SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને એમની જ પરંપરા વધુ ચાલી છે. ભારતના સાંસ્કૃતિક ઈતિહાસમાં મીમાંસક મૂર્ધન્ય કુમારિલ ભટ્ટનું નામ સુવર્ણાક્ષરે લખવું પડે એમ છે. વિદત્તા પ્રતિભા તેમ નિજી વ્યક્તિત્વ ધરાવતા કુમારિલ ભટ્ટ વસ્તુતઃ તાના સમયના યુગાન્તર ઉપસ્થિત કરનારા મહાપુરુષ થઈ ગયા છે. આજે પણ તેમના ગ્રંથનું વિદ્યુતસમાજમાં ઘણું ઊંચું સ્થાન છે. મીમાંસા દશનમાં તેમના સિદાતે ભાદ્ર મત નામે ઓળખાય છે. અને તે સિદ્ધાંતે મહદંશે તેમના પિતાના છે. ઉત્તર ભારતમાં તેમણે જ શંકરાચાર્ય પહેલાં બૌદ્ધોને પરાસ્ત કર્યા હતા. વેદ ધમને પુનરુદ્ધાર વસ્તુતઃ કુમારિક ભટ્ટ જ કર્યો છે. - અનેક પ્રમાણોના આધારે કુમારિક ભટ્ટનો સમય વિદ્વાને સાતમી શતાબ્દીનો પ્રથમાધે માને છે. એસ.પી. પંડિતના અભિપ્રાય પ્રમાણે તેમનો સમય ઈ. સ. ૧૯૦–૬૫૦ ને છે. શંકરમતાનુયાયિઓમાં શંકર અને કુમારિક ભટ્ટના પરસ્પર મળવાની ઘટનાને વિશેષ મહત્ત્વ અપાય છે. પરંતુ શંકરાચાર્ય કુમારિલભદ્રનું તુષાગ્નિમાં થયેલું મરણ પ્રયાગમાં જોયું હતું એવી શંકરાચાર્યના કેટલાક ચરિત્ર ગ્રંથમાં આવતી વાત કેવળ કલ્પના જ છે. ઈ. સ. ૭૪૯ ના શાન્તરક્ષિતે પિતાના તવ સંગ્રહમાં કુમારિલભટ્ટ અને એમના શિષ્ય ઉખેકને વારંવાર નિર્દેશ કર્યો છે પણ તેમણે શંકરાચાર્યને ઉલ્લેખ કર્યો નથી. વસ્તુતઃ કુમારિલભટ્ટ શંકરાચાર્ય કરતાં ૧૫૦થી ૨૦૦ વર્ષ પ્રાચીન હોવાનું પ્રતીત થાય છે. ઈ. સ. ૭૮૮ ૦ના શંકરાચાર્યના જીવન સાથે કુમારિલભદ્રને સમય કોઈપણ રીતે બંધ બેસતા નથી. ગગાનાથ ઝાના મતાનુસાર કુમારિકને સમય ૬૦ ૦-૬૬૦નો છે. તિબેટી ઇતિહાસ લેખક પ્રસિદ્ધ તારાનાથ કુમારિને તિબેટમાં ઈ.સ ૬૨૭ થી ૬૫૦ સુધી રાજ્ય કરનાર સાહેંગસાન ગામ્યોના સમકાલીન હોવાનું જણાવે છે. તિબેટી અનુભૂતિ અનુસાર કુમારિક અને ઈ. સ. ૬૫૦ સુધીના ધમકીતિ નાલંદા વિદ્યાપીઠના અધ્યક્ષ આચાર્ય ધમપાલના શિષ્ય હતા અને ધમપાલ પછી નાલંદાના અધ્યક્ષ બનેલા આચાર્ય શીલભદ્રના સહાધ્યાયી હતા. કુમાલિભદ્રના જીવનની ઘટનાઓને વિશેષ રૂપે પરિચય પ્રાપ્ત થતો નથી. તેમના જન્મસ્થાન અંગે પણ સાધનને અભાવે નિશ્ચિતરૂપે કશું કહી શકાય એમ નથી. તિબેટી લેખક તારાનાથના કથનાનુસાર તેઓ દક્ષિણ ભારતના ચૂડામણિ રાજ્યની અંતર્ગત ત્રિમલય નામના સ્થાનમાં ઉત્પન્ન થયેલા બૌદ્ધ પંડિત ધમકીતિ'ના સંબંધી હતા. એ ચૂડામણિ રાજ્ય સંભવતઃ ચોલદેશને કહેતા હશે. આ રીતે તે કુમારિને દક્ષિણ ભારતના નિવાસી ગણવા પડે, પરંતુ ભારતીય પરંપરા આથી વિપરીત વાત કહે છે. આનંદગિરિના શંકર દિગ્વિજયના ઉલ્લેખ પ્રમાણે કુમારિક ભટ્ટ ઉદગ દેશથી આવીને દુષ્ટ મતાવલંબી જેનો તેમ બૌદ્ધોને પરાસ્ત કર્યા હતા. ઉદગદેશ પંજાબ અને કાશ્મીર પ્રદેશને માનવામાં આવે છે. આ ઉલેખ પ્રમાણે કુમારિક ઉત્તર ભારતના નિવાસી હોવા જોઈએ, વળી મીમાંસક શાલિકનાથે એમને ઉલેખ વાતિકકાર મિશ્ર નામથી કર્યો છે. આ મિશ્ર ઉપાધિ ઉત્તર ભારતના બ્રાહ્મણોનાં નામ સાથે સંબંધ હોવાનું સૂચવે છે. એથી પણ કુમારિને ઉત્તર ભારતના નિવાસી માનવા યુક્તિસંગત પ્રતીત થાય છે. મિથિલા પ્રદેશમાં વળી જનશ્રતિ છે કે કુમારિક મૈથિલ બ્રાહ્મણ હતા. આ સંભવિત તો છે પણ એ માટે પ્રમાણોનો અભાવ છે. - કુમારિનના જીવનવૃત્ત અંગે તારાનાથે કરેલા ઉલ્લેખો હૈ. સતીષચંદ્ર વિદ્યાભૂષણે પિતાના હિસ્ટ્રી ઐફ ઇનિયન લેઝીક (પૃ. ૩૦૩-૩૦ ૬) માં નોંધ્યા છે. તારાનાથના કથનાનુસાર કુમારિલ ભટ્ટ સુખી ગૃહસ્થ હતા. ધનધાન્યથી સમૃદ્ધ હતા. એમને ત્યાં ૫૦૦ દાસ અને ૫૦૦ દાસીઓ હતાં. ચૂડામણિ પ્રદેશને તેમની માનમર્યાદા સાચવતા. તેમની સાથે બોદ્ધ દર્શનના પ્રસિદ્ધ આચાર્યો ધમકીર્તાિએ કરેલા શાસ્ત્રાર્થની અને એમાં પરાજિત બની રહેતાં કુમારિલ ભટ્ટ બદ્ધ ધર્મને સ્વીકાર કર્યાની વાત તારા [સામી : ઍકબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy