદિક ગદ્યસાહિત્યની વાક્યરચનામાં સર્વનામના જાતિ-વચન-સ્વીકારના નિયમો નીચેના ઉદાહરણો ઉપરથી સમજી શકાશે. (૧) જૈમિનીય બ્રાહ્મણ ૩.૩૨૬ (પા. ૪૮૭)
તળે.....અક્ષરે - ૩પસતાં સૈવૈષાડનુણવધવત્ |
“તેમાંથી (વાચુ માંથી)...... બે અક્ષરો ઉદ્ભવ્યા; તે બે (અક્ષરો : સા =અક્ષ) આ અનુષ્ટ્રભુ છંદ બન્યા” અહીં ના સર્વનામ અક્ષરે નો (નપું., દ્વિવચન) સંબંધ દર્શાવે છે, પણ તે સર્વનામે વિધેય-પ્રથમાવિભક્તિ-પદ અનgબનાં જાતિવચન (સ્ત્રી, એકવચન) સ્વીકાર્યા છે. અહીં મા...અનુણવમવત થી એવો અર્થ નથી નીકળતો કે “તે....અનુષ્ટ્રભુ છંદ બન્યો,” પણ અવશ્ય આ જ અર્થ થઈ શકે કે; વાણીમાંથી ઉદ્ભવેલા બે અક્ષરો અનુષ્ટ્રભુ બન્યા. અહીં તે- સર્વનામ વિશેષણાત્મક નથી; પણ અષા સર્વનામ મનમ ના વિશેષણ તરીકે છે.
' (૨) અહીં સંબંધક વાક્યરચનામાં ત- સર્વનામ વિષે જણાવવામાં આવે છે. સંબંધક વાક્યરચનામાં મુખ્ય વાક્ય સાથે ગૌણ સંબંધક વાક્ય (Relative clause) સંકળાયેલું હોય છે. આ ગૌણ સંબંધક વાક્યમાં જો કર્તા સ્પષ્ટ હોય, ત્યારે પણ જાતિ-વચન-સ્વીકારનો નિયમ લાગુ પડે છે. અહીં ત- સર્વનામ ગૌણ સંબંધક વાક્યમાં કર્તાના સંદર્ભમાં; પરંતુ મુખ્ય વાક્યમાં તે વિધેય પ્રથમાવિભક્તિનાં જાતિ-વચન સ્વીકારે છે, છતાં આ તે- સર્વનામ સંદર્ભ તો મૂળ કર્તાનો જ સૂચવે છે ! જેમ કે ઐતરેય બ્રાહ્મણ ૩.૩૪.૨ (પા. ૩૭૯. ઓફ.પા.૮૨) :
यानि परिक्षाणान्यासँस्ते कृष्णाः पशवोऽभवन् ।
વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્વમસિ (છા.ઉ૫. ૬.૮-૧૬)નું વિવેચન [૪૯
For Private and Personal Use Only