SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તુત ખતપત્રમાં પ્રથમ નામ બાદશાહ શ્રી મહેમદશાહ ગાળ આવે છે, જે ભારતના ઇતિહાસમાં મુહમ્મદશાહ રંગીલા જાણી તરીકે દિકહીને મુઘલ બાદશાહ છે. તેના નામના સિક્કા પર મુહમ્મદશાહ ગાઝી' લખાણ મળે છે. તેના રાજ્યકાલ (ઈ. સ. ૧૭૧-૧૭૪૮) દરમ્યાન ગુજરાતને મૂો મહારાજ અજિતસિંહ ચાલુ ર હેલો, તેના પછી જોધપુરના મહારાજા અભયસિંહ થયા. તેની સૂબેદારી (ઈ. સ. ૧૭૩૦-૩૭) દરમ્યાન તેણે પિતાના નીમેલા રતનસિંહ ભંડારી દ્વારા પિતાનો વહીવટ ચલાવ્યો. મરાઠા-મુઘલોના સંઘર્ષથી કંટાળીને એક વાર ૧૭૩૩માં તે દિલ્હી પાછો ચાલ્યો ગયેલો. એ સમય દરમ્યાન અમદાવાદમાં મુઘલ-મરાઠાઓનું સંયુક્ત રાજ્ય ચાલતું હતું અને ખંભાતને નાયબ સૂબો પોતે મોમીનખાન ગુજરાતનો સૂબો થતા પહેલાં ૧ વર્ષ અગાઉ અમદાવાદમાં હતો. એ વખતે અમદાવાદના પાદશાહી દીવાન અબ્દુલ ગની બેગખાનનું મૃત્યુ થયેલું. તેના પછી તેના પુત્ર અબ્દુલ હુસેનખાનના સૂબાના નાયબ તરીકે હુકમનો નિમણુપત્ર લઈને મોમીનખાન અમદાવાદ આવ્યો હતો. કેમ કે અબ્દુલ હુસેનખાનની સાથે મેમીનખાનને સગાઈને સંબંધ હતો. નાયબ તરીકે તેના સહી-સિકકાવાળી સનદ કે હુકમનું એ સમયે મહત્ત્વ હતુ.૪ ભે, જે. વિદ્યાભવના સંગ્રહાલયમાં સિદ્ધજને વિ. સં. ૧૭૯૬ ને એક આરસને શિલાલેખ સુરક્ષિત છે. તેમાં મુહમ્મદશાહ પાતશાહ જે દિલ્હીના બાદશાહ ઔરંગઝેબને પ્રપૌત્ર હતું તેના નામ પછી એ લેખમાં અમદાવાદના સૂબા-નવાબ મૂ (મો)મીનખાનનું નામ આવે છે. એ જ પ્રસ્તુત ખતપત્રમાં ઉહિલખિત (ગુજરાતને સૂઓ) મોમીનખાન (ઈ. સ. ૧૭૩-૧૭૪૩) છે. આમ આ શિલાલેખમાં તેને ગુજરાતના સૂબેદાર અને ખતપત્રમાં ખંભાત ખાલસે હાકેમ મોમીનખાન કહ્યો છે. આ પરથી મોમીનખાનના સૂબા થતા પહેલાં ૧ વર્ષ પહેલાંના પ્રસ્તુત ખતપત્ર અને ગુજરાતના સૂબા થયાના ૫ વણ પછીનો શિલાલેખ-એમ બંને સાધનો મોમીનખાનની કારકિર્દીની સાક્ષી પૂરે તેવાં છે, જે આ મ્યુઝિયમમાં સચવાયેલાં છે.પ મોમીનખાન શરૂઆતમાં પિટલાદનો ફોજદાર હત૬ પછીથી ખંભાતમાં કારભાર કરીને ગુજરાતના સૂબા બનવાને મનસૂબો સેવતો હતો. રતનસિંહ ભંડારીના કારભાર દરમ્યાન તે અમદાવાદ પર લશ્કરી ઘેરો ઘાલવામાં વ્યસ્ત રહ્યો અને મરાઠાઓની કનડગત દૂર કરવાનો પ્રયાસ કરતો રહ્યો.૮ વખત જતાં તેના બહાદુરીભર્યા અને બાહોશ કાર્યોથી ખુશ થઈને તેને “નજમુદોલા” “દિલાવર જંગ,” “નુરુદ્દીન મહમદખાન મમીનખાન બહાદુર” ખિતાબથી સમ્માનિત કરવામાં આવ્યો તા.૮ તે ખંભાતની નવાબીના સ્થાપક મનાય છે. ઈ. સ. ૧૭૭૬માં અભયસિંહને બદલે બીજો સૂબો ન આવે ત્યાં સુધી મોમીનખાન ગુજરાતને સૂબેદાર(ઈ. સ. ૧૭૩૭-૪૩) રહ્યો.૧૦ પ્રસ્તુત ખતપત્રમાં એ સમયે નાયબ હાકેમ નાઝામખાન એ મોમીનખાનને જમાઈ હેવા સંભવે છે, જેનું મૂળ નામ નજમુદોલા મિરજા નાસર, જેને “નજમખાન” પણ કહ્યો છે. હાજી મીર માસુમખાન એ જનાગઢને નાયબ ફોજદાર હતો. જેને મુહમ્મદશાહે ઈ. સ. ૧૭૨૦ માં રાજકેટને મહેલ જાગીરમાં આપ્યો હતો. ઈ. સ. ૧૭૩૨ સુધીમાં તેણે રાજકેટનું નામ પિતાના નામ પરથી “માસૂમ. બાદ પાડેલું. આ ઉપરાંત ખંભાતના નાયબ કાજી તરીકે સૌયદઅલી, વાકાનવીસ કીપ મીર અભરામ, અદાલતના દા રોગો અજમતુલા બેગ, દીવાન અલીનકી ? નારાયણ મહેતા, કોટવાલ અણુંદરામ અને વનમાલીનાં નામે ઉપલબ્ધ થાય છે. આમ આ ખતપત્રમાંથી ખંભાતના અમલદારોમાં નવાં નામે જાણવા મળે છે. ૧૫૬] [સામીપ્ય: ઓકટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy