________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરતે પણ કહ્યું છે કે, विविधमामिमुरव्येन रसेषु चरन्तीति व्यमिचारिण:।२४ વળી, તેને બીજી રીતે સમજાવતાં, ત્યાં કહ્યું છે કે, वागङ्गसत्त्वोपेताः प्रयोगे रसान्नयन्तीति व्यभिचारिणः।२५
અર્થાત, જે વાણી, અંગ તથા સવથી યુક્ત થઈને પ્રગમાં રસેનું વહન કરે છે, તે વ્યભિચારીઓ. . જો કે, ભાનતે આ પ્રમાણેની નોંધ આપી નથી પરંતુ સાત્વિક ભાવથી તેનું પાર્ષકષ નિદેશતાં કહ્યું છે કે, વ્યભિચારિભાવોમાં રોમાંચ વગેરેને અંતર્ભાવ થતો નથી, કેમ કે, રેમાંય વગેરે તો, શારીરિક ભાવ છે, જ્યારે નિકાદિ આંતરભાવરૂપ મનાય છે. : ... न च रामाश्चादवति व्याप्तिस्तेषामपि स ग्राह्यत्वात्। ते च भावाः शरीरा व्याभिचारिण एते स्वान्तरा व्यभिचारिण इयान्विशेषः २६
હવે અહીં તેઓ એક પ્રશ્ન ઉઠાવે છે કે, નિર્વેદ વગેરે સ્થાયી અને વ્યભિચાર્રી એમ બનેરૂ૫ કેવી રીતે હોઈ શકે? પરંતુ આ પ્રશ્ન યોગ્ય નથી તેમ જણ્વતાં તેઓ કહે છે કે, રસાનુભૂતિ હરમ્યાન નિવેદાદિનું સ્થાયિત્વ તથા વ્યભિચારિત્વ (= અહીંતહીં જવાને ધર્મ) તે ઉપાધિદે સિદ્ધ થાય છે. ૨૪
શરૂ૫કકારે વ્યભિચારીનું સ્વરૂપ વર્ણવતાં કહ્યું છે કે. विशेषादाभिमुरव्येन चरन्ता व्यभिचारिणः। स्थायिन्युन्मग्न निमग्नाः कल्लोला इव कारिधी ॥२८
અર્થાત, સમુદ્રના તરંગોની જેમ, જે સ્થાયીમાંથી ઉદ્ભવે છે અને તેમાં જ નિમગ્ન બને છે, તે વિશેષ પ્રકારે અભિમુખ બનીને વિચારતા હોવાથી તેમભયારી કહેવાય છે. _ “નાટયણકારણે તેનું સ્વરૂપ સ્પષ્ટ કહ્નાં કહે છે કે, રસને વિષે ઉન્મુખ એવા સ્થાયી પ્રતિવિશિષ્ટ રીતે અભિમુખ થઈને એટલે કે તેને પોષક બનીને જ રહે છે. તેને વ્યભિચારી કહે છે. ૨૮.
અને વળી, રતિ વગેરે સ્થાયિભાવ કયારેક સ્થાયી ન હતાં વ્યભિચારી કહેવાય છે. એટલે કે, પોતાના વિભાવની અપેક્ષાએ તે વ્યભિચારી હોય છે, એ વિગત પશુ નાટ્યદર્પણકારે સ્વીકારે છે. તથા ભરતે આપેલા નિવેદાદિ તેત્રીસ વયભિચારીઓ ઉપરાંત અન્ય ભાવો જેવા કે ભૂખ, તૃષ્ણ, મેત્રી, મુદિતા, પ્રહા, દયા, ઉપેક્ષા, ક્ષમા, માર્દવ, આજવ, દાક્ષિણ્ય વગેરે પણ વ્યભિચારીઓ સંભવી શકે
, નિર્વેદ વગેરે તેત્રીસ વ્યભિચારિ ભાવોનું સ્વરૂ૫ લગભગ દરેક નાટ્યશાસ્ત્રીય ગ્રન્થમાં બહુધા એકસરખી રીતે જ નિરૂપાયું છે, કેમ કે, તેને વિષે તે ભરતથી જુદા પડવાના પ્રશ્ન જ ઉં પશ્વિત થતા નથી, એમ કહી શકાય, અને આથી સર્વસ્વીકૃત એવા વ્યભિચારીઓનું ભાતુદો કરેલ સ્વરૂપનિરૂપણ કરવાનું અને ઉચિત માન્યું નથી. પરંતુ વ્યભિચારીઓ અંગે તેમણે જે અન્ય વિગત નિદેશી છે તે, તથા “છલ' નામે નવીન વ્યભિચારીની ઉદ્દભાવના જે વિચારી છે, તેના સ્વરૂપ અંગેની નોંધ લેવી જરૂરી છે.
" , " ?? ભરત પ્રમાણે, કુલ તેત્રીસ વ્યભિચારિ ભાવાનું તેના વિભાવે તથા અનુભાવ સાથે નિરૂપણ કર્યા પછી ભાનુદત જણાવે છે કે, કામની દસ અવસ્થાઓમાં ગણવાયેલ અભિલાષ, ગુણકથન તથા પ્રલાપ. એ ત્રણ અવસ્થાઓ કે જે માનસભાવરૂપ છે, તેને સ્વતંત્ર વ્યભિચારીરૂપ માની શકાય નહીં પરંતુ તેમને અંતર્ભાવ ઉપર નિર્દિષ્ટ તેત્રીસ વ્યભિચાર્ટીઓમાં જ થઈ જાય છે. જેમ કે, સુકમાં અભિલાષ, વર્ણનાત્મક સ્મૃતિમાં ગુણકથન અને ઉન્માદમાં પ્રલાપને સમાવેશ થાય છે, આ વિગતને પૂવપક્ષ ઉઠાવીને રજૂ કરતાં, ભાનુદત્ત નેાંધે છે કે,
ભાનુદત્ત અનુસાર સાત્વિક ભાવો તથા વ્યભિચારિ ભાવે !
[ ૭૭
For Private and Personal Use Only