________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
શૈવ પ્રતિમાઓનું જ વર્ણન કરવામાં આવ્યું છે. કાશ્યપને “અંશુમભેદાગમ” ધણે વિસ્તૃત ગ્રંથ છે. એને ૮૬ અધ્યાયમાં પ્રારંભમાં ૪૫ અને અંતિમ બેમાં વાસ્તુ અંગે અને બાકીના ૩૯ અધ્યાયોમાં પ્રતિમાવિધાનનું વિગત પ્રચુર વર્ણન છે. “મયમત'માં મૂર્તિ શાસ્ત્રને લગતા ચાર અધ્યાય અપાયા છે. આચાર્ય વિશ્વકર્માને રચેલ મનાતો ગ્રંથ “વિશ્વકર્મા–પ્રકાશ” નાગર શૈલીને પ્રાચીન ગ્રંથ મનાય છે. એમાં ૧૭ અધ્યાય પ્રતિમા વિધાનને લગતા છે. એમાં લક્ષ્મી વગેરે અષ્ટ દેવીઓની મૂર્તિઓની રચના તેમજ તેમની વ્યવસ્થા અને બ્રહ્માદિ મૂર્તિઓનાં સ્વરૂપનું સુંદર વિવેચન અપાયું છે. સમરાંગભુસત્રધાર'માં પણ કેટલાય અધ્યાયોમાં મૂતિવિધાન નિરૂપાયું છે.
ઉત્તરી શૈલીના ગ્રંથમાં ભુવનદેવકૃત “અપરાજિતપુર છા” વાસ્તુશાસ્ત્રને તેમજ પ્રતિમા વિજ્ઞાનને એક અપ્રતિમ ગ્રંથ છે. આમાં મૂર્તિવિજ્ઞાનને લગતા સ્વતંત્ર અધ્યાયો અપાયા છે જેમાં સંપૂર્ણ મૂર્તિવિધાનનું નિરૂપણ હોઈ તુલનાત્મક અધ્યયન માટે આ ગ્રંથ અતિ મહત્ત્વ છે. આમાં લિંગ, શિવ, વિબણુ, બ્રહ્મા, સૂર્ય, ગણપતિ, દેવી, પંચાયતનું તેમજ જૈન પરંપરાને લગતી મૂર્તિઓના અનેક પ્રકારનું મતિશાસ્ત્રીય વિશ્લેષણ પ્રસ્તુત થયું છે. આ ઉપરાંત શિલ્પશાસ્ત્રને અન્ય નોંધપાત્ર ગ્રંથમાં “પાંચરાત્ર-દીપિકા, ચતું વર્ગચિંતામણિ, મતિ-ધ્યાન, મતિ–લક્ષણ, લક્ષણ-સમુચ્ચય, દેવતાશિ૮૫, ૨૫મંડન, તંત્રસાર, વિશ્વકર્માવતાર, પાવતાર, જ્ઞાનરત્નકેશ, શિ૮૫સાર, શિલ્પરત્ન, ક્ષીરાવ, દીપાવ વગેરેનાં પ્રકરણે કે સ્વતંત્ર ગ્રંથ ઉલ્લેખનીય છે. શુક્રનીતિ, શારદા તિલક, નિર્ણય-સિંધુ, ધર્મ-સિધુ, મંત્ર-મહાર્ણવ, મંત્ર-રત્નાકર, મેરુ-તંત્ર, શ્રીતત્ત્વનિધિ, પૂજા-પદ્ધતિઓ અને પ્રતિષ્ઠા વિધિઓ વગેરે અનેક ધાર્મિક ગ્રંથોમાં પણ મૂર્તિવિધાનની ચર્ચા છે. આમાં ‘ઈશાન-ગુરુ-દેવપદ્ધતિ' અને હરિવિલાસ, અભિષિતાથ ચિંતામણિ (માનસોલાસ), કૃષ્ણાનંદ તત્રસાર, વગેરે ગ્રંથો પણ પ્રતિમવિધાનને લગતી કેટલીક વિશિષ્ટ સામગ્રી ધરાવે છે.
બૌદ્ધ ધર્મમાં પ્રતિમા વિધાનને લગતા કેટલાક સ્વતંત્ર ગ્રંથો લખાયા છે. ‘ચિત્રલક્ષણ' નામના ગ્રંથમાં બૌદ્ધ દેવી-દેવતાઓનાં ચિત્રો પરત્વે શાસ્ત્રીય રૂ૫વિધાન નિરૂપાયું છે. આ ગ્રંથની મૂળ પ્રત અપ્રાપ્ય છે પણ તેને તિબ્બતી ભાષાને અને તે પરથી જર્મન ભાષામાં થયેલ અનુવાદ પ્રગટ થયા છે. એ પરથી અનેક નવીન તો જાણમાં આવ્યાં છે. “તારા-લક્ષણ” નામના ગ્રંથમાં તારા તેમ જ અન્ય દેવીઓનું વર્ણન થયું છે. બુદ્ધની મૂર્તિને ઉપક્રમમાં તિબ્બતી ભાષામાં “દશતાલન્યગ્રોધ-પરિ. મંડલ-મુદ્ધ-પ્રતિમા–લક્ષણ” ગ્રંથ લખાય છે. બૌદ્ધ પ્રતિમા વિધાન માટે “સાધનમાલા’ સર્વાધિક પ્રસિદ્ધ છે. આમ તે આ બૌદ્ધ તાંત્રિક ગ્રંથ છે, પણ એમાં દેવતાઓને પ્રસન્ન કરવાની વિધિ મંત્રોચ્ચાર તેમ જ કેટલીક તાંત્રિક ક્રિયાઓનું નિરૂપણ કરતા ૩૧૨ સાધને નિરૂપાયાં છે તેમાં જે તે દેવતાનું મૂર્તિવિધાન પણ નિરૂપ્યું છે. બિબુમાન અને બુદ્ધ-પ્રતિમા લક્ષણનું નિરૂપણ કરતા આ પ્રકારના બીજા ગ્રંથ પણ ઉપલબ્ધ છે, જે બૌદ્ધ મૂર્તિકલામાં દેખા દેતાં સ્વરૂપ-ભેદને સમજવા માટે ઉપયોગી છે.
જૈન ધમને લગતી પ્રતિમાઓના વિધાન-પરત્વે ઉપરોક્ત ઘણુ ગ્રંથોમાં સ્વતંત્ર અધ્યાયો અપાયા છે. વાસ્તુસારમાં બીજુ પ્રકરણ સંપૂર્ણપણે જેને મૂર્તિવિધાનને આવરે છે, જ્યારે પ્રકરણ ત્રીજામાં જિન-પ્રાસાદના સંદર્ભમાં મૂર્તિવિધાન અને પ્રતિષ્ઠાને લગતી ઘણી ઝીણી ઝીણી વિગતે ચચી છે.
“અપરાજિતyછા'ના ૨૨૧ મા અધ્યાયમાં જૈન મૂર્તિવિધાનનું નિરૂપણ છે. નિર્વાણ-કલિકા અને પ્રતિષ્ઠાસારોદ્વાર બંને પૂર્ણતઃ જન પ્રતિવિધાનને લગતા ગ્રંથ છે, જેમાં એની વિશદ છણાવટ થઈ છે. રૂપમંડનનો છઠ્ઠો અધ્યાય જેન મૂર્તિ લક્ષણોને સ્પર્શે છે. આ ઉપરાંત રૂપાવતાર', “આચાર દિનકર', અને લોકપ્રકાશ' જેવા ગ્રંથો પણ જૈન પ્રતિમાવિધાનના અભ્યાસ માટે ઉપયોગી છે. ભારતીય મૂર્તિ પરંપરાના આધાર-મંથ]
[૧૩
For Private and Personal Use Only