SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુંજાલ અટક વિષે પણ બેચાર શબ્દ અહીં અનુચિત નહિ ગણાય. મુંજાલના શબ્દ અર્થ કે તેની વ્યુત્પત્તિ પર તે ગુજરાતી ભાષાના વિદ્વાનો પ્રકાશ પાડી શકે. પણ ગુજરાતના મહાન રાજવી સિદ્ધરાજ ચૌલુક્યના મહામાન્ય મુંજાલ મહેતાનું નામ તો ગુજરાતમાં જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ઈ. સ. ૧૨૨૮ના એક અભિલેખમાં પણ મોઢ જ્ઞાતિના વણિક વોહરા મુંજલનું નામ જોવા મળે છે. જૂનાગઢ જિલ્લાના પોરબંદર તાલુકાના ગોરા ગામમાં આવેલી સુલતાન મહમૂદ બેગડાના સમયમાં ઈ. સ. ૧૪૮૦ માં નિર્મિત એક વાવનો નિર્માતા પણ તેના અભિલેખ મુજબ નાગર વણિક જ્ઞાતિનો સુરા પુત્ર મુંજાલ હતો. ૧૬ ગુજરાતમાં આ અટક કે જ્ઞાતિ અસ્તિત્વમાં છે કે નહિ તેની મને માહિતી નથી. પરંતુ મુંજાલ અટક ધરાવતા રાજસ્થાનના પ્રતિષ્ઠિત હિંદુ ઉદ્યોગપતિ તથા વેપારી ભાઈઓનાં નામે આજે પણ જોવા મળે છે. અંતમાં નિમ્નલિખિત શેખા મુંજાલની વાવવાળે પાઠ તથા તેનું ભાષાંતર ગુજરાત તેમ જ અમદાવાદના ઈતિહાસપ્રેમી અથવા સામાન્ય પાઠકોને રસપ્રદ થશે એવી આશા છે. ૧. બિસ્મિલાહિરહમાનિરહીમ ૨. કદ ઈન્તા હિ હઝલ-બિઅરુલમીબો માઓ ઉબન ગુલાલનું વ વકફ બિહી લિ ઇસ્તિત્કાઈ ખટકે ૩. વલિમન જાએ બિહી વફફન હલાલનું મઅ ઇમારાતિહિલ મઅસૂરત વે અણજારિહીલચસ્પતિ મુમિરતે ઇતિગાઅન્. ૪. લિ વહિલાહિલૂ-મુઅઝમે વ રિજાઅન લિ શિફતે રસૂલિલ્લાહે સલલાહે અલયહે વલમ અલ્-મુકરમ ફ્રી અરિસુતાનિલ મુશરફ ૫. બિ તથરીફિરમાન કુબુદુંન્યા વદ્દીન અબૂલ (અનિલ જોઈ એ) ફઝલ બહાદુરશાહ બિન મુઝફફર શાહ ૬. સન ૯૪૦ ફી શબાન. વ અતમહા ફ્રી અહદ સુલતાનિ સલાતીનિઝઝમાન અલ-વાચિક ૭. બિ તાઈદિરહમાન નાસિરિન્યા વદ્દીન અબૂલ (અબિલ જોઈએ) ફતહ મહમૂદશાહ ઈન્તિ ૮. લતીફશાહ અખિયિ બહાદુરશાહ ઈન્નિ મુઝફફરશાહ ઈનિ મદમૂદશાહ ઈન્નિ ૯. મુહમદશાહ ઈન્તિ અદ્દમદશાહ ઈન્નેિ મુહમદશાહ ઇગ્નિ મુઝફફર શાહ ૧૦. અસૂ-સુલતાન ખલલ્લાહે મુહૂ વ સુલતાનg શેખા બિન ઈસા અલ-મુલકાબ ૧૧. બિ મુંજાલ જઅલલાહે લહૂ હાલ મૈત્ર મકબૂલતનું નરિયતન વ સકાહે મિન હૌઝિલકૌસરે શરબતન્ સાયિતનું ફ્રી સન ૯૪ ૬. ભાષાંતર ૧. પરમકૃપાળુ દયાવાન ઈશ્વરના નામથી (શરૂ કરું છું). ૨. આ વાવ જેનું પાણી મીઠું, નિર્મળ અને સ્વાદિષ્ટ છે, તેનું ખોદકામ શરૂ કર્યું તેમ જ તેને વકફ કરી ફાયદા માટે જગતવાસીઓના. ૩. તેમ જ તેમના માટે જેઓ અહીં આવે, શાસ્ત્રોક્ત રીતે વકફ (કરી),. તેની (આસપાસની) સુંદર ઇમારતે તેમજ ફળફળાદિના વૃક્ષો સાથે, પ્રાપ્ત કરવા અથે. ૩. ઈશ્વરની મહાન કૃપા (મેળવવા) (કયામતના દિન) તેમજ ઈશ્વરના મહાન પેગમ્બર (હઝરત મહમ) તેમના પર ઈશ્વરના સલામ તેમજ સલવાત હું —–ની (પોતાના ગુના માફ કરાવવા હેત) દરમ્યાનગીરી, રાજ્યકાળમાં સુલતાન સન્માનિત છે. અમદાવાદ શહેરનું એક સ્થળનામ : શેખા મુંજાલની પોળ ]. [ પપ For Private and Personal Use Only
SR No.535787
Book TitleSamipya 1993 Vol 10 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy