________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સળગાવીને ફેકતા.૬૫ આમ સમગ્રતયા જોતાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં યા જિલ્લાને ફાળો ૫ણ નાને સૂને ન કહેવાય. સ્વાતંત્ર્ય સંગ્રામમાં બનાસકાંઠા જિલ્લાનું પ્રદાન:
બનાસકાંઠા જિલ્લામાં સ્વાતંત્ર્ય સંગ્રામે સૂચક સ્થાન મેળવ્યું હતું કેમ કે આ જિલ્લો જુના રાજ્ય પાલનપુર, રાધનપુર, વાવ, થરાદ અને અન્ય નાની જાગીરોનો બનેલો હતો. રાજ્ય ૫ણ
જગીરદારી પદ્ધતિના હતા તેથી રાષ્ટ્રીય ભાવનાને પોષે તેવી કોઈ પ્રવૃત્તિ ચલાવી લેવા શાસકા સોયાર ન હતા. બ્રિટિશ ઈન્ડિયામાં દાંડીકૂચ જેવા લેકમતને ઘડનારા કાર્યક્રમોએ જિ૯લામાં સ્વાતંત્ર્ય સંગ્રામની ભાવનાને પોષણ આપ્યું અને તે પણ ખાસ કરીને રાધનપુરના વિસ્તારોમાં કે જ્યાં ‘વંદે માતરમ' જેવા સૂત્રોચ્ચાર કે ગાંધી ટોપીની અવગણના થતી. આ રાજ્યના નાગરિકે કે જે મુંબઈ અમદાવાદમાં રહેતા હતા તેમણે રાષ્ટ્રીય મંડળો સ્થાપ્યાં. આમ આ જિલાની સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિ પર રાજ્યવાર અતિહાસિક વિગતો કંઈક પ્રકાશ પાડશે.
પાલનપુર રાજ્યમાં સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિ:
પાલનપુર રાજ્યમાં સ્વાતંત્રય સંગ્રામની પ્રવૃત્તિ “લેકસઘ' ચલાવતો. તેના કર્મચારીઓ ગ્રામ વિસ્તારોના પ્રવાસે જઈ લોકોને સ્વાતંત્ર્ય સંગ્રામનાં કારણે સમજાવતાં. પાલનપુર રાજ્યમાં મોટો પ્રશ્ન હતો ઊંચા દરના જમીન મહેસૂલનો. અહીં કુબાસણના ખેડૂતોએ નવાબ તાલે મહંમદ ખાનનો ઊંચા મહેસૂલ દર કે આકારણી સામે વિરોધ નોંધાવ્યો. આ ઊંચા મહેસૂલ દરનો હુકમ ઈનામી ગામના બેગમ સાહેબે કરેલો. આથી એ અંગે ખેડૂત સત્યાગ્રહના પરિણામે મહેસૂલ વેરામાં ઘટાડો થયો. પાલનપુર રાજ્યમાં પણ જાગીરદાર પ્રજામંડળ હતું, જેની સભા રૂપલ ગામે ભરાયેલી અને કેટલાક ખેડૂત આગેવાનોએ તેમાં હાજરી આપેલી. આ મંડળની પ્રવૃત્તિને લીધે શ્રમ કે વધુ વેરે નાબૂદ થયેલો.૬૭
રાધનપુર રાજ્યમાં સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિ :
રાધનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળ થઈ શકી નહિ. આથી અહીંના લેકેએ એક્રઠા થઈ કેટલીક સંસ્થાઓ અને કલબ સ્થાપી, જેવી કે, “રાધનપુર વિદ્યાથી બંધુત્વ” “રાધનપુર હિતવર્ધક કલબ વગેરે. આ સંસ્થાઓ સ્વાતંત્ર્ય ચળવળને વેગ આપતી. રાધનપુરમાં ૧૯૩૭ માં એક પ્રજામંડળની સ્થાપના થઈ, જે ખેડૂત-પ્રમોમાં સહાયરૂપ થતી. ૧૯૩૭ પછી રાજ્યની પ્રવૃત્તિએ કેમી વળાંક લીધો અને મુસ્લિમ ખેડૂતને વેરામાંથી મુક્તિ મળી. આથી હિંદુ ખેડૂતોએ સત્યાગ્રહ કર્યો અને સત્યાગ્રહીઓને જેલમાં ધકેલી દેવાયા. ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રી નટવરલાલ પંડિતે આ અંગે તપાસ કરી ખેડૂતને જેલમાંથી છોડાવ્યા.૬૮ ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડથી ૯ ઓગસ્ટ, ૧૯૪૨ ના રોજ રાધનપુરમાં સંપૂર્ણ હડતાલ પડી, રાષ્ટ્રીય નેતાઓની પ્રવૃત્તિને લીધે આ જિલાનાં તમામ રાજ્યો ભારતીય સંધમાં ૧૦ જુન, ૧૯૪૮ ના રોજ જોડાયાં અને ૧૯૪૮ માં સ્થાપવામાં આવેલ પ્રજામંડળને વિખેરી નાંખવામાં આવ્યું.૬૯ થરાદમાં સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિ:
થરાદમાં સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિ ખૂબ જ મર્યાતિ હતી. ૧૯૪૨ ની હિંદ છોડો ચળવળમાં
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઉત્તર ગુજરાતનું પ્રદાન ]
[ ૧૭૫
For Private and Personal Use Only