________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1] ભગવાનને અનુકૂળ રહેવાને સંકલ્પ [૨] ક્યારેય તેમનાથી પ્રતિકૂળ ન થવું. la] પ્રભુમાં દઢ વિશ્વાસ [૪] એ હમેશા અમારુ’ રક્ષણ કરશે [પા સંપૂર્ણ આમ સમર્પણ [૬] નિતાત દીનતા.
પિતાના પ્રિયતમ શ્રીકૃષ્ણનાં ચરણોમાં શરણાગત બનીને ‘સર્વદા ભાવેન’ તેની સેવામાં તત્પર રહેવું એજ ભક્તિનું પરમ લક્ષ્ય છે. પુષ્ટિ માગીય સેવા :
પુષ્ટિ માગીય વૈષણ માટે નિત્ય સેવા કરવી તે અનિવાર્ય ધર્મ કે સનાતન કર્તવ્ય છે. સેવાના ત્રણ પ્રકાર છે : તનુજ, વિત્તજ અને માનસી. તનુજ સેવા પોતાના શરીરથી કરવાની હોય છે. આનાથી અહકાર મુકત થાય છે. વિતજા સેવાથી લૌકિક પદાર્થો પ્રત્યે મમતા ઓછી થાય છે. આ બન્ને સેવાઓથી અહંતા અને મમતા શાંત થાય છે. આ બેમાં તનુજા સેવા મુખ્ય છે. ભગવાનના સેવક બનવાથી હુ સેવક છું આવી અહતામાં બાઘા પડે છે. માટે વિત્તજ સેવા સાથે તનુજા સેવા કરવી અત્યન્ત આવશ્યક છે. માનસી સેવા ભકતના હૃદયમાં સદા ચાલતી રહેવી જોઈએ. તનુજ અને વિત્તજા સેવા સાધન રૂ૫ છે. માનસી સેવામાં ભકત પોતાના ચિત્તને સ્થિર કરે છે એટલે માનસી સેવા એ સર્વોત્તમ સેવા છે.
શ્રી યમુનાજીના સ્વરૂપ-ચિંતનથી પાપો નાશ પામે છે અને સેવાનાં ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. જીવનમાં ભકિતના સમસ્ત ભાવ નિરતર ટકી રહે તે માટે શ્રી વલ્લભાચાર્યજીએ બાલકૃષ્ણની સેવાનું વિધાન કર્યું છે. આમાં ચાર સેવાઓ દિવસના પૂર્વાધમાં કરવાની હોય છે. મંગલા, શૃંગાર, ગ્વાલ અને રાજભોગચાર સેવાઓ બપોર પછી કરવાની હોય છે. ઉત્થાપન, ભોગ, સંધ્યા આરતી અને શયન. આ સેવાઓને વિધિપૂર્વક કરતાં આખો દિવસ ભગવાનના સ્મરણમાં ૫સાર થાય છે. દરેક સેવામાં કીર્તન ગવાય છે. સુરદાસજી એ આઠેય પ્રહારનાં અત્યંત મધુર અને ભાવ પ્રધાન પદો ગાયાં છે. વ્રજભાષામાં શ્રીકૃષ્ણ ભકત એવા પુષ્ટિ માગીય આઠ કવિઓ અષ્ટ છાપ કે અષ્ટસખા નામથી પ્રખ્યાત છે. તેઓએ બધા સમયનાં ઋતુઓ તહેવારે સંયોગ વિયોગ વગેરે બધી ભાવનાએનાં પદ લખ્યાં છે, જે અષ્ટ પ્રહર સેનામાં ગવાય છે. આમાં સુરદાસ પરમાનંદદાસ અને કુંભનદાસ તેમજ કૃણુદાસ શ્રી વલ્લભાચાર્યના શિષ્ય હતા છીત સ્વામી, ગોવિંદ સ્વામી, ચતુર્ભુજદાસ અને નંદદાસ આચાર્ય શ્રીના સુપુત્ર શ્રી વિઠ્ઠલનાથજીના શિષ્યો હતા. આ સિવાય બીજ ભગવદીય કવિઓની રચના પણ સેવાના સમયે નિત્ય કીર્તનમાં ગવાય છે.
આ સેવાઓ કરવાથી પુષ્ટિ માગય ચાર પુરુષાર્થો સિદ્ધ થાય છે. [૧] ધર્મ :- પ્રભુની સેવા [૨] અર્થ :- શ્રીકૃષ્ણ [૩] કામ :- પ્રભુના દર્શનની તીવ્ર લાલસા [૪] મોક્ષ :- પુરુષોત્તમ શ્રીકૃષ્ણની પ્રાપ્તિ
આમની સિદ્ધિથી વૈષ્ણવજન ભગવાનની લીલામાં પ્રવેશ પામી દિવ્ય આનંદ ભોગવે છે. આ ભકિતનું આ પરમ ફળ છે.
શ્રી વલ્લભાચાર્યની પુષ્ટિભક્તિ ]
[૧૧૫
For Private and Personal Use Only