________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૂર્વશરાજવંશાવી– પ્રમાણિત ઇતિહાસની દૃષ્ટિએ
- હરિપ્રસાદ શાસ્ત્રી ' ગુજરાતના રાજકીય ઇતિહાસ અર્વાચીન ઢબે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બ્રિટિશ કાલમાં ૧૮૫૦ થી ૧૮૯૮ દરમ્યાન લખાવા લાગ્યો તે પહેલાં મરાઠા કાલમાં રંગવિગણિ નામે જૈન મુનિએ સંસ્કૃત પદ્યમાં રો હતા. એ પહેલાં સહતનત કાલ તથા અધલ કાલમાં અરબી-ફારસીમાં કેટલાક તવારીખ-ગ્રંથ લખાયા હતાં. રંગવિજય-કૃત કાવ્ય પુસ્તકરૂપે પ્રકાશિત થયું નથી, પરંતુ શ્રી. અંબાલાલ પ્રે. શાહે ત્રણ હસ્તપ્રતો પરથી એને સંપાલિ કરેલું તે ૧૯૬૮માં “સ્વાધ્યાય’ સામયિકમાં પ્રગટ થયું છે. એમાં કૃતિનું નામ “ રાનāરાવી આપવામાં આવ્યું છે. મુનિ જિનવિજયજીએ એને ગુજરદેશ ભૂપાવલી' તરીકે ઓળખાવી છે. એના આદ્ય શ્લોકમાં “ગુર્જર ભૂપોનાં નામો' અને અંતિમ શ્લોકમાં “ગુજર દેશના ભૂપતિઓનાં નામો” અને “ગુજર ભૂપોનાં અભિધાને” એવા શબ્દ પ્રયોજાયો છે, જ્યારે કતિની પુષિકામાં “શ્રી ગૂજરદેશ નિમિતે રાજ્ય સ્થિતિઓનાં નામ' નિદિષ્ટ છે. આ પરથી કવિના મનમાં “ગૂજરદેશ ભૂપનામાવલી” શીર્ષક હોય એ વધુ સંભવિત છે. કાર્ય કુલ ૫ શ્લોકમાં . રચાયું છે. મંગલાચરણના લોકમાં સરસ્વતીને પ્રણામ અને સદ્ગુરુનું સ્મરણ કરેલ છે. વંશાવલીઓનું નિરૂપણ વીરનિર્વાણના સમયથી માંડીને કવિના સમય સુધી અર્થાત્ વિ.સં. ૧૮૬૫ (ઈ.સ. ૧૮૦૯) સુધી કરવામાં આવ્યું છે. શ્લ. ૯૪ માં ૨'ગવિજયે વિ.સં. ૧૮૬૫ ના ફાગણ સુદ પૂનમને ગુરૂવારે ગૂજર ભૂપતિઓનાં નામ નિશ્વિત કર્યાનું જણાવ્યું છે ને શ્લોક ૯૫ માં રંગવિજયે આ કૃતિની રચના રોમ યવનરાજનો આદેશ મેળવી ગુપુર(ભરૂચ)માં ક્ષાત્ર ભગવન્તરાયના વચનથી સાંભળીને સંદર્ભત કરી હોવાનું દર્શાવ્યું છે, કાવ્યના સંપાદક ોંધે છે તેમ રેટ રાજા અને ભગવંતરાય વિશે કોઈ વિશેષ માહિતી અપાઈ નથી. હસ્તપ્રતોની પુષ્પિકાઓમાં ૫. રંગવિજય” અને “પં. રંગવિજયગણુિં એટલે
જ નિર્દેશ કરાયો છે, એમના ગુરુનું નામ જણાવ્યું નથી. * ૧૯ મી સદીના આરંભમાં ગુજરાતમાં પેશવાઈ સત્તા શિથિલ થઈ હતી ને વડોદરાના ગાયકવાડ કટ બનું વર્ચસ પ્રવર્તતું હતુ. ભરૂચમાં નવાબી હકુમતનો અંત આવતાં અંગ્રેજ સરકારની સતા સ્થપાઈ હતી (ઈ.સ. ૧૭૭૨). ગાયકવાડ કુટુંબમાં ગોવિંદરાવને પુત્ર આનંદરાવ રાજપદ પામ્યો હતો, પરંતુ તે નિબળ હાઈ સત્તાનાં સ્ત્ર એના કાકા ફત્તેસિંહરાવે હસ્તગત કર્યા હતાં. પેશવાએ પિતાના હિસ્સાને ઈજારે ગોવિંદરાવના પુત્ર ભગવંતરાયને આપ્યો હતો (૧૮૯૦–૧૮૧૪). આ કાવ્યના અંતિમ શ્લોકમાં જણાવેલ રોમટ યવનરાજ, ભરૂચના સંદર્ભમાં જોઈએ તે અંગ્રેજ રાજા હોઈ શકે. ને એમાં જણુવેલ ક્ષાત્ર ભગવન્તરાય એ આ ભગવંતરાય ગાયકવાડ હોય, અથવા ભરૂચને કોઈ સ્થાનિક ખત્રી હોય.
' રંગવિજય જૈન મુનિ હોઈ પોતે જૈન અનુશ્રુતિની તેમજ જૈન લેખકે એ લખેલા પ્રબંધ ગ્રંથોની જાણકારી ધરાવતા હેયે એ સ્વાભાવિક છે. યવન વંશના ભૂપતિએની બાબતમાં તેમને ભગવંતરાય દ્વારા કે કોઈ અન્ય દ્વારા મુસ્લિમ લેખકે લખેલ તવારીખની કંઈ માહિતી મળી હશે ઈ. પૂ. ૫ર૭ થી લગભગ ઈ.સ. ૪૦ સુધીનો સમયપટ ૨૨૮૭ વર્ષો જેટલે વિસ્તૃત છે. એટલા લાંબા ગાળામાં થયેલ ઉત્તરોત્તર રાજવંશનાં નામે તથા તે રાજાઓના રાજ્યકાલની વિગતોનું સંકલન કરવું એ કપરું કામ છે. ૫. રંગવિન્દ્રમણિએ એ કામ વિવિધ અનુકૃતિઓના આધારે યથાશક્તિ પાર પાડયું એ હકીકત એ સમયની ઉપલબ્ધ સાધનસામગ્રીની મર્યાદિત છયતા જોતાં પ્રશસ્ય ગણાય. છતાં બ્રિટિશ કાળ દરમ્યાન ઇતિહાસને
* નિવૃત્ત અધ્યક્ષ, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ
:
01
[સામીપ્ય : ઓકટો., '૯૨-માર્ચ, ૧૯૯૩
For Private and Personal Use Only