________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વલે જી જદી દિશા અને જદાં જુદાં નક્ષત્રોમાં દેખાતા ધૂમકેતુઓ વર્ણવ્યા છે. ૧૫ આનેય, ૨૧ રૌદ્ર, ૧૦ ઉદ્દાલકિત, ૧૪ કાશ્યપેય, ૪ મૃત્યુસંભવ, બીજા કેટલાક સેમસંભવ, ૨૫ માહેય, ૩ વારુણ, ૧ યમપુત્ર એમ ૧૦૮ પ્રકારના ધૂમકેતુઓ અને એમના દેખાવાથી થતી અસરોની ચર્ચા કરી છે. પણ બધું વર્ણન પરાશર અને વરાહમિહિરના વર્ણનેથી કેટલુંક જુદું લાગે છે.
વરાહમિહિર : વરાહમિહિરની બહાસંહિતા એ એક જ્યોતિષશાસ્ત્રનો સૌથી પ્રાચીન ઉપલબ્ધ સંહિતાગ્રંથ છે. ગર્ગ, પરાશર, અસિતદેવલ, નારદ વગેરે એના પૂર્વસૂરિઓ હોવા છતાં કેવળ વરાહમિહિરને જ ગ્રંથ આજે ઉપલબ્ધ છે. આ બધા પૂર્વસૂરિઓના ગ્રંથને આધાર વરાહમિહિર પોતાના ગ્રંથ માટે કર્યો છે. વરાહમિહિરને રામય લગભગ છઠ્ઠી સદીને પૂવભાગ માનવામાં આવે છે.
બૃહત્સંહિતાના અગિયારમા અધ્યાયમાં કુલ બાસઠ (૬૨) શ્લોકમાં વરાહમિહિરે ધુમકેતુ અંગેની વિસ્તૃત ચર્ચા કરી છે. પ્રારંભમાં (૧૧/૧) તેઓ પોતે કહે છે કે ગગન, પરાશર, અસિતદેવલ અને અન્ય અનેક ઋષિઓનાં વર્ણન જોઈને પછી હું આ ધૂમકેતુ વિશેનું વિવેચન કરું છું. વરાહમિહિરના વણનેમાં ખાસ કરીને ગગ અને પરાશરના વિચારોને ખૂબ જ પ્રભાવ જોવા મળે છે. વરાહમિહિર પોતે કહે છે (૧/૫) ધૂમકેતુઓની સંખ્યા અંગે કોઈ એકમત નથી. કેટલાક દ્રષિઓ ૧૦૧, તે કેટલાકના મતે ૧૦૦૦ ધૂમકેતુઓ થાય છે. નારદઋષિના મત પ્રમાણે એક જ ધૂમકેતુ અનેક રૂપિમાં ભાસમાન થાય છે.
આના પછીનું બૃહત્સંહિતામાં આવતું ૧૦૦૦ ધૂમકેતુઓનું વર્ણન લગભગ ગગષિના વર્ણનની સાથે મળે છે. દરેક ધૂમકેતુના આકારમાન, રંગ, કઈ દિશામાં દેખાય છે તે અને એની સારી અને ખરાબ અસર એમ બધાનું સૂક્ષ્મતાથી વર્ણન કર્યું છે. ત્યાર પછી અમુક નક્ષત્રોમાં ધૂમકેતુ દેખાવાથી કયા દેશના રાજાને ભય હોય છે, એની પણ વિસ્તૃત ચર્ચા કરી છે.
અદભુતસાગર
વરાહમિહિરના પછીના સમયમાં બૃહત્સંહિતાની ઉત્પલની ટીકા ઉપરાંત અબ્રુતસાગર નામક ગ્રંથમાં બલાલસેન નામક એના કર્તાએ પ્રસ્તુત ગ્રંથના કેતુ-અદ્ભુત-આવત નામના ખૂબ જ મોટા પ્રકરણમાં ઉપરોક્ત ઋષિઓ કાશ્યપ સંહિતા, ભાર્ગવ હિતા, સમાસ સહિતા, આથર્વમુનિ વગેરેનાં ઉહાર આપી, જુદા જુદા પ્રકારના ધૂમકેતુઓની ઝીણવટ ભરી ચર્ચા ૫૫ પાનાં ભરીને મૂલ શ્લોક ટાંકીને કરેલી છે. ગર્ગ, પરાશર, વરાહમિહિર વગેરેએ આપેલાં જુદા જુદા ધૂમકેતુનાં વર્ણન પર શ્લોકે ટાંકીને અંતે એમના જ મતે એની અસર વર્ણવી છે અને અંતે ધૂમકેતુના નથી થતી આડઅસર દૂર કરવા કેટલાક શાંતિકમ વગેરેનાં વિધાનો આપ્યાં છે. ધૂમકેતુ શુમેકર અને મહર્ષિઓના વિધાન
અત્યારે જે શમેકર ધૂમકેતુ દેખાયો, તે ગુરુગ્રહ ઉપર આક્રમણ કરતા દેખાય. ગુરુ હાલમાં તુલા રાશિમાં હોઈ, આ આક્રમણ થયું ત્યારે એ ૧૧ અંશમાં એટલે કે સ્વાતિ નક્ષત્રમાં હતો. એટલે આ ધૂમકેતુ ૫ણ સ્વાતિ નક્ષત્રમાં દેખાય, એમ માની શકાય.
આપણા મહર્ષિઓ–ગ, વરાહમિહિર વગેરેએ ધૂમકેતુની અસર અંગે સ્પષ્ટ કહેલું છે કે, જેટલા દિવસ સુધી ધૂમકેતુ દેખાય છે, એટલાં વર્ષો સુધી એની અસરો રહ્યા કરે છે. એટલે પ્રસ્તુત
૧૬]
[ સામીપ્ય ઃ એપ્રિલ, ૯-સપ્ટે. ૧૯a
For Private and Personal Use Only