________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતમાં બૌદ્ધ વિહારી અને મઠાની છાત્રાલય વ્યવસ્થા
નાગજીભાઈ કેસરભાઈ ભટ્ટી
ગુજરાતમાં એક સમયે બૌધમ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. ઈ. પૂ. ૩જા સૈકામાં અરોકના સમયમાં આ પ્રદેશમાં બૌદ્ધધર્મના પ્રચાર શરૂ થઈ ગયા હશે એમ લાગે છે. ગુજરાતમાં કેટલાંક સ્થળાએ બૌદ્ધ ભિક્ષુઓ માટે ઈંટેરી વિહારી અને સ્તૂપે બધાયા છે, તે કેટલીક જગ્યાએ ડુંગરામાં વિહારા અને શૈલગૃહા કાતરાયેલાં છે. જૂનાગઢ, સાણા, તળાજા, ખંભાલીડા અને રાણપુર (બરડા ડુ ંગરની પશ્ચિમ તળેટી) માં તેના અવશેષા જોવા મળે છે. સાબરકાંઠામાં શામળાજી પાસે ઢેલની મારી’ નામક સ્થળેથી ક્ષત્રપકાલીન વિશાળ ઈંટેરી સ્તૂપ અને વિહાર મળી આવ્યા છે, તે જૂનાગઢ પાસે વાના ઉત્ખનન દરમ્યાન ‘રુસેન વિહાર મળી આવેલ છે. પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાં ભરુચ્છ (ભરૂચ) અને સેાપારક (મુંબઈ પાસેનું સાપારા) ના અનેક ઉલ્લેખ મળે છે. આ જોતાં આ સ્થળા બૌધમ'નાં કેન્દ્રો હાય તેમ જણાય છે. ગુજરાત અને કચ્છની વાત જવા ઈએ તે। પણ પ્રખ્યાત ચીની પ્રવાસી યુઅન સ્વાંગે નોંધ્યું છે તેમ એકલા સૌરાષ્ટ્રમાં પચાસ વિદ્વારા હતા, વલભીમાં બૌદ્ધધ વધારે પ્રચલિત હતા.
નિવાસી ઈમારતા
બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટેની ઈમારતાને વિહાર કહેવામાં આવે છે. સામાન્ય રીતે વિહારમાં મધ્યમાં ચાક રાખવામાં આવતા. ચાકની ચારે તરફ કુટિરાની રચના થતી. ગુજરાતમાં આવા વિહારા તળાજા, સાણા, ખેારિયા, ઇંટવા, ખંભાલીડા, દેવની મેરી વગેરે જગ્યાએ આવેલા છે. આવા ડુંગર. ઉપરના તથા મેદાનમાં આવેલા વિહારાના સમાવેશ થાય છે.જ
ભિક્ષુએના નિવાસ માટેની ઇમારતા અર્થાત્ વિહારાનાં નામેા મૈત્રકાનાં દાનક્ષાસન કે તામ્રપત્રોમાં પણ મળે છે. આ વિહારામાં દુદ્દાવિહાર, મુદ્દદાસ વિહાર, ભષ્મપાદીય વિહાર, ક વિહાર, ગાદક વિહાર, વિમલગુપ્ત વિહાર, ભટાક વિહાર, યક્ષર વિહાર, અજિત વિહાર, શીલાદિત્ય વિ વિહાર વગેરે તત્કાલીન ગુજરાતમાં અસ્તિત્વમાં હતા તેમ પ્રાપ્ત દાનપત્રો ઉપરથી જણાય છે. આ સહુ વિહારીને મૈત્રક રાજવીએ તરફ્થી અવારનવાર દાન મળતાં. વલભી (આજનુ'. વળા) એ બૌદ્ધવિદ્યાનુ મહત્ત્વનું કેન્દ્ર હતું.પ
યુઆન સ્વાંગ અનુસાર એકલા વલભીમાં જ છ હજાર ભિક્ષુ રહેતા હતા. જ્યારે સારઠમાં ત્રણ હજાર ભિક્ષુઓ રહેતા હતા. ભરૂચમાં બૌદ્ધ સંધારામામાં ત્રણ હજાર મહાયાનના અનુયાયીઓ અભ્યાસ કરતા હતા. કચ્છમાં પણ દૃશ વિહારા હતા અને ત્યાં એક હાર બૌદ્ધ સતા હીનયાન તથા મહાયન સિદ્ધાંતાના અભ્યાસ કરતા હતા. માનપુર (વડનગર) માં દસ સૌંધારામેામાં હીનયાન સંપ્રદાયના એક હાર સાધુએ અભ્યાસ કરતા હતા.
* રૂ, પરાગ સાસાયટી, નારી કેન્દ્ર માગ, સુરેન્દ્રનગર
ગુજરાતમાં બૌદ્ધ વિહાર અને મઠાની છાત્રાલય વ્યવસ્થા ]
For Private and Personal Use Only
[૨૯