SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન મહર્ષિઓનું ધૂમકેતુદર્શન - - -- મુકુંદ લાલજી જોડે પ્રાસ્તાવિક ધૂમકેતુ શમેકરનું જુલાઈ-૯૪માં ગુરુ ગ્રહ ઉપર આક્રમણ થયું. આ પ્રસંગને અનેક વૈજ્ઞાનિકે એ આધુનિક ઉપકરણોની મદદથી ખૂબ જ સૂક્ષ્મતા અને આતુરતાથી નિરીક્ષણ કર્યું. એને આકાર, સ્વરૂપ, કદ અને એનાથી ઉદ્દભવતા ભાવિ પરિણામો અંગેના વિચારો થઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારના બાહ્ય ઉપકરણોની સહાયતા વગર આપણા પ્રાચીન મહર્ષિઓએ પણ અનેક ધૂમકેતુઓના વણને કર્યા છે. ગઈ, પરાશર, અસિતદેવલ અને વરાહમિહિર જેવાં પ્રાચીન મહર્ષિઓએ આવા અસંખ્ય ધૂમકેતુઓના સ્વરૂપ, આકાર, રંગ, હિંસા અને ભાવિ અસરોનું સુક્ષ્મતાથી વર્ણન કરેલું છે. એ અંગેનો વિચાર પ્રસ્તુત સંગેમાં કરો, અગત્યનું લાગે છે. આ મહષિઓના ધૂક્તિ અંગેના વિચારમંતળ્યા અહીં રજૂ કરવાના પ્રયતન કયી છે, જે રસપ્રદ અને પ્રસ્તુત - સમય ખૂબ જ ઉપયોગી નીવડશે. વૈદિક વાતુમયમાં ધૂમકેતુ શબ્દના ઉલ્લેખ મળે છે. અથર્વવેદમાં (૧૮.૧.૩૦ અને ૧૯૯૮.૧૪) માં “ફને મૃત્યુ :” વગેરેમાં ધૂમકેતુ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. બાદ (૮.૪,બન્ને શુકલ યજુર્વેદ (૩૩.૨)માં પણ ‘ા પૂમત” એવા પ્રકારને શબ્દપ્રયોગ જોવા મળે છે. પણ ધૂમક્તના ખરા વર્ગને તો ગર્ગ, પરાશરાદિ ઋષિઓએ જ ખાસ કરીને વિસ્તારપૂર્વક આપતાં હોવાથી એમના મત ક્રમશ: સંક્ષિપ્ત રીતે જોઈએ. ગગ : ખુબ જ પ્રાચીન સંહિતાકાર એના મૂળ ગ્રંથ મળતો નથી. વરાહમિહિર એને ઉલેખ કરે છે. એના વિચારેને આધાર વરાહમિહિરે લીધે છે (મૃ. સ. ૭૭-૭). ગર્ગ ઋષિના ધુમકેતુના વર્ણનને વરાહમિહિરે મહત્વ આપેલું છે. વરાહમિહિરની જેમ દેવલષિએ પણ ગગનો ઉલેખ કરી, મૃત્યુથી ઉત્પન્ન થતા ચાર પ્રકારના ધૂમકેતુઓનું વર્ણન પ્રસ્તુત કર્યું છે (અદ્દભૂત પૃ. ૧૫૨). જેનાથી સિદ્ધ થાય છે કે વરાહમિહિર અને દેવલથી પણ ગગ પ્રાચીન હતા. એમના વિચારોને આધાર બીજઓએ લીધે છે. ગગને સમય લગભગ ઈ. પૂર્વે ૫૦ ને માનવામાં આવે છે ગગ મહર્ષિએ સૌથી વધુ એટલે ૧૦૦૦ જેટલાં ધૂમકેતુઓ હોવાનું વર્ણન કરેલું છે. આ એમના વિચારને ઉલેખ વરાહમિહિરે “ટ્સમરે વનિત નાગુ' (બૃહત્સંહિતા અ. ૧૧.૫) આ શ્લોકમાં કર્યો છે. ધુમકેતુની અમર વિશે ગગનું મંતવ્ય એવું છે, કે જેટલાં દિવસ એ દેખાય છે. એટલા મહિનાઓ સુધી એની અસર રહે છે. તેમજ જેટલા મહિનાઓમાં એ દેખાય છે, એટલાં વર્ષો સુધી એની શુભાશુભ પ્રકારની અસર રહે છે. મહત્વની વાત તો એ છે કે એ દેખાયાના ૪૫ * પ્રામ્ય વિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા ૧૪] સામીપ્ય : એપ્રિલ, '૯૩ સપ્ટે, ૧૯તea For Private and Personal Use Only
SR No.535787
Book TitleSamipya 1993 Vol 10 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy