SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધૂમતુ લગભગ બાડ દિવસ દેખાયું હોવાથી લગભગ આઠ વર્ષ સુધી એની અસર રહેશે. તેમજ પ્રાચીન મહર્ષિઓના કહેવા મુજબ આ અસરનો અનુભવ ધૂમકેતુના દેખાયા પછી ૪૫ દિવસ પછી થવા લાગે છે. અત્યારનો ધુમકેત સ્વાતિ નક્ષત્રમાં દેખાય છે એમ માનીએ, તે વરાહમિહિરને કહેવા મુજબ જ્યારે સ્વાતિ નક્ષત્રમાં ધૂમકેતુ દેખાય છે ત્યારે કાશ્મીર અને કાજ (અફઘાનિસ્તાનને ભાગ)ના રાજાઓ માટે એ ભયજનક હોય છે (બુ સ. ૧૧૭). અસિત દેવલના મત પ્રમાણે (અ. સા. ૧૫૨) ધૂમકેતુ જ્યારે સ્વાતિ, વિશાખા અને અનુરાધામાં દેખાય છે, ત્યારે મગ મહર્ષિએ જણાવ્યા મુજબ જ વિવિધ પ્રકારને ભય ઉત્પન્ન થાય છે. દુભિક્ષ, સમૂહ મરણરૂપ ઘોર અનર્થ, ભયંકર અનાવૃષ્ટિ અને પંચમહાભૂતોને ભયંકર ઉપદ્રવ એટલે કે ખૂબ જ વર્ષા, તડકો, ઠંડી વગેરે થાય છે. ઉપસંહાર આમ ઉપરના વિવેચન પરથી સ્પષ્ટ થશે કે આજથી ૨૦૦૦ વર્ષ પહેલાં પણ મહર્ષિએને ધૂમકત અંગે કડલ હતું, એના વિશે વિસ્તૃત વર્ણન આપી, અસરો અને ફરી દેખાવાના સમય અંગ પણ વિચાર કર્યો હતો. આજે જે કામ આપણે અનેક આધુનિક સાધનોની મદદથી કરી રહ્યા છે એ, તેવા જ પ્રકારનું સંશોધનનું કામ કેવળ સાધનવિહીને નરી આંખેથી નિરીક્ષણ કરી સ્પષ્ટ વર્ણનો આપ્યાં છે, જે આજે પણ ઉપયુક્ત થઈ શકે છે. પ્રાચીન મહર્ષિએનું ખગોળ વિજ્ઞાન વિષયક અધ્યયન અને દર્શન, તેમજ આધુનિક વિજ્ઞાનિકેનું સંશોધન એ બંનેનું તુલનાત્મક અધ્યયન ઉપયોગી નીવડશે. મહષિઓની આર્ષદૃષ્ટિની કલ્પના કરવી પણ કઠિન છે. એમને કરોડો વંદન. પાટી ૧, સુધાકર દ્વિવેદી (સં.), બૃહતસંહિતા વરાહમિહિરકત (બુ. સં.) ભદોત્પલ વ્યાખ્યાઓ સાથે, બનારસ, ૧૮૯૩, ૭/૧૫-૧૬, ૧/૧, ૯/૧, ૨૩/૪, ૮૬/૧, પૃ. ૧૪૮ થી ૨૦૧૨ ૨. મુરલીધર ઝા બલાલસેનત અભુતસાગર (અ. સા.), બનારસ, ૧૯૦૫, પૃ. ૧૪૮ થી ૨૦૨ પ્રાચીન મહષિરાનું ધૂમકેતુદર્શન ] [ ૧૭, For Private and Personal Use Only
SR No.535787
Book TitleSamipya 1993 Vol 10 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy