________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેદજની વાવનો અપ્રગટ શિલાલેખ, વિ. સં. ૧૫ર.
પ્રવીણચંદ્ર પરીખ
ભા૨તી શેલત+
મહમૂદ બેગડાના સમયને આ સતનતકાલીન શિલાલેખ મોદજ (તા. મહેમદાવાદ, જિ. ખેડા) ગામની સીમમાં નવરંગપુરા પરામાં ઉત્તર બાજુએ દક્ષિણાભિમુખી નંદા પ્રકારની વાવમાં પગથિયાં ઊતરતાં જમણી બાજુના ગવાક્ષમાં આરસના પથર ઉપર કતરેલું છે. આ શિલાલેખવાળા પથ્થર ત્રણ ભાગમાં ખંડિત છે. શિલાલેખના લખાણવાળા ભાગનું મા૫ ૬૯ સે. મી × ૪૪ સે. મી. છે. એમાં લખાણની કુલ ૩૭ પંક્તિ છે. દરેક પંક્તિમાં અક્ષરોની સરેરાશ સંખ્યા ૫૩-૫૪ ની છે. અક્ષરનું સરેરાશ કદ ૦.૭ X ૦.૭ સે. મી. છે. શિલાલેખના પાઠનું પ્રત્યક્ષ વાંચન સંસ્થાના અધ્યાપક હૈ. સાવલિયા સાથે બે વાર મેદજ ગામની મુલાકાત લઈ સ્થળ પર કરવામાં આવ્યું છે.* શિલાલેખમાંના કેટલાક અક્ષરો અત્યંત ઘસાઈ ગયા હોવાથી સ્પષ્ટ વાચન કરવામાં ઘણી મુશ્કેલી નડી છે.
શિલાલેખનું લખાણ સંસ્કૃત ભાષામાં છે. એની લિપિ દેવનાગરી છે. લેખને આરંભ શ્રી રાજ નમ: જેવા વસ્તિ વચનથી થયો છે. લેખનું લખાણ ૫દ્યામક (૪૦ શ્લોક) છે આ ઉચ્ચ કોટિની કાલીમાં લખાયેલ છે. શિલાલેખ પ્રશસ્તિ પ્રકારનું છે. એમાં આરંભમાં ભગવાન શિવ. ગણેશ અને જલાશયના સ્વામી પ્રચેતા વરુણને આ વાવની રક્ષા કરવા અંગે સ્તુતિ કરવામાં આવી છે. પ્રશસ્તિમાં શાર્દૂલવિક્રીડિત (સ્લક. ૧, ૨, ૪ અને ૫), ઉજાતિ (. ૩, ૭, ૧૦, ૧૧ અને ૧૫), ઉપેન્દ્રવજા (શ્લેક. ૧૨), રદ્રતા (લે. ૬, ૮, ૯ અને ૧૪) જેવા છંદ પ્રજાયા છે.
લેખમાંના અક્ષર-વિન્યાસની કેટલીક લાક્ષણિક્તાઓ નીચે મુજબ છે: ૧. આમાં નાગરીને ગુજરાતમાં વ્યાપકપણે પ્રજાતે ઉત્તર ભારતીય મરીડ જોવા મળે છે; જેમ કે,
અન્નદ્રા (૫, ૭), અTT° (૫, ૮), હિત° (૫, ૧૪) વગેરે. ૨. ધને શિરોરેખા જોડવાનું વલણ નિશ્ચિત થયું નથી. ક્યારેક શિરોરેખા જોડેલી હોય છે,
કયારેક નથી હોતી. ૩. અંતર્ગત સ્વરચિહ્ન | માટે શિરે માત્રા તેમજ પડિમાત્રા બંને પ્રયોજાઈ છે; જેમ કે, શ્રીના
(૫'. ૨), વેઢાંત (પં. ૪), સ્વેદ્રો (૫.૫), વસ્ત્ર (પં. ૭), યુઃ (૫.૭), વા (પં. ૭), વાર્થ
(૫. ૨૪), દેવરા(૫. ૨૬), વગેરે. ૪. વણની નીચે જોડાતા અંતર્ગત સ્વરચિહ્નોને જોડતી વખતે વની ઊભી રેખાને નીચલે છેડે
ટૂંકાવવાની ખાસિયત જોવા મળે છે, જેમ કે, તનુ (૫. ૧), મુa (પં. ૨), મુરાસુર (૫. ૪), મુમુ (૫, ૪), મુનમુન (૫૯), રમૂવ (૫. ૧૫) વગેરે. સંયુક્ત વ્યંજનમાં ૬ પછી આવતા વ્યંજનને બેવડાવવાનું વલણ જોવા મળે છે, જેમ કે, ધષ્ણ? (૫. ૮, ૩૦), વસ્તી (૫. ૧૯), ૦િ (૫. ૨૩) ધર્મ (૫. ૨૫, ૨૮), Mળિ (૫. ૭૦), નિી (પં. ૩૨), fo° (૫. ૩૨) વગેરે.
નિયામક, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ રીડર, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ
+
૧૧૬].
[સામીપ્ય : ઑકટોબર, ૩-માર્ચ, ૧૯૯૪
For Private and Personal Use Only