________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંભાતનું મુઘલકાલીન વિરલ ખતપત્ર
વિભૂતિ લિ. ભક તાજેતરમાં જ અમદાવાદના બે. જે. વિદ્યાભવનની હસ્તપ્રતોના છુટા-છવાયાં પત્રોમાંથી અત્યંત છા કાગળના કટકા ભેગા કરવાથી એક આખું ખતપત્ર હાથ લાગ્યું છે. એ મ્યુઝિયમના સામાન્ય પરિગ્રહણ કમાંક ૧૬,૨૯૧ થી બેંધાયું છે. હાટ ગ્રહણુક આ ખતપત્ર ૨૬.૫૪૪૯ સે.મી. માપનું છે. આ ખતપત્ર કાગળની બંને બાજુએ લખાયેલું છે. એની ભાષા અને લિપિ ગુજરાતી છે. એની પતિ ૨૬ છે અને લખાણું સળંગ રેખાની નીચે લખાયેલું છે.
આગળ વચ્ચોવચ્ચ “શ્રી ગણેશાયનમ:”, પાછલી બાજુએ છેલ્લે મિતુ'માં ૧૫ સહીઓ અને સાક્ષ'માં “1” કરીને ૧૨ સહીઓ વંચાય છે. સારાંશ :
સ્વસ્તિશ્રી વિક્રમ સંવત ૧૭૯૨ ના ભાદરવા વદ ૮ ને ગુરુવારે બાદશાહ શ્રી ૭ મહેમદશાહ ગાજી રાજ્ય કરતા હતા ત્યારે અમદાવાદમાં સૂબા અહેસંગ મહારાજ ખંભાત ખાલસે દીવાન અબદલ
હુસેનખાન કાછ મીર માસુમ નવાબ મોમીનખાન હાકેમ નાઝાં મખાન નાયબ કાજી સૈયદઅલી વાકાનવેસ મીર અભરામ દરોગા અજમતુલા એગ દીવાન અલીનકી (નગરશ્રેષ્ઠ ) આણંદરામ મહેતા - કોટવાલ સાહી (યશોદ એ?)વ નમાલી ખંભાતના રહેવાસી સલાટની સાક્ષીમાં મોઢ જ્ઞાતીય અડાલજાની હયાતીમાં ગાંધી કલ્યાણજી ભિમાજીએ બે ખંડનું હાટ ઠા. રઘુભાળ, વહેરાઈ નાથા જોગી ગથા, વ્યાસણ મંગળ, સા. ભાઈ (વાસ) ભવની આણંદરામ શવાસુજી તથા મીઠા વેણી વગેરે ગામ પટેલોને રૂ. ૨૫/માં ગ્રહણે લખી આપ્યું. વળી લખી આપ્યું. કે એ રૂ. ૨૫ ખરો, ૧૧ માસાના અમદાવાદ તથા ખંભાતની કસાલના જ્યારે જેવા પડે તેવાં રોકાડા ગામની હાજરીમાં અથવા (જે તે ન બને તો) ઘરેણા, વાસણો હવેલી અને ઓવારામાં ઢોરઢાંખર જે હોય તે ભરપાઈ કરી દેવા. (અવધિ-અડાલજની હયાતી સુધી ? ૫. ૧૦ ?)
અત્યંત જીણું ખતપત્ર હોવાથી હાટનું વર્ણન પૂરેપૂરું સમજી શકાતું નથી. એકંદરે લાગે છે કે બે ખંડની હાટની બે બાજુએ ઉઘાડી અગાસી, આગળના ભાગમાં પીટણ, પડાળી અને સહિયારી દીવાલ છે. પડોશમાં એક મીઠા ગોકળ પિતાના સ્વતંત્ર માલિકીના મકાનમાં રહે છે. એ ઘર અને હાટની વચ્ચેની દીવાલ પણ સહિયારી છે. એના આંગણામાં ચબૂતરે, નાની ડોકાબારી અને રવેશ આવેલ છે.
એ હાટમાં કંઈ પણ ભરે-ભરાવે, પેટા ભાડે આપે કે ગિરવી આપી શકે. એ મકાન તૂટી જાય તે ત્યાં જે હાજર હયાત હોય તે બધા દુરસ્ત કરાવી આપે કોઈ જ ત્યાં હાજર ન હોય તે ત્યાંના બેની હાજરીમાં જે ખર્ચ થાય તે મજરે આપે. રકમનું વ્યાજ નહિ કે દુકાનનું ભાડું નહિ. કેર્ટકચેરી કે દેવી આપત્તિ આવી પડે તો તેના દેવા પેટે એ રકમ એક સાથે બધું ગણાય. છેલ્લે “મતુ' અને “સાક્ષ'માંની સહીઓ પૈકી કેટલીક ઉપરના લખાણમાં ઉપલબ્ધ છે, જેમકે વાસણ મંગળ, રઘુ દયાળ, ભાઈદાસ ભગવતાની, સા. ભવાની, આણદા રાઘવજી વગેરે. * મ્યુઝિયમ-ઇન-ચાર્જ, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ ખંભાતનું મુઘલકાલીન વિરલ ખતપત્ર]
[૧૫૫
For Private and Personal Use Only