________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
અ. ૩૪-૪૯), પછી રુદ્રીના પ્રચેતાએ શિવસંકલ્પ સુક્તના ૬ મંત્રો પસંદ કર્યા (સં. અ. ૩૪ ૧ થી ૬). પરમતત્ત્વની ધારણું કરવા માટે ચિત્તને શિવસંક૯૫ બનાવવું અનિવાર્ય છે. રુદ્રીના અ. ૨ માં-પુરુષસૂક્તમાં સુષ્ટિના કારણરૂ૫ રુદ્રનું નિરૂપણ કર્યું. ઉત્તરનારાયણના મંત્રમાં સ્પષ્ટ રીતે કહ્યું કે તે પરમતત્ત્વને જાણ્યા વગર, મુક્તિને બીજો કોઈ માગ નથી.
રુદ્રાષ્ટાધ્યાયીન અ. ૩માં વીરતાના પ્રતીકરૂપ ઈન્દ્રની સ્તુતિ છે. કામક્રોધાદિ શત્રુરૂપ વૃત્રને હણવા ઇન્દ્રને પ્રાર્થના કર્યા પછી મૈત્રસ્ત અથવા સૂયસ્તુતિ છે. પાપમાંથી મુક્ત કરવા ઉપાસક સૂર્યરશ્મિઓને પ્રાથે છે. આ અ.માં સંહિતાના ૩૩ના મંત્રોની વચ્ચે સૂર્યસ્તુતિના અ. ૭ ના ૩ મંત્રો સંકલિત કરેલા છે.
ત્યારબાદ રુદ્રીના પમા અધ્યાયરૂપે સં. અ. ૧૬ મો લીધો છે. તેમાં રુદ્રના વ્યાપક સ્વરૂપનું અદ્ભુત વર્ણન છે. એને શતરુદ્રિય કહે છે. આ નમસ્તે ક ન્યવ...થી પ્રારંભાતા શતરુદ્રિયના રુદ્રાભિષેક પ્રસંગે આવત ને કરવામાં આવે છે. કુંભાર, સુથાર, લુહાર, શિકારી વગરના સ્વરૂપે રહેલા રુદ્રને નમસ્કાર કરવામાં આવે છે. અહીં ગીતાના વિભૂતિયોગની જેમ, જગતના સર્વ પદાર્થોમાં વ્યાપેલા રુદ્રને વારંવાર નમસ્કાર કરવામાં આવે છે. અષ્ટાધ્યાયીમાં આ રુદ્રાધ્યાય મુખ્ય અને કેન્દ્ર સ્થાને છે. - ત્યારબાદ રુદ્રીના ૬ કૈ અ.માં સોમ અને વિશેષતા : અબકરૂપે રહેલા રુદ્રની સ્તુતિ છે. રુદ્રના ત્રીજા નેત્રરૂપે રહેલા જ્ઞાનાગ્નિ દ્વારા જ કામ બળે છે અને કાકડીનું ડી સૂર્યતાપથી પાકીને ખરી પડે તેમ આ યંબકના જ્ઞાનાગ્નિથી માનવ પ્રૌઢ બનીને મત્ય પદાર્થોના બંધનથી છૂટે છે.
રૂદ્રાષ્ટાધ્યાયીના અ. ૭ માં ઉગ્ર વગેરે મસ્ત-દેવોનો નિર્દેશ છે. રુદ્રને મના પિતા કહેલ છે.૧૮ ત્યારબાદ દેહાદિના સમર્પણની ભાવનાના નિરૂપણમાં અગ્નિ, વિદ્યુત (અશનિ), પશુપતિ, ભવ, શર્વ, ઈશાન, મહાદેવ, ઉગ્ર વગેરે રુદ્રનામોનો નિર્દેશ કરેલો જોવા મળે છે. શતપથબ્રાહ્મણમાં રુદ્રનાં ૮ નામો પ્રજાપતિએ પાડયાં એ વાર્તા આવે છે. આ જ આઠ નામો પરંપરાથી મહિમ્નઃ
સ્તોત્રમાં ઊતરી આવ્યાં.૨૦ રુદ્રીના અ. ૭માં સર્વસમપર્ણના ભાવને વ્યક્ત કરતી, સ્વાહાકાર શબ્દોવાળી ૪૨ આહુતિઓ છે. કર્મકાડમાં પ્રાયશ્ચિત–આહુતિઓ તરીકે આ પ્રસિદ્ધ છે. સં. અ. ૩૯ના
મંત્ર ૭ થી ૧૦નું અહી ચયન કરેલું છે. : " રૂદ્રાષ્ટાધ્યાયીના અ. ૮ માં સં, અ. ૧૮ માંથી ૧ થી ૨૯ મંત્રોનું ચયન કરેલું છે. સર્વસ્વનું પરમાત્માને સમર્પણ કર્યા પછી ઉપાસક યજ્ઞના પવિત્ર સાધન દ્વારા જગતના તમામ ઉત્તમ પદાર્થો મને પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના કરે છે. યજ્ઞ પરંપરામાં આ ૨૯ મંત્રોને વાર્ધારાના મંત્રો કહે છે. આ આઠમા અધ્યાયને અંતે મંત્રમુખે ઉપાસક કહે છે કે અમે હવે અ-મૃત બની ગયા છીએ. હવે અમે પ્રજાપતિની પ્રજા બન્યા છીએ. અહીં સમગ્ર માનવજાતના ઊવિકરણને સંકેત જણાય છે. અહીં રુદ્રીના ૮ અધ્યાયે સમાપ્ત થાય છે.
શાન્તિકરણના અધ્યાયમાં (સં, અ. ૩૬ સંપૂર્ણ, મંત્રો ૨૪) ઉપાસક દેવોને માથે છે કે તેઓ તેનું કલ્યાણ કે સુખ કરે. ફુલોક વગેરેમાં રહેલી શાન્તિ પોતાને પ્રાપ્ત થાય એવી ઝંખના સાધક અભિવ્યક્ત કરે છે. પોતે પરમાત્માની કૃપા દૃષ્ટિમાં ચિરકાલ છો (શો તે સાતિ ની શાળા સ. અ૩૬ ૧૯) એવી આશા સેવે છે. દેવાને માટે સ્થાપિત, અને પરમાત્માના ચક્ષ૩૫ સૂયને પ્રાથે છે કે અમે સે વર્ષ જીવીએ, સાંભળીએ, બોલીએ, અદીન બનીને જીવનયાપન કરીએ. યાકલ્પ દ્વારા બધુ મેળવીને ઉપાસક શાંતિને ઝંખે છે. '
[ સામીપ્ય : એપ્રિલ, '૯૭-સપ્ટે., ૧૯૯૨
For Private and Personal Use Only