SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાલુક્ય પરંપરા ઇત્યાદિ વિષ્ણુપુરાણની માહિતી સાથે સંકલિત થાય છે તેથી તેના રચના તથા પ્રતિકાળ પર સારા પ્રકાશ પડે છે., વિરાણુનો રચનાકાળ ઉપરોક્ત પ્રમાણે જોતાં વિથપુરાણની રચના આશરે પાંચમી/છઠ્ઠી સુધીમાં થઈ હોય એમ લાગે છે. આ રચના તેના મૂળ ભાગની હોવી જોઈએ, તેમાં પાછળથી ઉમેરા થયા હોવાનું અનુમાન બળવાન છે. - આ પુરાણુની રચનાને કાળ નિર્ધારિત કરવાના પ્રયત્ન હજરા, કાણે, વિંટરનિટઝ જેવા વિદ્વાનોએ કર્યા છે. તેમના મત પ્રમાણે ઉપરનો અભિપ્રાય પુષ્ટ થાય છે, પરંતુ સી. વી. વૈદ્ય તેને ઘણા પાછળના સમયમાં મૂકે છે. સી. વી. વૈદને મત વિધાપૂરાણની અત્યારે ઉપલબ્ધ કૃતિ માટે સાનુકૂળ છે. આ તમામ પ્રમાણે જોતાં વિઘણુપુરાણની રચનાને પ્રારંભને કાળ પાંચમી/ઠ્ઠી સદીની આજુબાજુના લાગે છે અને તેમાં પાછળથી આશરે નવમી/દસમી સદી સુધીમાં ઉમેરા થયા લાગે છે, તેની ચર્ચા પ્રસ્તુત છે. હું વિષ્ણુપુરાણમાં ઉમેરા વિશુપુરાણનું યજદનું ઉપહણ શરૂ થયું ત્યારબાદ બાદમીના ચાલુકયો સુધી તેનું સારું બળ રહ્યું હોવાનું લાગે છે. આ ચાલુકષ રાજવંશ બળવાન હતું. તેણે આઠમી સદીમાં અરબ આમણને મારી હઠાગ્યું હતું. તેની સત્તાને ત્યારબાદ હાસ થયો હતો. આ હાસ પછી રાષ્ટ્રકૂટ સત્તાનો ઉદય થયો હતો. તેઓ વેદની પરંપરાને અનુસરતા હતા, પરંતુ ત્યારબાદ તેમનું જૈન પરંપરા તરફ વલણ વધ્યું હતું. તેમના વખતનાં જૈનશિ તથા સાહિત્ય આ બાબત પુષ્ટ કરે છે. વિષણુપુરાણનાં અધ્યયનમાં તેના ત્રીજા અંશના બીજ અધ્યાય ૫છી નવાં તો ઉમેરાયેલાં નજરે પડે છે. તેમાં નગ્ન, માયામોહ આદિની ચર્ચા પ્રથમ અંશના મૈત્રેયના પ્રશ્ન સાથે સુસંગત નથી. તેમાં વાર્તાલાપમાં ભીષ્મ, કલિંગ, યમ, સાગર, ઔર્વ આદિ પાત્રો ઉમેરાય છે, વિષ્ણુપુરાણુને ચોથો - અંશ, તેની પરાણુની વ્યાખ્યા સાથે સુસંગત થાય છે. પાંચમો અંશ ચોથા અંશની યદુવંશની કથાનો વિસ્તાર છે, તથા છઠ્ઠા અંજની કેટલીક વાત ઉમેરાઈ છે. ચેથા સંસ્થાના અંતમાં પુરાણની ફલશ્રુતિ છે તેવી છઠ્ઠા અંશના અંતે છે. તેથી બે ફળશ્રુતિનું પ્રયોજન કર્યું છે એ સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ પ્રશ્નોનો ઉત્તર પલટાયેલી સામાજિક પરિસ્થિતિમાંથી મળતો લાગે છે. વિષ્ણુપુરાણમાં બીજા અંશમાં પ્રિયવ્રત વંશમાં નાભિ અને મરૂદેવીના પુત્ર wભની કથામાં તેની પ્રશંસા છે. તે જ પ્રમાણે તેના પુત્ર ભરતની પ્રશંસા છે. આ ઋષભ ચરિત્ર જેન આદિનાથ અને તેના પુત્ર ભરતને અનુલક્ષીને માનપૂર્વક લખાયેલું છે. પરંતુ વિષ્ણુપુરાણના ત્રીજા અંશમાં (૧૮) માયામોહ જેવા વર્ણનમાં જેન–ધમની ટીકા છે, આ ફેરફાર સંભવતઃ સમાજમાં થયેલો કેટલીક માન્યતાને ફેરફાર સૂચવે છે. આ ફેરફાર ઉપર જણાવ્યું તેમ રાજાઓના બદલાયેલા વલણને સૂચક છે, માં નવા દાખલ થયેલા અશમાં વિવા, ધમશાસ્ત્ર અર્થાત સામાજિક વ્યવહાર આદિ દેખાય છે, તે સમાજ વ્યવસ્થામાં પિતાની પરિસ્થિતિ સુઢ બનાવવાના પ્રયત્ન હોય તેવો ભાસ થાય છે. - આ પરિસ્થિતિ આઠમીથી દશમી સદીનું સૂચન કરે છે. તેથી તે વખતે મૂળ ગ્રંથમાં ઉમેરો થયા હોય તેમ લાગે છે. તેમાં મૈત્રયના પ્રશ્નો, ત્રીજા અંશના બીજ અખાય પછીના ભાગે, પાંચમો અંશ તણા ઓ અંશ વો હોય અથવા તેના ભાગોમાં ફેરફાર થયો હોય એમ સમજાય છે, જે ચોથા અંશના અંત ભાગની શ્રુતિ યથાસ્થાને હોય તે પાંચમો અને છઠ્ઠો અંશ પાછળના ગણાય. વિજાપુરાણનાં કેટલાંક ઐતિહાસિક પાસાં ] [૨૭ For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy