________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચિંતન કણિકાઓ કાલિદાસના સમગ્ર જીવનચિતનના નિચેાડ આપણને આપે છે. ટાગાર કહે છે તેમ તેટલા માટે જ કવિએ પ્રકૃતિના ચાંચયની જગ્યાએ અચળ નિષ્ઠાની એકાગ્રતા, સૌ માહની જગ્યાએ કલ્યાણની કમનીય છટા, અને વસંતવિલા મહા અરણ્યની જગ્યાએ આનંદનિમગ્ન વિશ્વલેાકને સ્થાપ્યાં છે.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિદાસે આઠમા સગ^માં કરેલુ' શિવપાવ તીની કામક્રીડાનુ વણ્ ન મત્સ્યપુરાણના વણૅન કરતાં તદ્દન જુદું' છે અને એ કુમારના જન્મની ભૂમિકા રચે છે, અને કાલિદાસની ઘણી ટીકા થઈ છે તે છતાં કહેવુ' જોઈએ કે શિષ્ટ અને સંસ્કારી વાચકને ઉશ્કેરી મૂકે એવું કશું... આ વનમાં નથી અને કાલિદાસની દૃષ્ટિએ કાવ્ય અહી' જ પૂરું થાય છે. કાવ્યનુ' શીર્ષક, પાછલા સર્ગાનું નિમ્ન કાટિનુ કાવ્યતત્ત્વ વગેરે ઉપરાંત મલ્લિનાથે આઠ સર્વાં પર જ ટીકા લખી છે તે આ વાતનું સમર્થન આપનારી હકીકતા છે.
મત્સ્યપુરાણુ અને કુમારસંભવનું કથાતત્ત્વ ]
આટલી ચર્ચામાંથી સ્પષ્ટ થાય છે કે ‘મત્સ્યપુરાણ'ની કથાની તુલનાએ કાલિદાસે કરેલા ફેરફાર અને ઉમેરેલાં તત્ત્વા પૂર્ણ રીતે યેાગ્ય છે, પુરાણકથાની નબળાઈઓ અને અસભવિતતા દૂર કરી, કથાને સુદૃઢ, સ્પષ્ટ, સ્વાભાવિક, પ્રવાહી, કલાત્મક અને સતત સજીવ બનાવે છે. માનવહૃદયના ગૂઢતમ રહસ્યા ખુલ્લાં કરવા અને ભાવાવેશયુક્ત વન આપવાં એ કાલિદાસના આગ્રહ છે. રસ એ તેા કાવ્યને આત્મા છે અને રસનિષ્પત્તિ તથા તેનાં ઔચિત્ય, શિષ્ટતા અને ગૌરવ કાલિદાસ સતત જાળવી રાખે છે. મહાકાવ્યનાં પાત્રો અસામાન્ય તેા હાય જ, તેમાં ય આ તો દેવા છે તેથી તેમનું ગૌરવ જળવાય અને સચેાટ પાત્રાલેખન થાય તે સાથે માનવસુલભ હદ્ગત ભાવે તેમનામાં આાપાય તેની કાળજી પણ્ કવિએ રાખી છે. હિંદુ સંસ્કૃતિના ધન્યતમ તત્ત્વોને જ પ્રગટ કરનાર કાલિદાસ ભાવનાવિહીન તેા કશું લખતા જ નથી. એક જીવનદૃષ્ટિ અને ઉદાત્ત ભાવના પ્રગટ કરવાને! તેમના આગ્રહ છે. આ સત્ર ઉદ્દેશા કવિએ કરેલા ફેરફારાથી સિદ્ધ થાય છે. અને કવિના કાવ્યને સંસ્કૃત મહાકાવ્યમાં તેણે પ્રાપ્ત કરેલું ગૌરવ અપાવે છે.
For Private and Personal Use Only
[.